આ 17 ફોટા તમને ભલે ફોટોશોપથી એડિટ કરેલા લાગતા હોય પણ ખરેખર તો આ છે પ્રકૃતિનો એવો નજારો જેમાં કુદરતની ભરપૂર કારીગીરી દેખાય છે.
આજના આ મોબાઈલ અને કોમ્પ્યુટર યુગમાં ફોટો એડિટ કરવો એ કઈ મોટી બાબત નથી. પણ અમુક લોકોમાં ફોટો એડિટ ની આવડત એટલી હદ સુધી સારી હોય છે કે એમના દ્વારા કરવામાં આવેલા એડિટેડ ફોટોને લોકો ફાટી આખે જોઈ રહે છે. ઘણીવાર તો વખાણ કરવા શબ્દો ય ખૂટી પડે છે. પણ અમૂકવાર જ્યારે આપણી આસપાસના કુદરતી વાતાવરણ ને ધ્યાનથી નિહાળીએ ત્યારે અમુક દ્રશ્ય જોતા આંખે ઠંડક વળે છે. એ દ્રશ્ય જોતા મનમાં એમ થાય કે માણસ ભલે ગમે તેટલો મોટો કલાકાર બની જાય પણ કુદરતથી મોટો કલાકાર તો કોઈ છે જ નહીં. કુદરત જ્યારે પોતાના રંગોની પીંછી ચલાવે છે ત્યારે ભલભલા આર્ટિસ્ટ મોઢામાં આંગળા નાખી જાય છે.
આજે અમે એવા જ કેટલાક ફોટા લઈને આવ્યા છે જેને જોતા પહેલી નજરે તો એ તમને ફોટોશોપ કરેલા ફોટા જ લાગશે પણ ખરેખર તો એ ફોટામાં કુદરતે પોતાની કલાકારી છુટ્ટા હાથે વેરી છે.
1. છોકરીના હાથમાં રહેલી આટલી જાળીદાર વસ્તુ બીજું કંઈ નહીં પણ મશરૂમની જ એક જાત છે.

2. તમે જે મનમોહક દ્રશ્ય જોઈ રહ્યા છો એ આર્જેન્ટિના માં મળેલા ડાયનાસોરના પગના નિશાન છે.

3. તીડ તો તમે ઘણા જોયા હશે પણ આવું ગુલાબી રંગનું તીડ ક્યારેય જોયું છે.

4.આ અદભુત નજરો વાવાઝોડાના લીધે થયેલા લીલા રંગના આકાશનો છે.

5.એક નજરે તો આ છે શું એવો પ્રશ્ન ઉભો થાય એ બીજું કાંઈ નથી પણ ફ્રીજ માં જામેલો બરફ છે.

6. અમેરિકા ના જંગલોમાં તદ્દન જુદા જ પ્રકારનું હરણ દેખાયું હતું જેનો રંગ આછો ગુલાબી છે.

7. આકાશમાં દેખાઈ રહેલી આ કસીનો લાઈટને જોઈને કોઈને પણ એલિયનના યાન હોવાનો ભાસ થઈ શકે છે.

8. બ્રિટનની આ અદભુત ઇમારત જોઈ મારુ તો મગજ ભમવા લાગ્યું.

9.પહેલીવારમાં તો જાણે આગ લાગી હોય તેવું લાગે એ ઓસ્ટ્રેલિયાની એક બિલ્ડિંગમાં દેખાતું સોલાર રીફલેક્શન છે.

10. હવામાં અટકેલી દેખાતી આ ઇમારતો તાઇવાન માં આવેલ ભૂકંપ પછીના ફોટામાં દેખાઈ હતી.

11. ડાઈનસોર સળગી રહ્યો હોય એવું લાગતો આ ફોટો એક ડાયનાસોર મ્યુઝિયમમાં સળગી રહેલા ડાઈનસોરના પૂતળાનો છે.

12. વૃક્ષના થડમાં દેખાતો લાવા એક વૃક્ષ પર પડેલી વીજળીના કારણે જણાય છે.

13. બે ઇમારતોની વચ્ચે મોટો બોલ ફસાઈ ગયો હોય એવું જાણતું આ દ્રશ્ય મિયામીની બે બિલ્ડીંગ ને જોડતા પુલનું છે.

14.રુસમાં સમુદ્ર કિનારે આવેલું આ ખંડેર કેટલું અદભુત લાગી રહ્યું છે.

15. જાણે ટાઈ એન્ડ ડાઇ કરેલા કાપડ જેવી દેખાતી આ ડિઝાઇન યુએસમાં છવાયેલા કાળા વાદળો નો ફોટો છે.

16. આ ચીનમાં આવેલી એક લાઈબ્રેરીની તસ્વીર છે

17. ધૂળની ડમરી ઊડતી હોય એવું દેખાતુએ આ દ્રશ્ય પક્ષીઓના ઉડતા ટોળાનું છે.
