અજબ-ગજબ છે દુનિયાના આ 5 ઝરણાઓ, એક-એકની છે ખાસ વિશેષતા, જાણો તમે પણ

વિશ્વમાં એવા અનેક સ્થાનો આવેલા છે જે પોતાની ખાસ વિશેષતાને કારણે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને વિશ્વના પાંચ વિશેષ પાણીના ઝરણાઓ વિષે જણાવવાના છીએ જેના વિષે તમે આ પહેલા નહિ જ જાણતા હોય. અને તમને એવો પ્રશ્ન થશે કે હેં.. વળી, દુનિયામાં આવા ઝરણાઓ પણ છે ?

image source

1 – કેલિફોર્નિયાનું હોર્સ્ટલ ફોલ ધોધ અસલમાં એક ધોધ છે અને તે 1560 ફૂટની ઊંચાઇએથી પડે છે. આ ઝરણાની ખાસિયત એ છે કે શિયાળાની ઋતુમાં આ ઝરણાનું વહેણ ઝડપથી વહેવા લાગે છે. વળી, એવું પણ મનાય છે કે ફેબ્રુઆરી માસના અંતિમ બે અઠવાડિયામાં આ ઝરણાંનો રંગ બદલી જાય છે. તે સમયે રાત્રી દરમિયાન ઝરણાંનો રંગ લાલ થઇ જાય છે અને જોનારાને એમ જ લાગે છે જાણે ઝરણાના પાણીમાં આગ ન લાગી હોય.

image source

2 – તુર્કીના પામુક્કલે વોટરફોલ પણ વિશ્વના ખાસ ઝરણાંનો પૈકી એક છે અને તેની સુંદરતાને કારણે તેને યુનેસ્કો દ્વારા જાહેર વર્લ્ડ હેરિટેજ સાઈટના લિસ્ટમાં પણ સ્થાન મળ્યું છે. આ ધોધ લગભગ 8807 ફૂટ લાંબો અને 1970 ફૂટ પહોળો છે અને તેની ઊંચાઈ લગભગ 525 ફૂટ છે. તેની અન્ય એક વિશેષતા એ પણ છે કે ઝરણાની ઉપર છતની જેમ પથ્થરનો આકાર છે અને તેથી એ બાથીંગ સ્પોટ તરીકે પણ પ્રખ્યાત છે.

image source

3 – મોરેશિયસમાં એક એવો ધોધ છે કે જેને જોઈએ તો એમ લાગે જાણે એ પાણીની અંદર છે અને તેથી તેને અંદર વોટર વોટરફોલ પણ કહેવાય છે. અસલમાં ધોધ પાણીની અંદર હોવાનો અનુભવ બાલુ અને ગાદના કારણે થાય છે અને જોવામાં આ ઝરણું ઘણું ઊંડું હોય તેવું લાગે છે.

image source

4 – આ છે કેનેડાનું અલ્બર્ટા નામના સ્થાન પર આવેલું કૈમરોન ઝરણું. આ ઝરણું જૂન મહિનામાં પોતાનો રંગ બદલે છે અને ગુલાબી રંગનું થઇ જાય છે. અસલમાં ભારે વરસાદને કારણે ઝરણાના પાણીમાં રહેલો એગ્રિલાઇટ નામનો એક પદાર્થ પાણી સાથે ભળી જાય છે અને તડકો ખુલતા પાણીનો રંગ ચમકતા ગુલાબી રંગ જેવો દેખાવા લાગે છે.

image source

5 – આ છે ટેનેસીનું રુબી ફોલ્સ. આ ઝરણાને અમેરિકાનું સૌથી ઊંડું ઝરણું માનવામાં આવે છે. 145 ફૂટ ઊંડા આ ધોધનું નામ તેની શોધ કરનાર મહિલા શોધક રુબી લેમ્બર્ટના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ ઝરણાના પાણીમાં ભારે માત્રામાં મેગ્નેશિયમ ઉપલબ્ધ છે. વળી, આ ઝરણું દેખાવમાં એટલું સુંદર છે કે તેને જોવા અહીં વર્ષે અંદાજે ચાર લાખ જેટલા પર્યટકો આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.