એક મહિલા કારમાંથી ગાયબ થઈ ગઈ તો એક પુરુષ રસ્તો ઓળંગતો ઓળંગતો ભવિષ્યમાં પહોંચી ગયો

નમસ્કાર મિત્રો , આ લેખમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે, સમય એવી વસ્તુ છે કે જેને આપણે એક જ વાર એક જ રૂપમાં જોઈ શકીએ છીએ , સમય ને ના તો રોકી શકાય છે અને ન તો તેને બે જુદા જુદા રૂપોમાં વહેંચી શકાય છે. પરંતુ કેટલાક બુદ્ધિજીવી લોકો માને છે કે સમય ને રોકી શકાતો નથી , પરંતુ સમય ને બદલી શકાય છે . ટાઈમ ટ્રાવેલિંગ ની આવી ઘણી ઘટનાઓ તમે બધા એ સાંભળી જ હશે , જ્યારે સમય સંબંધિત વિરોધાભાસ વિશે ઘણા ઓછા લોકો જ જાણતા હશે, આ પ્રકારના પેરોડોકસ ને ” ટાઈમ પેરોડોકસ ” તરીકે ઓળખવા માં આવે છે. આ આર્ટિકલ શરૂ કરતા પહેલા અમે તમને એક વાત જણાવી દઈએ કે ઘણા લોકો એક સામાન્ય જીવન જીવતા હોય છે પરંતુ અચાનક તેમના જીવન માં કંઈક એવું થાય છે જે ખૂબ જ આશ્ચર્યજનક હોય છે અને આવી ઘણી આશ્ચર્યજનક ઘટનાઓએ તે લોકો નું જીવન હમેશ માટે બદલી નાખ્યું હતું . અમે આ લેખ મા તમને આવા કેટલાક લોકોની સત્ય ઘટનાઓ વિશે જણાવા જઇ રહ્યા છીએ જેમાં તે લોકો ને એવો આભાસ થયો હતો કે જાણે કોઈએ તેમનો સમય વશમાં કરી લીધો હોય આ ઘટનાઓ ને વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો એ ” ટાઈમ સ્લીપ ” નામ આપ્યું હતું.

image source

ઘટના 1 : – એક વ્યક્તિ નું સન 1996 થી 1950 સુધી નું ટાઈમ ટ્રાવેલ

જુલાઈ 1996 ના એક બપોરે ફ્રેન્ક અને તેની પત્ની કેરેલ લિવરપૂલ યુ. કે . ની બોન્ડ સ્ટ્રીટ પર ખરીદી કરવા ગયા હતા , તે લોકો ” dillons બુકશોપ ” નામની દુકાનમાં જવા લાગ્યા પરંતુ ફ્રેન્ક ને કૈક અજુગતું લાગી રહ્યું હતું ફ્રેન્ક જ્યારે એક સાંકડી શેરીમાંથી બહાર નીકળ્યો , ત્યારે ફ્રેંકે જોયું કે તેમની આજુ બાજુ નાં દ્રશ્યો અચાનક કંઈક અલગ જ દેખાવા લાગ્યા હતા બહાર નો રસ્તો અચાનક સાવ શાંત પડી ગયો હતો અને એવા મા અચાનક એક ટ્રક ફ્રેન્કની પાસેથી ખુબજ ઝડપ થી હોર્ન વગાડતો પસાર થયો હતો ટ્રક ને જોતા ફ્રેન્ક ને આ ટ્રક 1950 ના સમયનો લાગી રહ્યો હતો જ્યારે ફ્રેન્ક આ સદમાંમાં થી બહાર આવ્યો ત્યારે તેને ભાન થયું કે તે અત્યારે તે રસ્તાની બિલકુલ વચ્ચે ઉભો હતો અને ત્યારબાદ ફ્રેન્ક ઝડપ થી રસ્તા ને પાર કરી ગયો પરંતુ જ્યારે ” dillons બુક શોપ ” પર પહોંચ્યો ત્યારે ત્યાં કોઈ પણ બુકશોપ ન હતી, પરંતુ તે જ જગ્યાએ દુકાન ને બદલે એક શો રૂમનું બોર્ડ મારેલું હતું જેમાં ” ક્રિપ્સ ફુટવેર ” લખેલું હતું . ફ્રેન્ક આ જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો , તેથી ફ્રેન્કે આતુરતા થી આ શોરૂમ ની કાચ ની દીવાલો વડે અંદર ડોકિયું કર્યું જેથી તેને જાણવા મળ્યું કે અંદર પુસ્તકોની જગ્યાએ મહિલાઓ ની હેન્ડબેગ અને પગરખાંઓ મળતા હતા .

image source

આજુબાજુ જોતાં ફ્રેન્ક ને એક વાત ખૂબ જ વિચિત્ર લાગી કે આસપાસના લોકોએ પહેરેલા પોશાકો 1940 ના દાયકાના લાગી રહ્યા હતા. જ્યારે ફ્રેન્કે એક મહિલા ને જોઈ કે જેની પાસે એક બ્રાન્ડેડ કંપનીનું હેન્ડ બેગ હતું ફ્રેન્ક તેની પાસે ગયો અને તેને પૂછ્યું કે શુ તમને આ જગ્યા પર કંઇ અજુગતું નથી લાગતું ? જેના જવાબમાં મહિલાએ કહ્યું કે હા મને પણ અહીં કૈક અજીબ લાગે છે હું અહીં મારા માટે પુસ્તકો લેવા આવી હતી પણ આ દુકાનમા તો માત્ર લેડીઝ શૂઝ જ મળી રહ્યા છે અને આ જ વખતે ફ્રેન્કને તેની પત્નીએ કેરેલે કહ્યું કે અચાનક તમને શું થયું છે . ફ્રેન્કે જવાબ આપ્યો કે મને હમણાં કંઈક અજીબ લાગી રહ્યું હતું અને મને લાગ્યું કે હું ઘણા વર્ષો પાછળ ભૂતકાળમા ચાલ્યો ગયો હતો, ફ્રેન્કે આ ઘટનાના મૂળ સુધી પહોંચવાનું નક્કી કર્યું અને જ્યારે ફ્રેંકે આ જગ્યા વિશે જાણકારી મેળવવાનું ચાલુ કર્યું ત્યારે ફ્રેન્ક ને જાણવા મળ્યું કે ખરેખર 1940 – 50 ના સમયમાં અહીં એક શોરૂમ હતો કે જેના વિશે ફ્રેન્કને અગાઉ કોઈ જાણકારી ન હતી

ઘટના 2 : – એક મહિલા નું અચાનક કારમાં થી ગાયબ થઈ જવું

image source

” ટાઈમ સ્લીપ ” ની બીજી ઘટના નો ભોગ એક માતા અને પુત્રી બની હતી. આ માતા અને પુત્રી બન્ને એક ઠંડી રાતે મિશિગનના રસ્તા પર ક્યાંક જઇ રહયા હતા આ સમયે ત્યાંના રસ્તાઓ એકદમ સુમસામ હતા. થોડા અંતર પછી, અચાનક તેમની આસપાસનું વાતાવરણ એકદમ બદલાઈ ગયું હતું. અને અચાનક અંધારામાંથી થોડો થોડો પ્રકાશ આ મા દીકરી ને દેખાઈ રહ્યો હતો અને થોડી જ વારમાં કેટલાક લોકો આ રસ્તા પર દેખાવા લાગ્યા હતા અને એક બેબી કેરેજ લઇને ચાલી રહેલી એક મહિલા અચાનક જ કાર સામે આવી જાય છે જેના કારણે કાર ચલાવનારી મહિલાએ ખૂબ જ જોર થી બ્રેક મારી અને તેના લીધે મા દીકરીને ખુબજ મોટો આંચકો લાગ્યો હતો, પરંતુ જ્યારે તે મહિલા આંચકા માંથી બહાર આવી ત્યારે તેણે જોયું કે હાલ ની પરિસ્થિતિ ફરી એકવાર પહેલા જેવી થઈ ગયી હતી પછી તે અંધકારમય અને ઠંડી રાત ફરી એકવાર તેની સામે ઉભી હતી અને થોડા સમય પહેલા ચહલ પહલ થી ભરેલો રસ્તો ફરી થી સુમસામ થઈ ગયો હતો જ્યારે મહિલાએ આ ઘટના વિશે તેના મિત્રોને કહ્યું, ત્યારે કોઈ પણ તેની વાત પર વિશ્વાસ કરી રહ્યા ન હતા પરંતુ તે સ્ત્રીને વિશ્વાસ હતો કે તેની સાથે બનેલી આ ઘટના હકીકત હતી તેનો ભ્રમ નહીં આ મહિલા એ કહ્યું હતું કે તેને આજ સુધી પેલી બેબી કેરેજ વાળી મહિલા નો ચેહરો સાફ સાફ યાદ છે કેટલાક વર્ષો પછી જ્યારે આ મહિલાએ તેની પુત્રીની સામે આ ઘટનાનો ઉલ્લેખ કર્યો અને પૂછ્યું કે શું તને તે દિવસ નું કંઇપણ યાદ છે , તો તેની છોકરીએ જવાબ આપ્યો કે હા, હું તમને ચીસો પાડતા અને બોલતા સાભળી શકતી હતી , પરંતુ તમે થોડા સેકન્ડ માટે ક્યાંક અદૃશ્ય થઈ ગયા હતા આ વાત સાંભળીને મહિલા ને નવાઈ લાગી કારણ કે આ ઘટના સમયે તેની પુત્રી ઊંઘી રહી હતી તો આ બધી વાતો તેને કઈ રીતે યાદ રહી શકે .

image source

અહીં જણાવેલ ઘટના ઓ વિશે તમારે શું કહેવું છે ? શુ તમારા માંથી કોઈ એ આવો અનુભવ કર્યો છે ? શુ આપણે ભવિષ્યમાં ક્યારેય સમયની મુસાફરી કરી શકીશું ? આ એક ખૂબ જ જટિલ પ્રશ્ન છે શું ફ્રેન્ક અને તેની સાથે બનેલી ઘટના કોઈ બીજા શબ્દોમાં સમજાવી શકાય છે ? તે મહિલા અને તેની પુત્રી સાથે બનેલી ઘટના એક ટાઈમ ટ્રાવેલ નો નમૂનો હતો કે ફક્ત તે મહિલાનો ભ્રમ હતો ? આ બધા પ્રશ્નોના જવાબ અમે તમારા પર છોડીએ છીએ તમે તમારા જવાબ અમને નીચે કમેન્ટ દ્વારા જણાવી શકો છો જો તમને સમય મુસાફરીની આ ઘટનાઓ વાંચવામાં મજા આવી હોય અથવા કઈક નવું જાણવા મળ્યું હોય તો આ લેખ તમારા મિત્રો સાથે શેયર કરવાનું ભૂલશો નહિ .

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.