20 વર્ષમાં તુલસી અને મિહિરમાં આવ્યું આટલું પરિવર્તન, જાણો ‘ક્યોં કી સાસ ભી કભી બહુથી’ના બીજા કલાકારો શું કરી રહ્યા છે!

ભારતીય ટેલિવિઝન જગતની દિશા બદલી નાખનાર ટિવિ સિરિયલ ક્યોંકી સાસ ભી કભી બહુ થીને 4થી જૂલાઈના રોજ 20 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. અને આ દરમિયાન આખીએ સ્ટાર કાસ્ટમાં ઘણો બધોતફાવત આવી ગયો છે. આ સિરિયલ ઘણા સમય પહેલાં પૂર્ણ થઈ ગઈ હોવા છતાં આજે પણ લોકોને તેનું એક-એક પાત્ર યાદ છે. ટીવી સિરિયલ નિર્માત્રી એકતા કપૂરે આ સિરિયલથી ટેલિવિઝન જગતમાં એક નવો જ ચીલો ચાતર્યો હતો. પણ આજે અમે તમને એ જણાવીશું કે 20 વર્ષ બાદ આ સિરિયલના કલાકારોમાં કેટલો ફરક આવ્યો છે અને આજે તેઓ શું કરી રહ્યા છે ?

Image Source

સ્મૃતિ ઇરાની

ક્યોંકી સાસ ભી કભી બહુથી સિરિયલની વાત આવે અને તેના મુખ્ય પાત્ર તુલસીની વાત ન થાય તેવું તો બની જ ન શકે. જ્યારથી સ્મૃતિ ઇરાનીએ તુલસીનું પાત્ર ભજવ્યું ત્યારથી લોકો તેને તુલસીના નામે જ ઓળખતા હતા. હાલ તેઓ અભિનય ક્ષેત્રથી દૂર રાજકારણમાં સક્રિય છે. આજે દેશના મોટા પોલિટિકલ લિડરમાં તેણીનો સમાવેશ થાય છે. હાલ તેણી કેન્દ્રીય કાપડ મંત્રીનું પદ સંભાળી રહ્યા છે અને સાથે સાથે મહિલા તેમજ બાળવિકાસ મંત્રાલય પણ સંભાળી રહ્યા છે.

Image Source

અમર ઉપાધ્યાય

આ સિરિયલમાં તુલસીના મહત્ત્વના પાત્ર પછીનું મહત્ત્વનું પાત્ર મિહિર વિરાણીનું રહ્યું છે. આ પાત્ર સૌ પ્રથમ અમર ઉપાધ્યાય દ્વારા ભજવવામાં આવ્યું હતું. તે વખતે તેને લોકો ચોકલેટી હીરો જણાવતા હતા. આજે પણ અમર ઉપાધ્યાય અભિનેય ક્ષેત્રે સક્રિય છે. છેલ્લે તે સિરિયલ ઇશ્કબાજમાં સાહિલ ત્રિવેદીનુંપાત્ર ભજવતા જોવા મળ્યા હતા. જોકે એટલુ કહેવું પડશે કે આટલા વર્ષોમાં તેના લૂકમાં કંઈ વધારે ફરક જોવા નથી મળ્યો.

Image Source

રોનિત રોય

રોનિત રૉયને ટેલિવિઝનના અમિતાભ બચ્ચન માનવામાં આવે છે. ક્યુંકી સાસ ભી કભી બહુથીમાં તેમણે પણ મિહિરનું પાત્ર ભજવ્યું હતું અને ત્યાર બાદ સિરિયલ કસોટી ઝીંદગીકીમાં મિ. બજાજનું પાત્ર ભજવીને પણ ખૂબ લોકપ્રિયતા મેલવી હતી. આજે આ અભિનેતા ફિલ્મો તેમજ સિરિયલોમાં સક્રિય છે.
અને પોતાનો સિક્યોરિટિનો બિઝનેસ પણ તેઓ ધરાવે છે.

Image Source

હિતેન તેજવાણી

હિતેન તેજવણીનું પાત્ર કરણ મિહિર વિરાણી સિરિયલમાં મહત્ત્વનું હતું. આ પાત્રએ સિરિયલને એક નવી જ દિશા આપી હતી અને આ પાત્ર મિહિરનું અનૌરસ સંતાનનું હતું. હિતેને ત્યાર બાદ એકતા કપૂરની ઘણી બધી સિરિયલોમાં કામ કર્યું. તેમજ બિગબોસની 11મી સિઝનમાં પણ તેણે ભાગ લીધો હતો. હાલ તે ફિલ્મો તેમજ સિરિયલોમાં કામ કરી રહ્યો છે.

સુમિત સચદેવ

સુમિત સચદેવે ક્યોં કી સાસ ભી કભી બહુથીમાં ગૌતમ વિરાણીનું પાત્ર ભજવ્યું હતું. ત્યાર બાદ ગૌતમે ઘણી બધી સિરિયલોમાં કામ કર્યું. તાજેતરમાં તે એકતા કપૂરના જ પ્રોડક્શન હેઠળ બનેલી હીટ સીરીઝ યે હૈ મોહબ્બતેમાં અભિમન્યુ રાઘવનું પાત્ર ભજવતો જોવા મળ્યો હતો.

Image Source

ગૌરી પ્રધાન

ગૌરી પ્રધાને ક્યોં કી સાસ ભી કભી બહુથીમાં કરણ વિરાણીની પત્નીનું પાત્ર ભજવ્યું હતું. આજે રિયલ લાઇફમાં પણ આ બન્ને પતિ-પત્ની છે. જો કે ગૌરી પ્રધાન ઘણી ઓછી સિરિયલોમાં જોવા મળી છે. છેલ્લે તેણી સિરિયલ તૂ આશિકી મેં માં જોવા મળી હતી. લોકોને ગૌરી અને હિતેનની જોડી ખૂબ પસંદ આવી હતી.

સુધા શિવપુરી

ક્યોં કી સાસ ભી કભી બહુથીમાં બાનું પાત્ર પણ ખૂબ મહત્વનું હતું. આ પાત્ર એક્ટ્રેસ સુધા શિવપુરી દ્વારા ભજવવામાં આવ્યું હતું. જોકે હાલ તેઓ આપણી સાથે નથી. 2014માં તેમને હૃદય રોગનો હૂમલો આવ્યો હતો અને ત્યાર બાદ મલ્ટીપલ ઓર્ગન ફેલિયરના કારણે 20મી મેના રોજ 2015ના
વર્ષમાં તેમણે આ દુનિયામાંથી વિદાઈ લીધી હતી.

Image Source

અપરા મેહતા

અપરા મેહતાએ ક્યોં કી સાસ ભી કભી બહુ થીમાં મિહિર વિરાણીની માતાનું પાત્ર ભજવ્યું હતું. અપરા મહેતા ગુજરાતી તેમજ હિન્દી ફિલ્મ જગતની જાણીતી અભિનેત્રી છે અને આજે પણ અભિનય ક્ષેત્રે સક્રિય છે. છેલ્લે તેણી સ્ટાર પ્લસ પર રજૂ થતાં શો કયામત કી રાતમાં જોવા મળ્યા હતા.

Image Source

કેતકી દવે

કેતકી દવેએ આ સિરિયલમાં મિહિર વિરાણીના કાકીનું પાત્ર ભજવ્યું હતું. જે હતું દક્ષા હિમ્મત વિરાણી. તેમના ડાયલોગ ‘અરરરરર’ને આજે પણ લોકો યાદ કરે છે. તેણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે અને આજે પણ અભિનય ક્ષેત્રે સક્રિય છે.

Image Source

મૌની રૉય

મૌની રોયે પોતાની કારકીર્દીની શરૂઆત ક્યોં કી સાસ ભી કભી બહુ થી થી જ શરૂ કરી હતી. આ સિરિયલમાં તેણી તુલસીના નવા અવતાર તરીકે જોવા મળી હતી. સિરિયલમાં તેણીએ કૃષ્ણા તુલસીનું પાત્ર ભજવ્યું હતું. જો કે ત્યાર બાદ સિરિયલ થોડા જ સમયમાં બંધ થઈ ગઈ હતી. પણ ત્યાર બાદ તેણીએ એકતા કપૂરના જ પ્રોડક્શનની સિરિયલ નાગિનમાં કામ કર્યું જ્યાં તેણીને ખૂબ સફળતા મળી. આજે મૌનિ બોલીવૂડ તેમજ ટેલિવિઝનમાં સક્રીય છે. નજીકના ભવિષ્યમાં તેણી ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે.

Image Source

હુસૈન કુવાજેરવાલા

હુસૈને ક્યોં કી સાસ ભી કભી બહુથીમાં ચિરાગ વિરાણીનું પાત્ર ભજવ્યું હતું. જો કે હુસૈનને ખરી સફળતા સિરિયલ કુમ કુમ એક પ્યારાસા બંધનમાં મળી હતી. જો કે આ પહેલાં તેણે હમપાંચ, આશિર્વાદ, રીશ્તે, કન્યાદાન, સરહદે, ક્રિષ્ના અર્જુન વિગેરે સિરિયમલાં કામ કર્યું હતું. અને હાલ પણ તે અભિનય ક્ષેત્રે સક્રિય છે. જો કે હાલ તે રિયાલિટિ શોમાં વધારે જોવા મળી રહ્યો છે અને તે રિયાલિટિ શો હોસ્ટ પણકરી રહ્યા છે.

રક્ષંદા ખાન

રક્ષંદા ખાન ટેલિવિઝન જગતનો જાણીતો ચહેરો છે. તેણી ક્યોં કી સાસ ભી કભી બહુથીમાં તાન્યા કરણ વિરાણીના પાત્રમાં જોવા મળી હતી. તેણી કરણની બીજી પત્ની હતી. છેલ્લે તેણી નાગિન 3 માં મહત્ત્વની ભૂમિકામાં જોવા મળી હતી. આ ઉપરાંત તેણી વેબ સિરિઝમાં પણ જોવા મળી હતી.

Image Source

હંસિકા મોટવાણી

ક્યોં કી સાસ ભી કભી બહુથીમાં હંસીકાએ બાવરી વિરાણીનું પાત્ર ભજવ્યું હતું. આજે તેણી સાઉથ ઇન્ડિયન ફિલ્મોની સુપર સ્ટાર બની ચુકી છે. જોકે તેણીએ હિન્દી સિરિયલમાં પણ ખૂબ કામ કર્યું છે અને ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે તેણી ઋતિક રોશન અભિનિત સુપર હીટ ફિલ્મ કોઈ મિલ ગયામાં પણ જોવા મળી હતી.

કરિશ્મા તન્ના

કરિશ્મા તન્ના આજે ટેલિવિઝન જગતની જાણીતી અભિનેત્રી બની ગઈ છે. સિરિયલ ક્યોંકી સાસ ભી કભી બહુ થીમાં તેણીએ ઇન્દિરા આનંદ ગાંધીનું પાત્ર ભજવ્યું હતું. હાલ તેણી ખતરો કે ખિલાડી રિયાલિટિ શોની 10મી સિઝનમાં જોવા મળી રહી છે. આ ઉપરાંત તેણી નાગિન સિરિઝમાં પણ જોવા
મળી હતી. તેણીએ સિરિયલો ઉપરાંત ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.

આકાશદીપ સાઇગલ

આકાશદીપે ક્યોં કી સાસ ભી કભી બહુથીમાં તુલસીના બગડેલા પુત્રનું પાત્ર ભજવ્યું હતું જેને તુલસીએ પોતાના હાથે જ ગોળીએ વિંધી નાખ્યો હતો. અને આ એપિસોડનો ટીઆરપી અત્યંત ઉચો ગયો હતો. ત્યાર બાદ આકાશદીપ બિગબોસ સિઝન 5માં પણ જોવા મળ્યો હતો. જો કે હાલ તે ક્યાંય જોવા નથી મળી રહ્યો.

Image Source

શબ્બીર આહલૂવાલિયા

શબ્બીર આહલુવાલિયાએ ક્યોં કી સાસ ભી કભી બહુથીમાં અનિકેત મહેતાનું પાત્ર ભજવ્યું હતું. તે એકતા કપૂરનો માનિતો અભિનેતા છે. હાલ ટેલિવિઝનના અત્યંત સફળ શો એવા કુમ કુમ ભાગ્યમાં તે મુખ્ય પાત્ર ભજવી રહ્યો છે.

કરણવીર બોહરા

કરણવીર બોહરાએ ક્યોં કી સાસ ભી કભી બહુથીમાં પણ અભિનય કર્યો છે અને હાલ તે ફિલ્મો તેમજ વેબ સિરિઝમાં કામ કરી રહ્યો છે. તેણે નાગિન સીરીઝની ત્રીજી સીઝનમાં રોકીનું પાત્ર ભજવ્યું હતું.

Image Source

પુલકિત સમ્રાટ

પુલકિત સમ્રાટે ક્યોં કી સાસ ભી કભી બહુ થી સિરિયલથી અભિનય ક્ષેત્રે ડેબ્યૂ કર્યો હતો. તેણે આ સિરિઝમાં લક્ષ્ય વિરાણીનું પાત્ર ભજવ્યું હતું. જો કે ત્યાર બાદ શો વધારે લાંબું ચાલ્યો નહીં અને શોને વાઇન્ડ અપ કરી લેવામા આવ્યો અને એક અહેવાલ પ્રમાણે તેના અને એકતા કપૂરના સંબંધમાં પણ તિરાડ આવી ગઈ હતી. જો કે હાલ પુલકિત બોલીવૂડમાં કિસ્મત અજમાવી રહ્યો છે. અને તેણે ઘણી ફિલ્મોમાં કામ પણ કર્યું છે. જો કે જોઈએ તેટલી સફળતા હાલ હાંસલ નથી થઈ શકી.

રેશમી ઘોષ

રેશમી ઘોષે ક્યોં કી સાસ ભી કભી બહુ થીમાં ભૂમિ વિરાણીનું પાત્ર ભજવ્યું હતું. આજ સિરિયલથી રેશ્મીને ઓળખ મળી હતી. જો કે રેશમી વધારે સિરિયલોમાં જોવા નથી મળી. છેલ્લે તેણી 2018માં આવેલી સિરિયલ મહાકાળીમાં જોવા મળી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.