જાણો કોરોના વાયરસથી બચવા કઇ 2 બાબતોનુ રાખવુ જોઇએ ખાસ ધ્યાન…
કોરોના વાયરસથી બચવું છે? તો અપનાવો આ ૨ બાબતો

ભારત સહિત ગુજરાતમાં કોરોના વાઈરસના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. જીવલેણ કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા માટે મોદી સરકાર દ્વારા ૧૭મી મે સુધી રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. હકીકતમાં લૉકડાઉનના પગલે દેશમાં જરૂરી સેવાઓ પૂરી પાડતા વાહનોને છૂટ આપવામાં આવી છે. એમાં પણ ગુજરાતમાં સૌથી વધુ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે, ત્યારે શહેરના અનેક વિસ્તારોને ક્લસ્ટર ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, તો કેટલાક વિસ્તારોને બફર ઝોન બનાવવામાં આવ્યા છે. કોરોના વાયરસ મુદ્દે વૈજ્ઞાનિકોએ મોટો દાવો કર્યો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, માસ્ક પહેરવાથી અને સોશિયલ ડિસ્ટંન્સિંગથી કોરોનાને રોકી શકાશે. આ બે વાતોનું ધ્યાન રાખવાથી કોરોનાનું સંક્રમણ ૮૦ ટકા ઘટી શકશે તેવું વૈજ્ઞાનિકોનું કહેવું છે.
કોરોનાનું સંક્રમણ માત્ર માસ્ક અને સોશિયલ ડિસ્ટેન્સિગથી ઘટાડી શકાય છે

જાપાનમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું હોવાનો દાવો કરાયો છે. કેલિફોર્નિયાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, જાપાનમાં પહેલાથી જ માસ્ક પહેરવાનું ચલણ છે. જ્યારે હવે જાપનમાં સોશિયલ ડિસ્ટંસિંગનુ પણ ચુસ્ત પાલન થઈ રહ્યું છે. જેના કારણે કોરોનાની અસર ઘટી ગઇ છે.
સંશોધન કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં કરાયુ
કેલિફોર્નિયા યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય કોમપ્યુટર વિજ્ઞાન સંસ્થાન અને હોંગકોંગના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકરણ વિશ્વ વિદ્યાલયના સંશોધન અને વૈજ્ઞાનિકોના મોડલ પર આ સંશોધન આધારિત છે. મુખ્ય સંશોધક ડોક્ટર ડેકાઇ વુનું કહેવું છે કે, માસ્કની અનિવાર્યતાના આધાર પર કોરોનાની મહામારી વધે નહી પણ ઘટે છે.
ક્યારેય લૉકડાઉન જાપાનમાં કરાયુ નથી

૬ માર્ચે જાપાનમાં કોરોના વાયરસને કારણે માત્ર ૨૧ લોકોનાં મોત નીપજ્યાં હતાં. તે જ દિવસે, યુ.એસ.એમાં કોરોનાથી ૨,૧૨૯ લોકોનાં મોત થયાં, જે જાપાનમાં મૃત્યુ કરતાં દસ ગણા વધારે છે. આથી જાપાનમાં ક્યારેય લોકડાઉન કરાયુ જ નથી.
જાપાનમાં માસ્ક પહેરવામાં લોકો પહેલેથી જ જાગ્રુત હાલમાં જાપાનમાં પણ નવા કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે, જ્યારે કોરોનાના કેસો આખા વિશ્વમાં બમણા વધી રહ્યા છે. આની પાછળનું કારણ એ છે કે જાપાનમાં પહેલેથી જ માસ્ક પહેરવાની સંસ્કૃતિ છે.
પહેલો અને છેલ્લો ઉપાય માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ

પેરિસના ઇકોલે ડે ગુએરેએ અભ્યાસમાં મદદ કરીને જણાવ્યું કે, માત્ર માસ્ક પહેરવાથી અને સોશિયલ ડિસ્ટેન્સિંગ જ એવા ઉપાયો છે જેના કારણે કોરોના વાયરસથી બચી શકાય છે. જ્યાં સુધી તેની કોઇ વેક્સિન કે દવા ન બને ત્યાં સુધી કોરોના સાથે આવી રીતે જ લડવું પડશે.
કોરોના વાયરસ માટે સરકાર દ્વારા કેટલીક જણાવવામાં આવ્યા સાવધાનીના પગલાઓ:-
– સ્વચ્છ રહો અને તમારી આસ-પાસ ગંદકી ન ફેલાવા દો. આશરે ૨૦ સેકન્ડ સુધી સાબુથી સારી રીતે હાથ સાફ કરો.
– ૧ લીટર ગરમ પાણીમાં મુસ્તા, પર્પટ, ઉશીર અને ચંદન જેવી વસ્તુઓ ભેળવીને બોટલમાં રાખી લો અને તરસ લાગે ત્યારે પીવો.
– આંખ, નાક કે મોઢા પર હાથ લગાવ્યા બાદ તુરંત હાથ ધોવો.

– રોગી વ્યક્તિના સંપર્કમાં આવવાથી બચો.
– ઉધરસ કે છીંકતા સમય પર મોઢા પર હાથ જરૂર રાખો. ત્યારબાદ સાબુથી હાથને સારી રીતે ધોઈલો.
– જાહેર સ્થળ અને કાર્ય સ્થળ સિવાય બહાર ફરતા સમયે મોઢા પર N-95 માસ્ક જરૂર પહેરો.
source:- dailyhunt
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.