દિપીકાએ શેર કરી જૂની તસવીર, જેમાં દેખાયો આમીર ખાન, જોઇ લો તમે પણ તસવીરમાં
બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone) આ દિવસોમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણી એક્ટીવ જોવા મળી રહી છે. દીપિકા પાદુકોણ નિયમિત રીતે સમયાન્તરે પોતાના ફોટોઝ અને વિડીયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરે છે, જેમાં દીપિકા પાદુકોણ બોલીવુડના મિસ્ટર પરફેકશનીસ્ટ આમિર ખાન (Aamir Khan) ની સાથે જોવા મળી રહી છે. દીપિકા પાદુકોણ (Deepika Padukone) ના આ ફોટોમાં જોઈ શકાય છે કે, દીપિકા આમિર ખાનની બાજુમાં બેઠી છે. આ સાથે જ દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણ, માતા ઉજ્જવલા પાદુકોણ અને બહેન તનીષા પણ સાથે જ જોવા મળી રહી છે.

દીપિકા પાદુકોણ (Deepika Padukone) એ શનિવારના રોજ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફોટોઝ શેર કરી છે અને જણાવ્યું છે કે, આ ફોટો ૨૦ વર્ષ જૂની ફોટો છે. આ ફોટોના કેપ્શનમાં દીપિકા પાદુકોણ લખે છે કે, મેજર થ્રો બેક ૧ જાન્યુઆરી, ૨૦૦૦ની છે. મારી ઉમર ત્યારે ૧૩ વર્ષની હતી અને હું અત્યંત અજીબ હતી. હું હજી પણ એવી જ છું. તેઓ બપોરના સમયે ભોજન કરી રહ્યા હતા અને ફક્ત દહીં અને ભાત જ ખાઈ રહ્યા હતા.

હું પણ ભૂખી હતી, જેમ કે હું હંમેશા રહું છું. પરંતુ તેમણે મને પૂછ્યું નહી અને મેં પણ તેમને પૂછ્યું નહી…’ દીપિકા પાદુકોણએ આવી રીતે આ ઘટનાને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યા છે આ સાથે જ પોતાની લાગણીઓ પણ શેર કરી રહી છે.

દીપિકા પાદુકોણના વર્કફ્રંટની વાત કરીએ તો દીપિકા પાદુકોણ (Deepika Padukone) છેલ્લે ફિલ્મ ‘છપાક’માં જોવા મળી હતી. ફિલ્મ ‘છપાક’એ કેટલાક વર્ષ પહેલા એસીડ એટેકનો ભોગ બનેલ યુવતી લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત ફિલ્મ હતી. જો કે, ફિલ્મ ‘છપાક’ બોક્સ ઓફીસ પર કોઈ ખાસ પ્રદર્શન કરી શકી નહી. પરંતુ જલ્દી જ દીપિકા પાદુકોણ પોતાના પતિ રણવીર સિંહ સાથે ફિલ્મ ‘83’માં જોવા મળી શકે છે.

વર્ષ ૧૯૮૩માં ક્રિકેટ વર્લ્ડ કપમાં મળેલ ભારતની જીતની આ વાર્તા જલ્દી જ ફિલ્મી પરદા પર દર્શકોનું મનોરંજન કરતા જોવા મળી શકે છે. દીપિકા પાદુકોણ શકુન બત્રાની અનટાઈટલ ફિલ્મનું શુટિંગ શરુ કરવા માટે પૂર્ણ રીતે તૈયાર છે. આ સાથે જ અભિનેત્રી દીપિકા પાદુકોણ ‘ધ ઇન્ટર્ન’ની અધિકારીક રીમેકમાં પણ જોવા મળી શકે છે, ‘ધ ઇન્ટર્ન’ની શુટિંગ આવનાર વર્ષ ૨૦૨૧માં શરુ કરવામાં આવશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.