54 હેકટરમાં ફેલાયેલા આ આખા ગામમાં છેલ્લા 16 વર્ષથી માત્ર એક વ્યક્તિ જ રહે છે, જાણો તેની પાછળનુ કારણ

સામાન્ય રીતે શહેરો કરતા ગામ નાના હોય છે અને ત્યાંની વસ્તી પણ શહેરોની તુલનામાં ઓછી હોય છે. છતાં નાનામાં નાના ગામમાં પણ 100 કે 200 વ્યક્તિઓ તો રહેતા જ હોય. પરંતુ આ દુનિયામાં એક ગામ એવું પણ છે જ્યાંની વસ્તી ફક્ત એક વ્યક્તિની છે. આ આખા ગામમાં એક વયોવૃદ્ધ મહિલા સિવાય કોઈ રહેતું નથી. આ ગામ ક્યાં આવેલું છે અને આ મહિલા અહીં એકલી કેમ રહે છે ? આવો જરા વિસ્તારથી જાણીએ.

image source

આ ગામનું નામ મોનોવી છે અને તે અમેરિકાના નેબ્રાસ્કા રાજ્યમાં આવેલું છે. 2010 ની જનગણના અનુસાર અહીં ફક્ત એક જ મહિલા રહેતી હતી અને હાલ પણ તે એક જ મહિલા રહે છે. જો કે હવે તેની ઉંમર 86 વર્ષની થઈ ગઈ છે. તેના કહેવા મુજબ તે વર્ષ 2004 થી આ ગામમાં એકલી રહે છે. નવાઈની વાત તો એ છે કે તે ગામની મેયર, લાઈબ્રેરીયન અને બારટેન્ડરની ફરજ પણ નિભાવે છે.

image source

લગભગ 54 હેકટરનું ક્ષેત્રફળ ધરાવતું આ ગામ પહેલા લોકોથી હર્યુભર્યું હતું. એક અહેવાલ પ્રમાણે વર્ષ 1930 સુધી અને 123 લોકો રહેતા હતા. ત્યારબાદ ધીમે ધીમે વસ્તી ઘટતી ગઈ અને વર્ષ 1980 માં અહીં રહેનારા ફક્ત 18 લોકો જ બચ્યા. અને વર્ષ 2000 આવતા આવતા અહીં ફક્ત બે જ લોકો રહ્યા. તે બે લોકો એટલે ઉપરોક્ત 86 વર્ષની મહિલા એલસી આઇલર અને તેના પતિ રુડી આઇલર. 2004 માં રૂડીનું મૃત્યુ થતા અહીં રહેનારા તરીકે એલસી આઇલર એક જ વ્યક્તિ બચી અને તે અહીં 2004 થી એકલી રહે છે.

image source

86 વર્ષીય એલસી ગામમાં એક બાર શોપ ચલાવે છે. જ્યારે આજુબાજુના રાજ્યના લોકો ગરમીના દિવસોમાં રજા ગાળવા આ પ્રાકૃતિક ગામમાં ફરવા આવે છે ત્યારે તેઓ એલસીના આ બાર શોપમાં રોકાય છે. એલસીએ બાર શોપમાં કામ કરવા કોઈ માણસો નથી રાખ્યા. મોટાભાગનું કામ તે જાતે જ કરે છે અથવા ક્યારેક અહીં આવેલા બહારના મહેમાનો પણ તેના કામમાં મદદ કરતા હોય છે.

image source

આ ગામમાં એક પોસ્ટ ઓફીસ પણ છે જે વર્ષ 1902 માં બનાવવામાં આવી હતી પરંતુ ઘટતી જતી વસ્તીને કારણે તેને વર્ષ 1967 માં બંધ કરી દેવામાં આવી. આ ગામ છોડવાનું કારણ લોકોના ધંધા રોજગાર હતું. લોકો પોતાના સંતાનોના ભવિષ્ય માટે ગામ છોડીને શહેરોમાં વસવા લાગ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.