આ વ્યક્તિ 66 વર્ષથી ક્યાં ગયો તે છે રહસ્ય, પૂરી ઘટના વાંચીને તમને પણ લાગશે નવાઇ

આપણી આસપાસ કે આપણાથી દૂર કયારેક એવી ઘટનાઓ ઘટી જતી હોય છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે. આવી જ એક ઘટના આજથી 66 વર્ષ પહેલા જાપાનના એક એરપોર્ટ પર ઘટી હતી જે આજે પણ એક રહસ્ય બનેલી છે. અસલમાં ત્યાં એરપોર્ટ પર એક શખ્સ આવ્યો હતો જે પોતાને એક એવા દેશનો નાગરિક ગણાવી રહ્યો હતો જે દેશ દુનિયામાં ક્યાંય છે જ નહિ. એટલું જ નહિ જયારે તેને એક ઓરડામાં પુરી દેવામાં આવ્યો તો ત્યાંથી પણ તે રહસ્યમયી રીતે ગાયબ થઇ ગયો હતો અને ત્યારબાદ તે ક્યારેય ન દેખાયો.

 

image source

આ ઘટના ટોક્યોના હેંનેડા એરપોર્ટ પર જુલાઈ 1954 ની એક બપોરે સાડા બાર વાગ્યે ઘટી હતી. એ સમયે એરપોર્ટ પર એક યુરોપીય વિમાન લેન્ડ થયું. વિમાનમાં સવાર યાત્રીઓ નીચે ઉતર્યા અને એરપોર્ટના અધીકારીઓ તેઓની વારાફરતી ચેક આઉટ કાઉન્ટર પર રાબેતા મુજબની તપાસ કરી રહ્યા હતા. આ દરમિયાન અધિકારીઓને એક એવો પાસપોર્ટ જોવામાં આવ્યો જે જોઈ તેઓ હેરાન રહી ગયા.

image source

આ યાત્રી પાસપોર્ટ પર ” ટોરેડ ” નામના એક દેશનું નામ લખેલું હતું. તપાસનીસ અધિકારીઓએ તો આવા દેશનું નામ પહેલા ક્યારેય સાંભળ્યું પણ ન હતું. તેને આ યાત્રી શંકાસ્પદ લાગતા તેને સુરક્ષા અધિકારીઓને બોલાવ્યા અને તેની પૂછપરછ કરવામાં આવી. તેને અલગ ઓરડામાં લઇ જવામાં આવ્યો અને તેને જાપાન આવવાનું કારણ પૂછવામાં આવ્યું તો તેણે એવો જવાબ આપ્યો કે તે એક વેપારી છે અને વ્યવસાય સંબંધિત કામકાજ માટે જાપાન આવ્યો છે.

image source

જયારે સુરક્ષા અધિકારીઓએ તેના પાસપોર્ટ પર ” ટોરેડ ” દેશનું નામ જોયું તો તેઓ પણ આશ્ચર્યમાં પડી ગયા. અને આવા દેશ અંગે જયારે તેણે એ યાત્રીને પૂછ્યું તો તેણે એવો જવાબ આપ્યો કે આ પાસપોર્ટ સાથે તેની આ પહેલી વિમાનયાત્રા નથી આ પહેલા પણ આ જ પાસપોર્ટ પર તે યુરોપના કેટલાય દેશોમાં ફરી આવ્યો છે. અધિકારીઓને પણ નવાઈ લાગી કારણ કે તેના પાસપોર્ટમાં અનેક દેશોના સિક્કાઓ લાગેલા હતા અને તે પણ અસલી સિક્કા હતા. તેમ છતાં એ યાત્રી એ માનવ તૈયાર ન હતો કે તે જે ” ટોરેડ ” દેશનો વતની છે તે દુનિયામાં ક્યાંય છે જ નહિ.

image source

અંતે સુરક્ષા અધિકારીઓએ એક યુક્તિ કરી અને વિશ્વનો નકશો બતાવીને યાત્રીને પોતાનો ” ટોરેડ દેશ ઓળખી બતાવવા કહ્યું. નકશો જોઈ એ યાત્રીએ ” અંડોરા ” દેશ પર આંગળી મૂકી કહ્યું આ તેનો દેશ છે પરંતુ તેણે એમ પણ કહ્યુ કે નકશામાં તેના દેશનું નામ ખોટું લખાયેલું છે અને અંડોરા ના બદલે સાચું નામ ટોરેડ જ લખાવવું જોઈતું હતું. આ સાંભળીને સુરક્ષા અધિકારીઓ વધુ વિમાસણમાં મુકાયા કે આ યાત્રી આખરે એક કાલ્પનિક દેશને સાચો સાબિત કરવા કેમ મથી રહ્યો છે. પરંતુ તેના વિઝા અને અન્ય સામાન ચકાસતા જણાયું કે તે કાલ્પનિક દેશ સિવાય વધુ સાચું બોલી રહ્યો હતો.

image source

હવે તે યાત્રીની અસલ હકીકત જાણવા અધિકારીઓએ છેલ્લો રસ્તો અપનાવ્યો અને તે હતો તેના વ્યાપાર અંગેની પૂછપરછ. અધિકારીઓએ પૂછતાં તેણે એ કંપનીનું નામ જણાવ્યું જ્યાં તેને જવાનું હતું અને એ હોટલ વિશે પણ જણાવ્યું જ્યાં તે રોકાવાનો હતો. અધિકારીઓએ જ્યારે એ કંપની અને હોટલમાં પૂછપરછ કરી તો તેઓએ આવા કોઈ માણસને ન ઓળખતા હોવાની વાત કરી.

હવે અધિકારીઓને શંકા ગઈ કે આ યાત્રી અસલમાં કોઈ ગુનેહગાર વ્યક્તિ છે અને અહીં તે અહીં તે પોતાનો કોઇ ખાસ મનસૂબો પાર પાડવા માટે આવ્યો છે. આથી પોલીસે તેનો સામાન જપ્ત કરી લીધો અને તેને એક હોટલના ઓરડામાં પુરી દેવામાં આવ્યો.

image source

બીજા દિવસે સવારે જ્યારે પોલીસે હોટલના ઓરડાને ખોલ્યો તો આશ્ચર્યજનક રીતે એ યાત્રી ગાયબ થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે ઓરડાની બહાર કડક પોલીસ જાપ્તો હોવા છતાં એ યાત્રી પોતે તો ગુમ થયો પણ પોતાની સાથે તેનો પાસપોર્ટ અને વિઝા સહિતનો સામાન પણ લઈ ગયો હતો.

image source

આ ઘટનાને લઈને અનેક પ્રકારની વાતો પ્રચલિત થઈ. કોઈ એમ કહેતું કે તે રહસ્યમયી વ્યક્તિ હતો અને બીજા કોઈ ગ્રહમાંથી આવ્યો હતો. વળી કોઈ એમ કહેતું કે સમયયાત્રા કરી ભૂલથી આવી ગયો હતો અને જ્યારે તેનો ભેદ ખુલવા પર આવ્યો એટલે તે ગાયબ થઈ ગયો. જો કે એ વ્યક્તિ ક્યાં ગયો એ 66 વર્ષથી રહસ્ય બનેલું છે. આ ઘટના પર ” ડાયરેક્ટરી ઓફ પોસીબીલીટીઝ ” નામનું પુસ્તક પણ લખાયું છે.