આ પવિત્ર યાત્રા ધામમાં ભક્તોની રહે છે ભારે ભીડ, જ્યારે માતાની રક્ષા કરવા રોજ રાત્રે આવે છે સિંહ

ચોટીલા મંદિર

image source

ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જીલ્લામાં સ્થિત ચોટીલાનો ડુંગર. ચોટીલા ડુંગર પર માતા ચાંદી ચામુંડા વિરાજમાન છે. ચામુંડા માતાનો ચામુંડા અવતાર ૬૪ જોગણીઓના અવતાર માંથી એક છે. ચોટીલાના ડુંગર પર માતા ચામુંડાના દર્શનાર્થે નિયમિત રીતે હજારો ભક્તો આવે છે. ચોટીલા ડુંગર પર દર્શન કરવા આવતા દરેક ભક્તોની મનોકામના માં ચામુંડા પૂર્ણ કરે છે. ચોટીલાના ડુંગર પર આવેલ ચામુંડા માતાના મંદિરે પહોચવા માટે દર્શનાર્થીઓને અંદાજીત એક હજાર પગથીયા ચડવાના હોય છે.

image source

ચામુંડા માતાજીનું પ્રસિદ્ધ મંદિર ચોટીલાના ડુંગર પર સ્થિત છે. માં ચામુંડાના મંદિર સુધી પહોચવા માટે નીચેથી લઈને માતાના મંદિર સુધી પગથીયા બનાવામાં આવ્યા છે. ચોટીલા ડુંગરની ઉંચાઈ ૧૧૭૩ ફૂટ જેટલી છે. માં ચામુંડાના ભક્તો રોજ નિયમિત પણે હજારોની સંખ્યામાં આવે છે. માં ચામુંડાના મંદિર, ચોટીલા મંદિર ટ્રસ્ટ તરફથી અન્ન્ક્ષેત્ર ચલાવવામાં આવે છે ઉપરાંત નિઃશુલ્ક રહેવાની વ્યવસ્થા પણ કરી અપવામાં આવે છે. ચામુંડા માતાનું ચોટીલા ધામ ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામો માંથી એક છે. ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોટીલા ધામમાં થયો હતો.

image source

ચોટીલા ધામમાં સ્થિત ચામુંડા માતાના દર્શન કરવા માટે ગુજરાતના જ નહી પણ આખા દેશમાંથી ભક્તોનું ઘોડાપુર ચામુંડા માતાના દર્શન કરવા માટે પધારે છે. ચામુંડા માતાએ ચોટીલા ડુંગર પર દર્શન કરવા આવતા ઘણા ભક્તોની મનોકામના પૂર્ણ કરી છે જેના ઘણા કિસ્સાઓ લોકોમાં ચર્ચા રહ્યા હોય છે. હવે અમે આપને ચામુંડા માતાના પ્રાગટ્ય ઈતિહાસ વિષે જણાવીશું.

ચામુંડા માતાને હિંદુ ધર્મમાં દેવી તરીકે પૂજા કરવામાં આવે છે. માં ચામુંડા, ચામુંડી અને ચર્ચિકાના નામથી પણ પ્રસિદ્ધ છે. માં ચામુંડા સપ્ત માતાઓ માંના એક માતા છે. તેમજ ચામુંડા માતાના ચોટીલા ડુંગર પર સ્થાપિત થવાને પણ લઈને એક લોકવાયકા પ્રસિદ્ધ જેના વિષે આજે અમે આપને જણાવીશું.

image source

ચામુંડા માતાના અવતરણ વિષે પ્રસિદ્ધ લોકવાયકા મુજબ વર્તમાન સમયમાં જે ચોટીલા ધામ છે તે વિસ્તારમાં આજથી હજારો વર્ષ પૂર્વે વસવાટ કરી રહેલ ઋષિમુનિઓ અને પ્રજાને બે રાક્ષસો ખુબ રંજાડી રહ્યા હતા. આ રાક્ષસોનું નામ ચંડ અને મુંડ હતું. બંને રાક્ષસોએ મળીને આ વિસ્તારમાં રહેતા દરેક વ્યક્તિઓને ખુબ હેરાન પરેશાન કરી દીધા હતા. આવા સમયે ઋષિ મુનિઓએ આ બંને રાક્ષસોના ત્રાસ માંથી છૂટવા માટે આદિશક્તિને પ્રાર્થના કરી ઋષિમુનિઓની પ્રાર્થના સાંભળીને આદિશક્તિ ઋષિમુનિઓ અને પ્રજાના રક્ષણ માટે એક નવા સ્વરૂપમાં અવતાર લઈને પ્રગટ થાય છે. નવા સ્વરૂપે પ્રગટ થઈને આદિશક્તિ ચંડ અને મુંડ નામના બંને રાક્ષસોનો વધ કરી નાખે છે. ત્યાર પછી ઋષિમુનિઓ અને પ્રજા વિનંતી કરે છે કે, માતા હવે અહિયાં વાસ કરે. ભક્તોની વિનંતીને માન આપીને માતા અહિયાં જ પ્રગટ થઈ જાય છે. આદિશક્તિએ આ નવા રૂપમાં ચંડ અને મુંડ નામના રાક્ષસોનો વધ કર્યો હોવાથી માતાને માં ચામુંડા નામથી ભક્તો ઓળખવા લાગે છે.

chotila-hill-temple - RVA Temples
image source

આજે ચોટીલા ધામ છે ત્યાના ડુંગર પર માં ચામુંડા વિરાજમાન છે આ એ જ જગ્યા છે જ્યાં માં ચામુંડાએ ચંડ અને મુંડ નામના રાક્ષસોનો વધ કર્યો હતો. માં ચામુંડા આજે પણ સાચા દિલથી ભક્તિ કરનાર ભક્તોના મનની ઈચ્છા પૂર્ણ કરે છે. ચોટીલાના ડુંગર પર વાસ કરી રહેલ માં ચામુંડા સમયે સમયે પોતાના ભક્તોને પરચા બતાવીને પોતાના હાજરા હજૂર હોવાના પુરાવાઓ આપતા રહે છે. માં ચામુંડા, દુર્ગા માતાના સ્વરૂપ માનવામાં આવે છે. માં ચામુંડાએ ઘણા બધા નિઃસંતાન દંપતીઓને સંતાનના રૂપમાં દીકરા આપ્યા છે. માં ચામુંડાને તાંત્રિકોની દેવી માનવામાં આવે છે. જો કોઇપણ ભક્ત પર કોઈ વ્યક્તિએ મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો હોય તો માત્ર માં ચામુંડાના નામનું સ્મરણ કરવા માત્રથી જ મેલી વસ્તુઓનો પ્રભાવ દુર કરીને ભક્તની રક્ષા માં ચામુંડા પોતે કરે છે.

માં ચામુંડા વિષે એક માન્યતા એવી પણ છે કે, જો કોઈ સ્ત્રીના વાળ સામાન્ય કરતા વધારે ઉતરી રહ્યા છે તો આવી સ્ત્રીએ માં ચામુંડાને માર્કેટમાં ઉપલબ્ધ નકલી ચોટલો ચડાવતા માં ચામુંડાનું સ્મરણ કરવાથી આવી સ્ત્રીઓના વાળ લાંબા અને જાડા થવા લાગે છે.

image source

શ્રદ્ધાળુઓથી ધમધમે છે ચોટીલા ડુંગર.:

માં ચામુંડાનું ચોટીલા ધામમાં એક પણ દિવસ એવો નથી હોતો જયારે કોઈ શ્રદ્ધાળુ ભક્ત માં ચામુંડાના દર્શન કરવા આવ્યું ના હોય. ગુજરાત અને દેશના ઘણા ભાગોમાંથી માં ચામુંડાના દર્શન કરવા માટે બસમાં મુસાફરી કરીને કે પછી પગપાળા, કે પછી પોતાનું વાહન કરીને પણ લોકો દર્શન કરવા આવે છે. કેટલાક ભક્તો પોતાની માનતા પૂર્ણ થવા પર માં ચામુંડાના મંદિર સુધી કેટલાક ભક્તો ચારપગે ચાલીને જાય છે ત્યાં જ કેટલાક ભક્તો દરેક પગથીયે દીવો કરીને તો કેટલાક ભક્તો સ્વસ્તિક ચિન્હ બનાવીને માં ચામુંડાના દરબાર સુધી દર્શન કરવા માટે પહોચે છે. માં ચામુંડાએ ઘણા ભક્તોની મનોકામના પૂર્ણ કરીને ભક્તોની આસ્થા જાળવી રાખી છે.

image source

માં ચામુંડાનું વાહન સિંહ છે. કહેવાય છે કે, ચોટીલાના ડુંગર પર રાતના સમયે યાત્રાળુઓની મનાઈ છે ઉપરાંત મંદિરના પુજારી પણ મંદિરમાં રહેતા નથી. આમ થવાનું કારણ છે એ છે કે રોજ રાતના સમયે માં ચામુંડાનું વાહન સિંહ માતાજીની સેવામાં હાજર થાય છે. તેમજ માતાજીનું રક્ષણ કરવા માટે સ્વયં કાલભૈરવ ચોટીલાના ડુંગર પર વિરાજે છે. આવી પણ કેટલીક લોકવાયકાઓ સાંભળવા મળી જાય છે.

આસો અને ચૈત્ર માસની નવરાત્રી દરમિયાન માં ચામુંડાના ચોટીલા ધામમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી આવે છે. તેમજ નવરાત્રીના અવસરે માં ચામુંડાના મંદિરમાં મોટા યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. જેનો લાભ ચોટીલા ધામમાં આવનાર ભક્તજનો લઈ શકે છે.

image source

માં ચામુંડા યુદ્ધની દેવી એટલે કે રણચંડીના નામથી પણ પ્રસિદ્ધ છે. માં ચામુંડા દુર્ગા માતાનું એક સ્વરૂપ છે. માં ચામુંડાનાફોટોમાં માતાની જોડિયા પ્રતિકૃતિ જોઈ શકાય છે. આ બે બહેનોની હોય છે. એક બહેનનું નામ ચંડી, જયારે બીજી બહેનનું નામ મંડી છે. આમ બંને બહેનોના નામને એકસાથે કરીને ભક્તોએ માતાને માં ચામુંડા નામથી ઓળખવા લાગ્યા આવી પણ એક લોકવાયકા પ્રસિદ્ધ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.