જાણો આ અલગ-અલગ 10 પાંદડાઓ વિશે, જેનું હિન્દૂ ધર્મમાં છે ખૂબ મહત્વ, જે દૂર કરે છે જીવન આવતી અનેક તકલીફોને

હિંદુ ધર્મમાં આ ૧૦ શુભ પાંદડાઓનું છે ખાસ મહત્વ, જેનાથી બની જાય છે કેટલાક બગડતા કામ.

આમ તો હિંદુ ધર્મમાં પુજાના કામમાં ઘણી બધી સામગ્રીઓ ઉપયોગમાં લેવામાં આવે છે. પુજાના ઉપયોગમાં લેવાતી દરેક વસ્તુને પોતાનું અલગ ખાસ મહત્વ ધરાવે છે મોટાભાગે કે પછી એવું જ કહેવામાં આવે છે કે, લગભગ દરેક પુજાના કાર્યોમાં કોઈને કોઈ પ્રકારના પાંદડાઓનો જરૂરથી ઉપયોગ કરવામાં આવે જ છે. હિંદુ ધર્મમાં કેટલાક વિશેષ પાંદડાઓનું ઘણું મહત્વ માનવામાં આવે છે. આ પાંદડા એવા છે જેમને શુભ અને પવિત્ર માનીને તેમનો પૂજામાં ઉપયોગ કરવામાં આવે છે. આવા જ કેટલાક વિશેષ પાંદડાઓ વિષેની જાણકારી અમે આપને જણાવીશું.

-તુલસી પાન:

image source

ભગવાન વિષ્ણુને સૌથી પ્રિય છે તુલસીના પાન. ભગવાન વિષ્ણુને જયારે ભગ લગાવવામાં આવે છે કે પછી તેમને જળ અર્પણ કરવામાં આવે છે તો તેમાં એક તુલસીનું પાન રાખવું જરૂરી હોય છે. તુલસીના પાનનું સેવન કરવાથી કોઇપણ પ્રકારના રોગ અને શોક થશે નહી. તુલસીના પાનને સાંજના સમયે તોડવા નહી અને કોઈ રજસ્વલા મહિલાની તુલસીના છોડ પર પરછાઈ પણ પડવી જોઈએ નહી. દુષિત પાણીમાં તુલસીના કેટલાક તાજા પાન નાખવાથી પાણીનું શુદ્ધિકરણ કરી શકાય છે. તાંબાના લોટામાં એક તુલસીનું પાન નાખીને જ રાખવું જોઈએ. તાંબા અને તુલસી બંને જ પાણીને શુદ્ધ કરવાની ક્ષમતા રાખે છે.

-બીલીપત્ર:

image source

હિંદુ ધર્મમાં બીલી અથવા બેલ (બિલ્લા) પત્ર ભગવાન શિવની આરાધનાનું મુખ્ય અંગ છે એવું કહેવાય છે કે. ભગવાન શિવને બીલીપત્ર ચઢાવવાથી લક્ષ્મીની પ્રપ્તની થાય છે. ચોથ, આઠમ નોમ, ચૌદસ, અમાસ અને માસની સંક્રાંતિના દિવસે બીલીપત્રને તોડવા જોઈએ નહી. બીલીપત્રનું સેવન, ત્રિદોષ એટલે કે, વાત (વાયુ), પિત્ત (તાપ), કફ (શીત) અને પાચન ક્રિયાના દોષથી ઉત્પન્ન થતી બીમારીઓથી રક્ષણ કરે છે. બીલીપત્ર ત્વચાના રોગ અને ડાયાબીટીસના ખરાબ પ્રભાવ વધવાથી પણ અટકાવે છે અને તનની સાથે મનને પણ ચુસ્ત અને દુરસ્ત રાખે છે.

-પાનના પત્તા:

image source

પાનને સંસ્કૃતમાં તાંબુલ કહેવામાં આવે છે. પાનનો ઉપયોગ પૂજામાં કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં તો પાનના પાંદડાની વચ્ચે પાનના બીજ અને સાથે જ એક રૂપિયાનો સિક્કો રાખીને ભગવાનને ચઢાવવામાં આવે છે, જયારે ઉત્તર ભારતમાં પૂજાની સોપારીની સાથે એક રૂપિયાનો સિક્કો ચઢાવવામાં આવે છે. કલશ સ્થાપનામાં આંબાના પાન અને પાનના પાંદડાનો ઉપયોગ થાય છે. પ્રાચીનકાળમાં પાનનો ઉપયોગ રક્તસ્ત્રાવને રોકવા માટે કરવામાં આવતો હતો. પાનને ખાવાથી શરીરની અંદર ક્યાંય રક્ત સ્ત્રાવ થઈ રહ્યો હોય તો લોહી અટકી જાય છે.

-કેળાના પાન:

image source

કેળાના પાનને દરેક ધાર્મિક કાર્યમાં ઉપયોગ કરવામાં આવે છે. કેળાના ઝાડને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને કેળાનો ભોગ ધરાવવામાં આવે છે. કેળાના પાંદડામાં પ્રસાદ વહેચવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, સમૃધ્ધિ માટે કેળાના ઝાડની પૂજા યોગ્ય હોય છે. કેળા રોચક, મધુર, શક્તિશાળી, વીર્ય અને માંસ વધારનાર, નેત્રદોષમાં હિતકારક હોય છે. દક્ષિણ ભારતમાં કેળાના પાંદડા પર ભોજન પીરસવામાં આવે છે.

-આંબાના પાન.:

મોટાભાગે માંગલિક કાર્યોમાં આંબાના પાનનો ઉપયોગ મંડપ, કળશ વગેરે સજાવવાના કાર્યોમાં કરવામાં આવે છે. આંબાના પાનથી દરવાજા, દીવાર, યજ્ઞ વગેરે સ્થાનોને પણ સજાવવામાં આવે છે. તોરણ, વાંસના સ્તંભ વગેરેમાં પણ આંબાના પાંદડાને લગાવવાની પરંપરા છે. ઘરના મુખ્યદ્વાર પર આંબાના પાંદડાને લટકાવવાથી ઘરમાં પ્રવેશ કરનાર દરેક વ્યક્તિના પ્રવેશ કરવાની સાથે જ સકારાત્મક ઉર્જા પણ ઘરમાં આવે છે.

image source

આંબાના ઝાડના લાકડાનો ઉપયોગ સમિધાના રૂપમાં વૈદિક કાળથી જ કરવામાં આવી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે, આંબાના ઝાડની લાકડા, ઘી, હવન સામગ્રીમાં પ્રયોગ કરવાથી વાતાવરણમાં સકારાત્મકતા વધે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ મુજબ આંબાના પાનમાં ડાયાબીટીસને દુર કરવાની ક્ષમતા હોય છે. કેન્સર અને પાચન સાથે જોડાયેલ રોગમાં પણ આંબાના પાનને ગુણકારી હોય છે.

-સોમના પાન:

image source

સોમના પાંદડાને પ્રાચીન કાળમાં બધા દેવી અને દેવતાઓને અર્પણ કરવામાં આવતી હતી. જો કે વર્તમાન સમયમાં સોમની પાંદડીઓ ખુબ જ દુર્લભ થઈ ગઈ છે એટલા માટે તેનું પ્રચલન હવે રહ્યું નથી. સોમના વેલાઓ માંથી નીકળનાર રસને સોમરસ કહેવામાં આવે છે. ઉલ્લેખનીય વાત એ છે કે, સોમ નહી જ તો ભાંગ છે અને નહી કોઈ પ્રકારના નશાની પાંદડીઓ. સોમના વેલાઓને પર્વત શ્રુંખલાઓમાં મળી આવે છે.

-શમીના પાન:

image source

દશેરાના તહેવાર પર ખાસ કરીને સોના- ચાંદીના રૂપમાં વહેચવામાં આવતા શમીના પાંદડાઓ, જેને સફેદ કિકર, ખેજડી, સમડી, શાઈ,બાબલી, બલી, ચેત વગેરે પણ કહેવામાં આવે છે. હિંદુ ધર્મની પરંપરામાં સામેલ છે. આયુર્વેદમાં પણ શમીના વ્રુક્ષનું ખુબ મહત્વ જણાવવામાં આવ્યું છે. માન્યતા મુજબ બુધવારના દિવસે ગણેશજીને શમીના પાનને અર્પિત કરવાથી તિક્ષ્ણ બુદ્ધિ હોય છે. આની સાથે જ કલહનો નાશ થાય છે.

-પીપળાના પાન:

image source

પીપળાના પાનનું પણ હિંદુ ધર્મમાં ખાસ મહત્વ છે. જય શ્રીરામ લખીને પીપળાના પાંદડાઓની માળા હનુમાનજીને પહેરાવવાથી હનુમાનજી પ્રસન્ન થઈ જાય છે. પીપળાના પાંદડાના અન્ય કેટલાક ઉપયોગ પણ થાય છે. પીપળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનું નિવાસ માનવામાં આવ્યું છે. બ્લડ પ્રેશરમાં પીપળાના પાંદડા અત્યંત ગુણકારી હોય છે. શનિવારના દિવસે પીપળાના ઝાડની નીચે દીવો પેટાવવાથી આપના ઘરમાં સમૃદ્ધિ આવે છે.

-વડના પાન:

image source

હિંદુ ધર્મની માન્યતા મુજબ લોટના દીવા બનાવીને વડના પાંદડાઓ પર રાખીને તેને હનુમાનજીના મંદિરમાં રાખવામાં આવે છે જેનાથી આપને દેવા માંથી મુક્તિ મળી જાય છે. વડના પાનને પણ પૂજામાં અન્ય કેટલાક ઉપયોગ કરવામાં આવે છે.

-આંકડાના પાન:

image source

આંકડાના પાંદડાઓ પર શ્રીરામ લખીને હનુમાનજીને અર્પિત કરવામાં આવે છે. ભગવાન શિવજીને આ પાંદડાઓ પર ઓમ લખીને ચઢાવવાથી ધનની ક્યારેય પણ કમી થશે નહી. જખમમાં આ પાંદડાઓનો પ્રયોગ કરવામાં આવે છે પરંતુ આંકડાના પાન માંથી નીકળતું દૂધ આપના માટે ખુબ જ ઘાતક સાબિત થાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,