રેફ્રિજરેટર વ્યવસ્થીત રાખવાના 4 ઉપયોગી હેક્સ…

જે ખાધ્ય પદાર્થો બહારના સામાન્ય વાતાવરણમાં જલદી બગડી જતા હોય તેને લાંબા સમય માટે સાંચવી રાખવા માટે ફ્રીજ એ આશિર્વાદરૂપ ઉપકરણ છે. આપણે એવા ઘણાબધા ખાદ્ય પદાર્થો છે જેને ફ્રીજમાં મુકતા હોઈએ છીએ. આપણે જેટલી વખત કરિયાણું, શાકભાજી કે પછી કોઈ પ્રવાહી ખાદ્યપદાર્થ ખરીદીને લાવીએ ત્યારે તરત જ આપણે રેફ્રિજરેટર તરફનો રુખ કરીએ છીએ. આ બધા ભરાવાના કારણે ઘણીવાર ફ્રીજ સાફ કરવું અઘરુ થઈ પડે છે.

image source

તો આજના આ લેખમાં અમે તમારા માટે કેટલાક એવા ઉપાયો લાવ્યા છે જેને તમે આ ઠંડી તીજોરીને સ્વચ્છ રાખવનામાં ઉપયોગમાં લઈ શકશો. ઘણીવાર ફ્રીજેની છાજલીઓ સાફ કરવામાં ખુબ સમય જતો હોય છે. ખાસ કરીને અવારનવાર દૂધ કે પછી શાકની ગ્રેવી ઢોળાવાથી. આ સમસ્યાને નિવારવા માટે તમારે માત્ર આટલું જ કરવાની જરૂર છે તમારે તમારા ફ્રીજની છાજલીઓને પ્લાસ્ટિક રેપ્સ અથવા ક્લીન્ગ ફીલ્મ્સ અથવા તો હવે બજારમાં તૈયાર મળતી રેફ્રિજરેટર મેટથી કવર કરી લેવાની છે.

image source

માટે જો હવેની વાર દૂધ કે ગ્રેવી ઢોળાઈને ફ્રીજ ખરાબ થાય તો તમે તરત જ તે મેટ બહાર કાઢીને તેને સાફ કરીને પાછી લગાવી શકો છો અથવા તો તેને કચરાપેટી ભેગી પણ કરી શકો છો. તમારે તમારા ફ્રીજમાં “મને પહેલા વાપરો” લેબલ વાળુ બોક્ષ ચોક્કસ રાખવું જોઈએ. કારણ કે ઘણીવાર આપણે વસ્તુઓને ફ્રીજમાં મુકી દઈએ છીએ તેને ક્લાસીફાઇડ નથી કરતા અને જુની વસ્તુઓ તેમની તેમ પડી રહે છે અને નવી વસ્તુઓ વપરાતી રહે છે. આમ થવાથી બગાડ થાય છે. અને આ જુની વાસી થઈ ગયેલી વસ્તુઓ ફ્રીજ દુર્ગંધીત કરે છે.

image source

માટે તમારે ફ્રીજમાં પણ તમારી જરૂરિયાત પ્રમાણે વસ્તુઓને ક્લાસીફાઈડ કરવી જોઈએ અને તેને તે પ્રમાણે વાપરવી જોઈએ. આમ કરવાથી બગાડ નહી થાય અને તમારે વસ્તુઓ શોધવામાં સમય પણ નહીં બગાડવો પડે.

image source

દરેક પ્રકારના ખાદ્ય પદાર્થો પછી તે શાકભાજી-ફ્રુટ, મસાલા, આઇસક્રીમ, વિવિધ જાતના સોસ, કેચપ, જેમ, મલાઈ, દહીં, ચીઝ વિગેરે વસ્તુઓ માટે અલગ અલગ સ્ટોરેજ બોક્ષ રાખવા જોઈએ. તેમ કરવાથી તમારે સમય નથી બગડતો અને તેના કારણે તમારું રેફ્રિજરેટર પણ ઓર્ગેનાઇઝ રહે છે, સ્વચ્છ રહે છે.
આમ ઉપર જણાવેલા ઉપાયો દ્વારા તમે તમારા રેફ્રિજરેટરને ઓર્ગેનાઇઝ કરશો તો તમારું ફ્રીજ સ્વચ્છ રહેશે. અને તમારે તેને સ્વચ્છ રાખવામાં વધારે સમય પણ નહીં બગાડવો પડે.

તમને આ જાણવું પણ ગમશે.

કિચનને ક્લિન રાખવા ફોલો કરશો આ ટિપ્સ, તો નહિં થઇ જાય ચીજોનો ભરાવો…

કપડાની જેમ હેન્ડબેગની પણ સફાઈ કરવાનું રાખો, આ છે સરળ ટિપ્સ…

ડાયમંડ હોય કે ગોલ્ડ: જ્વેલરી ચમકાવવા અપનાવો આ સરળ ટિપ્સ, વર્ષો સુધી રહેશે ચમકદાર…

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.