કોરોનાના કારણે 7 મહિના સુધી ગાંધીનગરનો યુવાન ફસાયેલો રહ્યો મધદરિયે, બોટમાં બેસીને આવ્યો કિનારે, ખાવા-પીવામાં પડી અનેક તકલીફો, વાંચો શેર કરેલા અનુભવો તમે પણ

કોરોનાના કારણે ગાંધીનગરનો યુવાન ફસાયો મધદરિયે – 7 મહિના સુધી રહ્યો ફસાયેલો – તોફાનોનો પણ કરવો પડ્યો સામનો

સમગ્ર દેશ તેમજ દુનિયામાં કોરોના વાયરસની મહામારી યથાવત છે ડિસેમ્બર મહિનાથી ચીનના વુહાનથી કોરોના વાયરસનો ફેલાવો શરૂ થઈ ગયો હતો અને હવે આ ફેલાવો લગભગ દુનિયાના મોટા ભાગના વિસ્તારોમાં થઈ ગયો છે. હજુ સુધી તેની કોઈ રસી કે દવા પણ નથી શોધાઈ અને ભારતમાં કોરોના સંક્રમિતોનીં સંખ્યા ઉત્તરોત્તર વધતી જઈ રહી છે.

આ દરમિયાન સમગ્ર દુનિયાના વિવિધ દેશોમાં લોકડાઉન રાખવામાં આવ્યું હતુ. અને જેના કારણે લોકો જ્યાં હતા ત્યાં ફસાઈ ગયા હતા. અને સમુદ્રમાં સફર ખેડવા નિકળેલા જહાજોએ પણ જ્યાં હોય ત્યાં જ અટકી જવાનો વારો આવ્યો હતો. અને તેમાં સેંકડો લોકો ફસાયા હતા. જેમાં આપણા ગુજરાતનો એક યુવાન પણ શામેલ છે. 26 વર્ષિય રવિ હિરેનભાઈ શાહ મર્ચન્ટ નેવીમાં અધિકારી છે, અને તેઓ એક પ્રાઈવેટ શિપિંગ કંપનીમાં કામ કરે છે. તેઓ પોતાની ફરજ પર 13મી નવેમ્બર 2019ના રોજ નીકળ્યા હતા. તેમણે સતત 3 મહિના દરિયાઈ સફ ખેડવાની હતી. 15 નવેમ્બરે તેમની આ સફર શરૂ થઈ હતી. અને ત્રણ મહિનાની સફર ખેડીને 15 માર્ચે તેમણે શ્રીલંકા થઈને ભારત પરત ફરવાનું હતું.

પણ આ દરમિયાન કેરોનાએ પોતાની અસર સમગ્ર વિશ્વમાં દેખાડવા માંડી હતી. અને ભારત પહેલા યુરોપના ઘણા બધા દેશોમાં લોકડાઉન લાગુ પાડવામાં આવ્યું હતું. અને ત્યાર બાદ ભારતમાં પણ લોકડાઉન જાહેર કરવામા આવ્યું અને રવિ ત્યાં જ ફસાઈ ગયા. તેમણે ભારત પાછા આવવા માટે ખૂબ પ્રયાસ કરવો પડ્યો હતો અને ઘણું જોખમ પણ ખેડવું પડ્યું હતું. પણ છેવટે તેમની મહેનત ફળી હતી અને 11 જૂન 2020ના રોજ તેઓ પોતાના ઘરે ગાંધીનગર પાછા આવી શક્યા. ત્યાર બાદ તેમણે પોતાની આ તકલીફ ભરેલી મુશ્કેલીઓ વિશેની કેટલીક માહિતી શેર કરી હતી.

તેઓ પોતાની રોમાંચક મુસાફરી વિષે જણાવતા કહે છે

image source

સામાન્ય રીતે શીપ પરની નોકરીના કોન્ટ્રાક્ટ ત્રણ મહિનાના હોય છે. તેમનો કોન્ટ્રાક્ટ ફેબ્રુઆરીમાં પુરો થવાનો હતો, પણ તેમાં એક મહિનાનો ઉમેરો પહેલેથી જ થઈ ગયો હતો. છેવટે જ્યારે તેઓ શ્રીલંકા પહોંચ્યા ત્યાં સુધીમાં ભારતમાં લોકડાઉન જાહેર કરવામાં આવી ચૂક્યું હતું અને બધા એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. માટે તેમણે પોતાનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ પણ એટલે કે માર્ચ મહિનાથી અત્યાર સુધી શીપ પર જ રહેવું પડ્યું હતું. હવે ત્રણ મહિનાનો કોન્ટ્રાક્ટ લંબાઈને 7 મહિનાનો થઈ ગયો હતો. કોન્ટ્રાક્ટ લંબાતા અને સતત શીપમાં જ રહેવું પડતું હોવાથી તમારે તમારા ફાળે આવતું કામ પણ કરવું પડતું હોય છે.

image source

તેઓ જણાવે છે કે તેમનું શીપ શ્રિલંકાથી, સિંગાપોર ગયું ત્યાર બાદ કોરિયા આવ્યું અને ફરતું ફરતું શીપ જ્યારે ઇંગ્લીશ ચેનલ પર પહોંચ્યુ ત્યારે તેમને ભારત સરકારના વંદે ભારત મિશન વિષે ખબર પડી. ખબર પડતાં જ તેમણે પોતાની સીટ બૂક કરાવવા માટે રસ્તામાં આવતા દરેક દેશો જેમ કે બેલ્જિયમ, ઇટાલી, રોમ, કોપનહેગન, લંડન વિગેરે જગ્યાએ આવેલી ભારતીય એમ્બેસિમાં ઇ-મેઇલ કર્યા. છેવટે એક અઠવાડિયા બાદ તેમને ત્રણ લોકોને ડબલીન ખાતેની ભારતની એમ્બેસિ તરફથી જવાબ મળ્યો. અને તરત તેમણે ઓનલાઈ પૈસા ભરી ટીકીટ બુક કરાવી. પણ મુશ્કેલી એ હતી કે તેઓ જ્યાં હતાં ત્યાંથી ડબલીન 2 હજાર કીલોમીટર દૂર હતું.

image source

તેમનું બૂકીંગ તો થઈ ગયું હતું પણ હવે તેમને પોતાની કંપનીને તેના માટે મનાવાની હતી. કારણ કે રિલિવર આવ્યા વગર તેઓ શીપમાંથી બહાર ન જઈ શકે. પણ છેવટે શીપના કેપ્ટને એન્કર ફાલમાઉથમાં નાખવાની પરવાનગી મેળવી. બીજી બાજુ કંપનીએ ક્રોએશિયાથી પાંચ રિલિવરને લંડન બોલાવ્યા હતા જેઓ લંડનથી ફોલમાઉથ અને ત્યાંથી બોટ લઈને શીપ પર આવ્યા હતા. પણ આ દરમિયાન ઘણો બધો સમય પસાર થઈ ગયો. અને તેમના પર 31મી મેની રાત્રે ડબલીનની ભારતીય એમ્બેસી તરફથી સંદેશ આવ્યો કે ફ્લાઈટ તેવા ભારતીયો માટે હતી જે આયર્લેન્ડમાં ફસાયા હતા. માટે તેમને હવે તે ફ્લાઇટ પર ચડવાની પરમિશન નહીં મળે.

ત્યાર બાદ તેમના શિપના કેપ્ટને ત્યાંના એમ્બેસેડર સાથે ફોન પર વાત કરી, ત્યાર બાદ તેમના માતાપિતાએ મંત્રી મનસુખ માંડવિયા સુધી તેમની વાત પહોંચાડી તે પણ એક અન્ય સંબંધીએ પુરુષોત્તમ રૂપાલા સાથે વાત કરી. છેવટે તેમને તે જ ફ્લાઈટમાં બેસવાની મંજૂરી મળી ગઈ.

આટલાં વિઘ્નો પુરતા ન હોય તેમ તેઓ ડબ્લિનમાં ઇમિગ્રેશનમાં ફસાઈ ગયા.

image source

તેમના કામમાં એક પછી એક વિઘ્નો આવ્યા કરતા હતા. તેમણે જ્યારે શિપમાંથી ઉતરવાનું હતું તે દિવસે વાતાવરણ ખરાબ થઈ ગયું અને સમુદ્રમાં બોટ પણ સરખી રીતે ઉભી રહી શકે તેવી સ્થિતિમાં નહોતી. છેવટે મહાપરાણે ખરાબ વાતાવરણમાં તેઓ બોટમાં બેઠા અને બે કલાકે કિનારા સુધી પોહંચ્યા. ત્યાંથી તેમણે 6 કલાકની માર્ગ મુસાફરી કરીને લંડન પહોંચવાનું હતું.

અને ત્યાં પહોંચ્યા બાદ તેમણે તરત જ લંડનથી ડબલિન જતી ફ્લાઇટ પકડી અને સુરક્ષિત રીતે ડબલિન પહોંચી ગયા. ડબલિન પહોંચતા સંદેશ મળ્યો કે ફ્લાઇટ 24 કલાક મોડી છે. ડબલિન પહોંચ્યા ત્યારે ત્યાં એરપોર્ટ, ટેક્સી બધું બંધ થઈ ગયું હતું, તો વળી બીજી તરફ કોઈ હોટેલમાં પણ રાતવાસા માટે જગ્યા મળે તેમ નહોતી અને તે સિવાય તેમનું ઇમિગ્રેશન પણ ક્લિયર થાય તેમ નહોતું. છેવટે તેમને એક હોટેલમાં બે રૂમ મળી ગયા અને ત્યાંના બે દિવસના વિઝા પણ મળી ગયા.

દાળભાત પર કાઢ્યા આટલા બધા દિવસો

છેવટે તેઓ ભારત આવતી ફ્લાઇટમાં બેસી ગયા. પણ તે પહેલા કોરોનાના કારણે તેમને કંઈ ખાવા માટે મળી નહોતું શક્યું. તો બીજી બાજુ તેમને પેતાની સીટ પરથી પણ ઉભા થવાની પરમીશન નહોતી. છેવટે તેઓ હેમખેમ મુંબઈમાં પહોંચી ગયા પણ ત્યાં પણ તેમણે હજુ 7 દિવસ ક્વોરેન્ટાઇનમાં કાઢવાના હતા. ત્યાં તેમનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો જે નેગેટિવ આવ્યો હતો ત્યાર બાદ તેમનો ટ્રાવેલ પાસ બનાવવામાં આવ્યો. છેવટે તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા અને ત્યાં તેમને ગાંધીનગર પોતાના ઘરે જવા માટે ગાડી લેવા આવી પહોંચી હતી. છેવટે સાત મહિને તેઓ પોતાના માતાપિતાને મળી શક્યા. તેમણે ઘરે પણ 7 દિવસ સુધી ક્વોરેન્ટાઇન રહેવાનું હતું. પણ આ સાત મહિના દરમિયાન તેમણે ખોરાક માટે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. કારણ કે આખા શિપમાં તેઓ એક માત્ર વેજિટેરિયન હતા, અને ત્યાં ક્યાંય તાજા શાકભાજી ન હોવાથી તેમણે દાળ-ભાત ખાઈને જ ચલાવવું પડતું હતું.

image source

રવિભાઈની જેમ બીજા ઘણા લોકોએ કોરાનાની મહામારીના કારણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ગરીબ માણસથી માંડીને સામાન્ય માણસ સુધી બધાએ આ દરમિયાન વધતા ઘટતા પ્રમાણમાં અગવડ ભોગવવી પડી છે. અને આજે પણ ઘણા લોકો મુશ્કેલીઓનો સામનો કરી જ રહ્યા છે.

કોરોનાના સંક્રમણના તાજેતરના આંકડા જોઈએ તો હાલ સમગ્ર વિશ્વમાં 8.24 મિલિયન સંક્રમીતો છે. અને 4.46 લાખ લોકોના તેનાથી મૃત્યુ નિપજ્યા છે. ભારતમાં સંક્રમિતોનો આંકડો 3.81 લાખને ઓળંગી ગયો છે અને મૃતકોની સંખ્યા 12,573 પર પહોંચી ગઈ છે. જ્યારે રીકવર્ડ લોકોની સંખ્યા 2.05 લાખની છે જે એક હકારાત્મક બાબત છે. અને ગુજરાતમાં દિવસેને દિવસે સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. હાલ ગુજરાતમાં 25093 લોકો સંક્રમિત છે. અને 1506 લોકોના કોરોનાના સંક્રમણથી મૃત્યુ થયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.