એસીડીટીની સમસ્યાનો અકસીર અને કાયમી ઉપાય… એવા ઘરગથ્થું ઉપચાર જે તમે આપશે એસીડીટીથી કાયમી રાહત…

બેઠાડું જીવન અને ભારે ખોરાકને કારણે ભોજન બરાબર પચતું નથી અને પાચન સંબંધી સમસ્યાઓ થાય છે. જેમાં ગેસ, આફરો, ખાટ્ટા ઓડકાર, એસિડિટી, અપચો વગેરે થઈ શકે છે. ઈનડાઈજેશન, ઓવરઈટિંગ, ફેટી ફૂડ, કેફીન, દારૂ અને સ્મોકિંગને કારણે મોટાભાગના લોકોને ખાટ્ટા ઓડકાર (એસિડ રિફ્લેક્શન)ની પ્રોબ્લેમ થતી હોય છે. તેમજ સમય પર ભોજન ન કરવાથી, મોડી રાત સુધી જાગવાથી, મસાલાવાળું ખાવાથી એસિડિટીની સમસ્યા થાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે કેટલાંક લોકો દવાઓ લેતા હોય છે પણ તેનાથી કોઈ રાહત નથી થતી. પરંતુ કેટલાંક ઘરેલૂ નુસખા અપનાવીને તમે એસિડિટીની સમસ્યાને દૂર કરી શકો છો. આજે અમે તમને જણાવીશું એસિડિટીને દૂર કરવાનાં ઘરેલૂ નુસખા.

image source

એસિડિટીના ખાટા ઓડકારથી બચવા શું કરવું –

ખોરાક સાથે પાણી ઓછું પીવું. બે ખોરાકની વચ્ચે પાણી પીવું. વધુ ચરબીવાળા ખોરાક (તેલ-ઘીમાં તળેલાં ફરસાણ, ઘી-માવાની મીઠાઇઓ, મોણવાળી વસ્તુઓ વગેરે) લેવાનું ટાળો.ચોકલેટ, પીપરમિંટ, અન્ય મિંટવાળી વસ્તુઓ, સોડા વગેરે ન લેવા કારણકે એનાથી અન્નનળી અને જઠર વચ્ચેનો ”વાલ્વ ઢીલો થઇ જાય છે. કોફી, ટમેટાં કે સંતરાંનો જ્યુસ, દારૂ કે તમાકુ ન જ ખાવા કારણકે આ દરેક જઠરની અંત:ત્વચાને સીધું નુકસાન પહોંચાડે છે. જે વસ્તુ ખાવાથી તકલીફ વધતી હોય તે વસ્તુ ખાવાનું ટાળો. જુદી-જુદી વ્યક્તિ માટે જુદી-જુદી વસ્તુ નુકસાન કરતી હોય એવું બને છે.ખાઇને તરત સૂવુ નહીં. સૂતી વખતે પલંગના માથા તરફનો ભાગ છ ઇંચ ઊંચો રહે એમ પાયા નીચે ઇંટો ગોઠવવી.

Why do you burp when you are hungry? - Quora
image source

એસિડિટીને દૂર કરવા માટેનાં ઘરેલૂ નુસખા

કાચુ દૂધ

જે લોકોને એસિડિટીની સમસ્યા રહેતી હોય તે લોકોએ દરરોજ કાચુ દૂધ પીવું જોઈએ. દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જે એસિડિટીની સમસ્યાને દૂર કરે છે.

image source

– તુલસી

દરરોજ સવાર-સવારમાં ખાલી પેટે તુલસીનાં પાન ચાવીને ખાવાથી એસિડિટી કંટ્રોલમાં રહે છે. તુલસીમાં એસિડિટીને દૂર કરવા માટેનાં ઘણા ગુણો છે. દરરોજ તેનું સેવન કરવાથી થોડાક જ દિવસમાં એસિડિટીની સમસ્યાને દૂર કરી શકાય છે.

કેળા

કેળામાં પોટેશિયમ અને ફાઈબર હોય છે. જેના લીધે પેટમાં એસિડ નથી બનતો. જો તમે પણ એસિડિટીની સમસ્યાને હંમેશા માટે દૂર રાખવા માંગતા હોવ તો દરરોજ કેળા ખાવા.

Make Your Own Natural Vinegar Hair Rinse | Chagrin Valley Soap ...
image source

સફરજનના રસનો આસવ

બે મોટા ચમચા સફરજનના અસાવને ઠંડા પાણીમાં મિક્સ કરીને પીવું. તેનાથી પાટન ક્રિય સારી રહે છે અને એસિડિટી નથી થતી.

વરિયાળી અને અજમો

વરિયાળીમાં એન્ટી અલ્સરનાં ગુણો હોય છે જે કબજિયાત અને એસિડિટીની સમસ્યામાંથી છૂટકારો અપાવે છે. જ્યારે પણ તમને એસિડિટી થાય ત્યારે વરિયાળી ખાવી. તમે ઈચ્છો તો વરિયાળી વાળું પાણી પણ પી શકો છો. તે સિવાય ભોજન કર્યા બાદ થોડી વરિયાળી અને અજમો મિક્સ કરીને ખાઓ. તેનાથી અચૂક ફાયદો થશે.

image source

પુદીનો

પુદીનો એસિડિટીની સમસ્યાને દૂર કરવા માટે રામબાણ ઈલાજ છે. એસિડિટીથી છૂટકારો મેળવવા માટે ભોજન કર્યા પછી એક કપ પુદીનાની ચા પીવી. તે સિવાય એક કપ પાણીમાં પુદીનાના 6-7 પાન નાખીને ઉકાળીને પીવાથી પણ એસિડિટીની સમસ્યામાંથી રાહત મળશે.

એલચી અને જીરું

એલચી ખાવાથી એસિડિટી અને કબજિયાતની સમસ્યામાંથી છૂટકારો મળે છે. બે એલચી લઈને એક ગ્લાસ પાણીમાં નાંખીને તેને ઉકાળો. જ્યારે પાણી ઠંડુ થઈ જાય ત્યારે તે પાણી પી લેવું. તેનાથી તરત એસિડિટીથી રાહત મળશે. તેમજ ભોજન કર્યા બાદ એક ચમચી જીરું શેકીને ખાવું. તેનાથી ખાટ્ટા ઓડકારમાં તરત રાહત મળશે.

image source

મેથીના દાણા

એસિડિટીની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે મેથીનાં દાણાનો ઉપયોગ કરવો. એક ચમચી મેથીના દાણાને આખી રાત એક ગ્લાસ પાણીમાં પલાડીને રાખવા. સવારે ઉઠીને મેથી વાળું પાણી પીવું. તે સિવાય સવારે ખાલી પેટે એક લસણની કળી ગળી જવી અને તેના ઉપર એક ગ્લાસ પાણી પીવું તેનાથી પણ ફાયદો થશે.

પપૈયુ

ખાટ્ટા ઓડકાર આવતાં હોય તો પપૈયું ખાવું. તેમાં રહેલાં પોષક તત્ત્તવો એસિડિટી અને ખાટ્ટા ઓડકારની સમસ્યાને દૂર કરે છે. તે સિવાય ભોજનની સાથે દહીં, છાશ કે લસ્સી જરૂરથી પીવી તેનાથી ડાઈજેશન સારું થશે અને ખાટ્ટા ઓડકાર પણ આવશે નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.