25 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરીને ચર્ચામાં આવ્યા હતા બોલિવૂડના આ અભિનેતા, જો કે એક જાહેરાતે બદલ્યું હતું જીવન

બોલીવૂડ, ટેલીવિઝન અને મોડલિંગ જગત ત્રણે જગ્યાએ પોતાનું નામ કમાવ્યા બાદ પોતાની ફિટનેસને કારણે હંમેશા ચર્ચામાં રહેતા મિલિંદ સોમન આજે બધાના રોલ મોડેલ છે. મિલિંદ સોમનનો જન્મ 4 નવેમ્બર 1965માં થયો હતો. આ વર્ષે મિલિંદ સોમન પોતાનો 55મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે.

image source

મિલિન્દ સોમનની ગણતરી આજે દેશના જાણીતા મોડેલ્સમાં કરવામાં આવે છે. એક સમયે તેઓ દેશના સુપર મોડેલ હતા. આ ઉંમરમાં પણ મિલિંદ જ્યારે રેંપ પર ઉતરે છે ત્યારે યંગ મોડેલ્સ તેમની આગળ ફીકા દેખાવા લાગે છે. તો આજે અમે તમને મિલિંદ સોમન સાથે સંકળાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.

image source

મિલિંદ ફિટનેસ ફ્રીક છે. મિલિંદે વર્ષ 2015માં આયરનમેન ચેલેન્જ પુરી કરી હતી. તેમાં તેમણે આયરનમેન ઓફ ઇન્ડિયાનો ખિતાબ આપવામાં આવ્યો હતો. આ ચેલેન્જને મિલિંદે 5 કલાક અને 19 મિનિટમાં પુરી કરી દીધી હતી. વર્ષ 1995માં મિલિંદ સોમને એક જાહેરાત કરી હતી જેમાં તેમણે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું. ત્યાર બાદ તેઓ વિવાદમાં ઘેરાઈ ગયા હતા.

image source

આ જાહેરાતમાં તેમની સાથે દેશની જાણીતી મોડેલ મધુ સપ્રે હતી. બ્લેક એન્ડ વ્હાઇટ આ તસ્વીરમાં બન્ને સુપર મોડેલ પોતાની ફીટ ફીગર દર્શાવી રહ્યા હતા.

image source

મિલિંદના આ ફોટોશૂટથી નારાજ થઈ કેટલાએ સામાજિક સંગઠનોએ તેનો વિરોધ કર્યો હતો અને રેલિઓ પણ કાઢવાનું શરૂ કરી દીધું હતું. 14 વર્ષ સુધી કાયદાકીય કાર્યવાહી ચાલી રહી હતી અને છેવટે 2009માં કોર્ટે આ જાહેરાતના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો હતો. આ જાહેરાતે ભારતીય સંસ્કારો, સભ્યતાઓ, મૂલ્યો અને શિક્ષાઓને લઈને લોકોમાં પ્રશ્નો ઉભા કર્યા હતા.

image source

ત્યાર બાદ મિલિંદ પોતાનાથી 25 વર્ષ નાની ગર્લફ્રેન્ડને લઈને ચર્ચાં આવ્યા હતા. ત્યાર બાદ મિલિંદે 22મી એપ્રિલ 2018માં અંકિતા સાથે લગ્ન કરી લીધા. બન્નેના લગ્ન પણ ખૂબ જ લાઇમલાઇટમાં રહ્યા હતા. મિલિંદે એક ફેશન શો દરમિયાન અંકિતાને લોકો સમક્ષ ઇન્ટ્રોડ્યૂસ કરાવી હતી. મિલિંદ અને અંકિતાએ લગ્ન પહેલા કેટલાક વર્ષ સુધી એક બીજાને ડેટ કર્યા હતા. હવે બન્ને પોતાના લગ્ન જીવનમાં સુખી છે અને લોકોને કપલ ગોલ્સ પણ આપતા રહે છે.

image source

મિલિન્દની પર્સનલ લાઇફની વાત કરીએ તો તેમણે વર્ષ 2006માં વેલિ ઓફ ફ્લાવર્સ ફિલ્મની પોતાની ફ્રેન્ચ કો સ્ટાર મેલેન જામ્પનોઇ સાથે લગ્ન કરી લીધા હતા. આ બન્નેએ 2009માં એકબીજાને ડિવોર્સ આપરી દીધા હતા. ત્યાર બાદ મિલિંદ એક્ટર સહાના ગોસ્વામીને ડેટ કરી રહ્યા હતા. સહાના મિલિંદ કરતાં 21 વર્ષ નાની હતી. સહાનાની સાથે તેમના સંબંધ 4 વર્ષ સુધી ચાલ્યા હતા.