53 વર્ષના આધેડને 22 વર્ષની યુવતી સાથે થઇ ગયો પ્રેમ, યુવતીને હતું બીજે લફરું, પૈસાથી લહેર કરીને અંતે હત્યા કરીને લોહીના ખાબોચિયામાં લાશ…

ગુજરાતના વડોદરામાં હાલમાં એક ખાસ કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં 53 વર્ષના વ્યક્તિને 22 વર્ષની યુવતી સાથે પ્રેમ થયો. 53 વર્ષના આ વ્યક્તિને ખ્યાલ ન હતો કે તેમનો આ પ્રેમ તેમના જીવનનો અંત આણશે. આ પ્રેમ પ્રકરણે તેમનો જીવ લીધો. હત્યા કરનાર બીજું કોઈ નહીં, પણ ખુદ તેમની પ્રેમિકા જ નીકળી. વડોદરામાં કાર્યરત અક્ષયપાત્ર ફાઉન્ડેશનમાં સુપરવાઇઝર તરીકે મૂળ રાજસ્થાનના રામલાલ બેચરભાઇ પટેલ ફરજ બજાવતા હતા. તેઓ રાજસ્થાન માટે રવાના થાય તે પહેલા જ તેમની હત્યા કરી દેવાઈ અને તેમના મૃતદેહને લોહીના ખાબોચીયામાં મૂકીને પ્રેમી અને પ્રેમિકા ફરાર થઇ ગયા.

image source

આ સમગ્ર ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે રામલાલ રાજસ્થાન પહોંચ્યા નહીં. તેમનો મોબાઈલ પણ સતત બંધ આવતો હતો. તેથી રામલાલ પટેલના પુત્ર શૈલેષે અક્ષયપાત્ર ફાઉન્ડેશનમાં એક્ઝિક્યુટિવ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા ચિરાગ વંડરા (રહે. કુશલ એપાર્ટમેન્ટ, વાડી)નો ફોન પર સંપર્ક કર્યો હતો. શૈલેષે તેના પિતા વિશે પૂછ્યું હતું અને તપાસ કરવા માટે જણાવ્યું હતું.

આ રીતે થઈ રામલાલની શોધખોળ શરૂ

image source

તેથી ચિરાગ વંડરાએ તેમના સાથી રવિ પ્રજાપતિને રામલાલના ઘરે મોકલ્યા હતા. રવિએ તેમના ઘરે પહોંચીને તપાસ કરતા ફ્લેટની બહાર તાળું હતું, પરંતુ તેમની બાઇક ઘરની બહાર જ પાર્ક કરેલી મળી આવી હતી. સોસાયટીના પ્રમુખની મંજૂરી બાદ ઘરનું તાળું તોડી દેવામાં આવ્યું. તાળું તોડ્યા બાદ અંદર જઈને જે દ્રશ્યો જોવા મળ્યા તે ચોંકાવી દેનારા હતા. રામલાલ પટેલ બેડ ઉપર લોહીથી લથપથ હાલતમાં મળી આવ્યા હતા. રવિએ સુપરવાઇઝર ચિરાગ વંડરાને ફોન કરીને જાણ કરી. તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. ચિરાગે ગોરવા પોલીસને જાણ કરતાં પીઆઈ કે.એમ. છાસીયા સ્ટાફ સાથે બનાવ સ્થળે પહોંચ્યા હતા. તેમણે લાશનો કબજો લઇ સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસ તપાસ દરમિયાન ઘરની દીવાલો પર લોહીના ડાઘ પણ મળી આવ્યા હતા.

પ્રેમી અને પ્રેમીકાએ ભેગા મળીને કરી રામલાલની હત્યા

image source

તપાસ દરમિયાન પૂછપરછમાં સામે આવ્યું છે કે રામલાલ પટેલ છેલ્લા 12 વર્ષથી અક્ષયપાત્ર ફાઉન્ડેશનમાં નોકરી કરતા હતા. 22 વર્ષની કિંજલ કમલેશભાઇ પટેલ સાથે તેમનું પ્રેમ પ્રકરણ ચાલતું હતું. આ યુવતીને તેમના ઘરમાં જ રાખતા હતા. જો કે કિંજલને કેટલાક સમયથી કૃણાલ નામના યુવાન સાથે એફેર ચાલતું હતું. કિંજલ અને કૃણાલ સાથે મળીને રામલાલ પાસેથી રૂપિયા પણ પડાવતા હતા. આ બંન્નેએ જ ભેગા મળીને હત્યાનો પ્લાન ઘડી કાઢ્યો હતો અને તક મળતા જ તેમને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.