90 વર્ષની આ મહિલા 43 વર્ષ પછી પોતાના પરિવારને મળી, એ પણ ગુગલ અને વોટ્સએપની મદદથી
૯૦ વર્ષની આ મહિલા ૪૩ વર્ષ પછી પોતાના પરિવારને પછી મળી, એ પણ ગુગલ અને વોટ્સએપની મદદથી
હાલમાં જ્યારે કોરોના વાયરસ મહામારીના કારણે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઇ ગયું છે, ત્યારે આવા સમયે સોશિયલ મીડિયા જ એકમાત્ર સાધન છે પોતાના અંગત લોકો સાથે જોડાયેલા રહેવા માટે. જ્યારે આખુય ભારત કોરોના સામે લડી રહ્યું છે ત્યારે એક સારી ખબર સામે આવી રહી છે. ઘણી વાર આપણને એ વાતનો અહેસાસ થાય છે કે અમુક કિસ્સાઓમાં સોશિયલ મીડિયા અને ગુગલ વરદાન જેવા સાબિત થાય છે. મહારાષ્ટ્રમાં તો ગુગલ અને વોટ્સની સહાયથી ૪૩ વર્ષ પછી એક ૯૦ વર્ષની ઘરડી મહિલાને પોતાનો પરિવાર મળી ગયો છે. આ ઉમરમાં જ્યારે જીવનના અંતિમ પડાવમાં છે, ત્યારે પરિવારને મળીને એમની ખુશીનો પર નથી રહ્યો.
૪૩ વર્ષે ૯૦ વર્ષની ઉમરે પોતાને ગામ આવ્યા
ખરેખર મહારાષ્ટ્રની રહેવાસી પંચુબાઈ ૪૩ વર્ષથી વધુ સમય માટે ખાન પરિવારમાં અચ્ચન મૌસી બનીને રહી હતી, પણ હવે ગુગલ અને વોટ્સએપની મદદથી તે ૪૩ વર્ષ પછી ફરી પોતાના પરિવારને મળી શકી છે. એમનો પૌત્ર મહારાષ્ટ્રથી બુંદેલખંડ પોતે એમને લેવા પહોચ્યો હતો. એ પોતાના પૌત્ર પૃથ્વી કુમાર શિંદે સાથે ૯૦ વર્ષની ઉમરે પોતાને ગામ પાછા આવ્યા છે. આ પંચુબાઈને બુંદેલખંડમાં અચ્ચન મૌસી નામથી લોકો જાણતા હતા એ દમોહ જીલ્લાના કોટા તાલ ગામમાં ઈસરાર ખાન સાથે રહેતી હતી.
ગુગલ, વોટ્સએપની મદદથી પંચુબાઈના પૌત્રને શોધી લીધો

ઈસરાર ખાનને પાછળના મહીને લોકડાઉન દરમિયાન જ અ વાતની જાણ થઇ હતી કે એમની આ અચ્ચન મૌસી વાસ્તવમાં મહારાષ્ટ્રના છે. આપને જણાવી દઈએ કે ઈસરાર ખાને ગુગલ અને વોટ્સએપની મદદથી પંચુબાઈના પૌત્રને શોધી લીધો હતો. મહારાષ્ટ્રના અમરાવતી જીલ્લાના એક ગામમાં બુંદેલખંડ ક્ષેત્રથી દમોહ સુધી લગભગ ૫૦૦ કિલોમીટર દુર સુધી કેવી રીતે પહોચી ગઈ હતી એ કોઈ નથી જાણતું. ઈસરાર ખાનના પિતા ટ્રક ડ્રાઈવર હતા અને એમણે પંચુબાઈને ત્યારે જોયા હતા જ્યારે મધમાખીના ઝુંડે એમના પર હમલો કર્યો હતો.
પંચુબાઈ ખરાબ હાલતમાં મળ્યા હતા

ઈસરાર ખાને આ અંગે જણાવ્યું હતું કે ૪૩ વર્ષ પહેલા જ્યારે પિતા સ્વર્ગીય નુર ખાન પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે એમને પંચુબાઈ ખરાબ હાલતમાં મળ્યા હતા. મધમાખીના ડંખથી થનારી વેદનામાંથી રાહત મળે એ માટે એમણે કેટલીક ઔષધી આપી હતી. ખાને કહ્યું કે એમના પિતાએ થોડાક દિવસ પછી પણ એમને સડકના કિનારે જોયા અને એમને એમના ઘર અંગે પૂછ્યું પણ પંચુબાઈ કાઈ કહી શકી નહિ. ત્યારબાદ નુરખાન એમને પોતાના ઘરે લઇ આવ્યા હતા.
ઘણીવાર ગામ શોધવાની કોશિશ કરી

૪૩ વર્ષથી તે અમારા ઘરે જ રહે છે, હવે તે અમારા અને અમારા આખાય ગામની અચ્ચન મૌસી બની ગઈ છે. ઈસરાર ખાને કહ્યું કે આ નામ એમને મારા પિતાએ આપ્યું હતું. કારણ કે તેઓ ઘણીવાર મરાઠી બોલતા હતા. મારા પિતાએ અને ત્યારબાદ મેં અને મારા મિત્રોએ ઘણીવાર એમનું ગામ શોધવાની કોશિશ કરી હતી, પણ અમને સફળતા મળી ન હતી. કદાચ અમને કોઈ સુરાગ મળતો ન હતો અથવા અમે એમની વાત સમજવામાં જ કોઈ ભૂલ કરી રહ્યા હતા.
વોટ્સએપ દ્વારા તસ્વીર મોકલીને મદદ માંગી
જો કે ૪ મેના દિવસે લોકડાઉન દરમિયાન જ્યારે ખાન પરિવારમાં બધા જ સાથે બેઠા હતા ત્યારે મૌસીએ જે કાઈ પણ વાત કરી એને અમે ફોન પર રેકોર્ડ કરી હતી અને આ ટેપ સાંભળીને અમને એક કડી મળી. આ વાતચીતમાં મૌસીએ ખાનામ નગર શબ્દ કહ્યો હતો. મેં તપાસ કરી તો મને અમરાવતી જીલ્લામાં ખાનમ નાગર પંચાયત મળી હતી. ગુગલની મદદથી મને ખાનામ નગરના એક કિયોસ્ક માલિક અભિષેકનો ફોન નંબર મળ્યો. અને એની સાથે વાત કરીને આસપાસમાં ગામમાં વોટ્સએપ દ્વારા મૌસીની તસ્વીર બધાને મોકલીને મદદ માંગી હતી.

ચોકીમાં દાદીના ખોવાયાની રીપોર્ટ લખાવી હતી
જ્યારે અભિષેકે મને કહ્યું કે ગામના એક પરિવારે આ મૌસીની ઓળખ પંચુબાઈના નામે આપી છે અને તે પૃથ્વી કુમાર શિંદેની દાદીમાં છે તો આ જાણીને અમે ખુશીથી ઝૂમી ઉઠયા હતા. ત્યાર બાદ શિંદેએ ખાન સાથે સંપર્ક કર્યો હતો. આ દરમિયાન એમને જણાવ્યું કે પંચુબાઈએ ૨૦૦૫માં એમના પતિ તેજપાલ અને ત્રણ વર્ષ પહેલા દીકરા ભાઈલાલને ગુમાવી દીધા છે. જો કે આ દરમિયાન શિંદેએ જણાવ્યું હતું કે મારા દાદા અને પપ્પાએ દાદીના મળવાની આશાઓ ખોઈ દીધી હતી. જો કે મારા દાદાએ પોલીસ ચોકીમાં દાદીના ખોવાયાની રીપોર્ટ પણ લખાવી હતી.
હું મારા અભીભાવકને ખોઈ રહ્યો છું
જો કે દાદીને મળ્યા પછી પૌત્ર પૃથ્વીએ કહ્યું કે હું હંમેશા સ્વર્ગીય નુર ખાન અને એમના દીકરા ઈસરાર ખાનનો આભારી રહીશ જેમણે મારી દાદીને માત્ર આશ્રય જ નથી આપ્યો પણ એમને ઘરના સભ્ય સમજીને એમની જવાબદારી પણ નિભાવી છે. આજે હું નુર ખાન અને ઈસરાર ખાનના કારણે જ મારી દાદીને જોઈ શક્યો છું. જો કે પંચુબાઈના જવાથી ખાન અને એમના પરિવારના લોકો દુઃખી છે. ઈસરાર ખાને આ નાગે કહ્યું હતું કે “હું બાળપણથી જ અચ્ચન મૌસીને પોતાના અભીભાવકના રૂપમાં જોતો આવ્યો છું, મને એ વાતની ખુશી છે કે અંતે એમને એમનો પરિવાર પાછો મળી ગયો. જો કે મને એ વાતનું દુખ પણ છે કે હું પોતાના એક અભીભાવકને ખોઈ રહ્યો છું.
Source: OnlyNews24
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.