1 નાની ડુંગળીનો યોગ્ય ઉપયોગ કરવાથી અનેક મોટા રોગમાં રાહત મળશે, જાણો ઉપયોગ

સીઝન બદલાઇ રહી છે અને એવામાં બીમારીઓના વધવાનો ખતરો પણ વધી રહ્યો છે. આ સમયે કેટલાક ડોક્ટર્સ કહેતા રહે છે કે બદલાતી સીઝનમાં ડુંગળીને રેગ્યુલર ડાયટમાં સામેલ કરવું એ એક હેલ્ધી ઓપ્શન છે. ડુંગળી ખાવાથી ફક્ત બોડીની ઇમ્યુનિટી વધે છે તેવું નથી.

image source

તેના રેગ્યુલર ઉપયોગથી અનેક બીમારીઓથી પણ દૂર રહી શકાય છે. એખ ડુંગળી 10થી પણ વધારે મોટા ફાયદા આપે છે. પરંતુ તેના માટે જરૂરી છે કે તમને ખ્યાલ હોય કે તમામરે તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે.

સ્પર્મ કાઉન્ટ

image source

સૌ પહેલાં તો તમે ડુંગળીનો રસ કાઢી લો. ડુંગળીના રસને મધની સાથે લેવાથી સ્પર્મ કાઉન્ટ વધે છે અને ઇન્ફર્ટિલિટીની સમસ્યા દૂર થાય છે. તમારી સમસ્યા જલ્દી જ દૂર થશે. આ ઘરેલૂ ઉપાય હોવાથી તેની કોઈ આડઅસર પણ થતી નથી.

હાર્ટ એટેકથી બચાવ

image source

જો તમે હાર્ટ પેશન્ટ છો તો ડુંગળીનો આ ઉપાય તમારી મદદ કરી શકે છે. ડુંગળીમાંનું સલ્ફર બ્લડ કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લિસરાઇડ લેવલ ઓછું કરીને હાર્ટ એટેકથી બચવામાં હેલ્પફૂલ છે. તે તમને રાહત આપશે.

સોજા થશે દૂર

તમને વારેઘડી સોજાની ફરિયાદ રહે છે તો તમે ઘરમાં રહેતી ડુંગળીનો સરળ ઉપાય કરી શકો છો. ડુંગળીમાં ક્વર્સેટિન નામનું એન્ટી ઇન્ફેલેમેટરી ફ્લેવનોઇડ હોય છે. તેને ખાવાથી અને સોજાવાળા ભાગ પર લગાવવાથી સોજા અને બળતરા દૂર થાય છે.

એન્ટી બેક્ટેરિયલ

image source

ડુંગળીમાં એન્ટી બેક્ટેરિયલ ક્વોલિટી હોય છે. ડુંગળીનો રસ લગાવવાથી કોઈ પણ ઘા જલ્દી ઠીક થાય છે. આ સિવાાય મધમાખી કરડે તો પણ ડુંગળીને કાપીને લગાવી દેવાથી તેમાંથી રાહત મળે છે.

ગરમીથી બચાવ

ડુંગળીના રસમાં ખાંડ મિક્સ કરીને પીવાથી ગરમીના કારણે થતી તકલીફમાં રાહત મળે છે. આ સિવાય કહેવાય છે કે એક નાની ડુંગળીને ખિસ્સામામં રાખીને ગરમીમાં બહાર નીકળવામાં આવે તો લૂ પણ લાગતી નથી.

કેન્સરથી બચવામાં મદદ

image source

ડુંગળીમાંનું ક્વર્સેટિન નામનું એન્ટી કેન્સર એજન્ટ બોડીમાંના કેન્સર સેલ્સને ખતમ કરે છે. આ પ્રકારના પેશન્ટે રોજ ડાયટમાં 1 ડુંગળીનો પ્રયોગ અચૂક કરવો. તેમને ઝડપથી લાભ મળશે.

શુગર લેવલ બેલેન્સ

image source

ડુંગળીમાં ક્રોમિયમ અને સલ્ફર જેવા મિનરલ્સ બ્લડ શુગર લેવલ બેલેન્સ કરીને ડાયાબિટીસથી બચાવે છે.

સારું ડાઇજેશન

image source

ડુંગળી વાયુનાશક છે. તે ડાઇજેશન સારું કરે છે અને પેટની અનેક બીમારીથી બચાવે છે. ખોરાકમાં એક ડુંગળીનો ઉપયોગ પરિવારને સ્વસ્થ રાખે છે.

આર્થરાઇટિસમાં ફાયદો

ડુંગળી વાયુનાશક છે. તેને રેગ્યુલર ખાવાથી અને તેનો રસ લગાવવાથી આર્થરાઇટિસની સમસ્યામાં ફાયદો થાય છે. તેની પ્રકૃતિ ગરમ હોવાથી તે શરીરનું તાપમાન પણ જાળવી રાખે છે.

સીઝનલ બીમારીઓથી બચવામાં મદદ

બદલાતી સીઝનમાં ડુંગળીને રેગ્યુલર ડાયટમાં સામેલ કરો. તે ઇમ્યુનિટી વધારીને સીઝનલ બીમારીઓથી બચાવે છે.

જાણો ડુંગળીના રસના ફાયદા…

image source

ડુંગળીના રસથી બંધ નાક તરત જ ખુલી જશે જાણો આવા અન્ય ફાયદા

ડુંગળીના રસને પાણીમાં મિક્સ કરીને લગાવવાથી એક્ને અને ખીલની સમસ્યાથી રાહત મળે છે.

ફાંસ કે કાંટો વાગે તો ત્યાં ડુંગળીનો રસ લગાવીને પટ્ટી બાંધવાથી તે સરળતાથી નીકળી જાય છે.

ડુંગળીના રસમાં મીસરી મિક્સ કરીને ચાટવાથી કફની સમસ્યામાં જલદી રાહત મળે છે.

2 ચમચી ડુંગળીના રસમાં 1 ચમચી મધ મિક્સ કરીને પીવાથી શરદી- ખાંસી અને તાવમાં રાહત મળે છે.

image source

વાળના મૂળમાં ડુંગળીનો રસ લગાવવાથી વાળ કાળા અને મુલાયમ બને છે. તેના ખરવાની સમસ્યા પણ દૂર થાય છે.