લોકડાઉનમાં ઘરે બેઠા દિવાલમાં પાડ્યુ કાંણુ, અને પછી અંદરથી નિકળ્યુ કંઇક એવુ કે જે જાણીને તમે પણ મુકાઇ જશો આશ્વર્યમાં

કોરોનાના ચેપને કારણે આખાય વિશ્વમાં અત્યારે અંધાધુંધી ફેલાયેલ છે. ઘણા દેશોમાં આંશિક અથવા સંપૂર્ણ લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે, લાખો લોકોને અત્યારે ક્વોરેન્ટાઇન પણ કરવામાં આવ્યા છે. ઘરોમાં પુરાયેલા લોકો સમય પસાર કરવા અવનવા કામ કરી રહ્યા છે. આ વખતે અમે આપને એક એવા જ વ્યક્તિ વિશે જણાવી રહ્યા છીએ, જેણે પોતાના ઘરની દીવાલમાં કાણું પાડવાનું શરુ કર્યું. આ પછી જે થયું એ જાણીને આપને પણ આશ્ચર્ય થશે.

Man finds secret 120-year-old tunnel under his house after ...
image source

ખરેખર, જ્યારે આ વ્યક્તિએ દિવાલમાં મોટુ કાણું પાડયું ત્યારે એના પાછળ એને એક ગુફા મળી આવી. માનવામાં આવી રહ્યું છે કે દીવાલ પાછળની આ ગુફા 50 વર્ષથી પણ વધુ જૂની છે. યુનાઇટેડ કિંગડમના ડેવોનમાં રહેતા, જેક બ્રાઉને ક્યારેય કલ્પનામાં પણ નહિ વિચાર્યું હોય કે સમય પસાર કરવા માટે એણે જે કામ કર્યું હતું એ એના જીવનનું સૌથી યાદગાર કાર્ય બની રહેશે.

image source

દીવાલમાં કાણું પડવાનું આ કારણ હતું :

જેક બ્રાઉન હાલમાં લોકડાઉનના કારણે પોતાના ઘરે જ સમય પસાર કરી રહ્યા હતા. આ સમયે, એની નજર ઘરની એક દિવાલ પર લગાવેલા પેચ પર ગઈ હતી, દિવાલ પર એને ત્યારે એક અલગ પ્રકારની રચના દેખાઈ. કુતુહલથી જેકે દિવાલની પાછળ શું હોઈ શકે છે, તે જાણવાનો નિર્ણય લીધો. આ પછી એણે દીવાલમાં કાણું પાડવાનું શરૂ કર્યું. થોડાક સમયમાં એણે દીવાલમાં એવું કાણું કરી નાખ્યું જેમાં સરળતાથી બીજી બાજુ જઈ શકાય.

image source

ત્યારબાદ જેક એ કાણામાં થઈને દીવાલની બીજી બાજુ ગયો. પણ એ આ જોઇને આશ્ચર્યમાં પડયો કે ત્યાં અંદર એક મોટો એવો ખાલી ભાગ હતો. જેકે જે જગ્યા શોધી હતી એ વાસ્તવમાં એક જૂની ગુફા હતી, જેને પ્લાયવુડ અને ન્યુઝપેપર ઉપર કલર કરીને ઢાંકી દેવામાં આવી હતી. આ ગુફા ૫૦ વર્ષ કરતા જૂની છે.

જેક બ્રાઉને આ અંગે શું કહ્યું ?

ગુફા મળ્યા પછી આશ્ચર્યમાં પડેલા જેકે કહ્યું કે ઉત્સુકતા અને કંટાળાજનક સમય મારા માટે સારો સાબિત થયો, જેના કારણે મેં દીવાલમાં કાણું પાડયું. જ્યારે મેં બે કાણા પૂર્ણ કર્યા, એક જોવા માટે અને બીજું બેટરી દ્વારા અજવાળું કરવા. અને પછી જયારે મેં જોયું તો અનુભવ્યું કે આ તો એક ગુફા હતી.

Man finds a secret 120-year-old tunnel underneath his house ...
image source

દીવાલમાં કાણું પાડયા પછી જેક ગુફામાં ઉતરી ગયા અને એમણે ચારેતરફ ધ્યાનથી જોયું. આ ગુફામાં એમને અલગ અલગ સમયના બિલ્ડરો દ્વારા સર્જાયેલ મટેરિયલ પણ જોવા મળ્યું. જ્યારે જેકે વધુ શોધખોળ કરી તો એમને સમજાયું કે આ એમના અંદાજ કરતા પણ વધુ જૂની અને મોટી ગુફા હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.