જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આ બે રાશિના કપલ વચ્ચે થયા કરે છે અનબન – જાણો શા માટે આવું બને છે
આ બે રાશિના લોકોનું મિલન બનાવે છે નિષ્ફળ લગ્નજીવન – આ રાશિઓ છે એકબીજાની વિપરિત
જ્યાં અમુક રાશિઓ એકબીજા પ્રત્યે ખૂબ આકર્ષિત હોય છે, તો અમુક રાશિઓ એકબીજાની વિપરીત માનવામાં આવે છે.
જોડીઓ બનાવવામાં ગ્રહોની હોય છે અગત્યની ભૂમિકા.
ક્યારેક ક્યારેક કોઈ મહિલા કે પુરુષને મળ્યા પછી તમને એવો અનુભવ થાય છે કે તમે બંને એકબીજાને ખૂબ સારી રીતે સમજી શકો છો. તમારા બંને ના વિચારો, શોખ, રહેણીકરણી બધું જ એકબીજાને મળતું આવે છે. તમને એવું લાગવા લાગે છે કે બધા જ ગ્રહો અને તારા તમને મળાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ ક્યારેક એ ગ્રહો નથી મળતા અને જેના કારણે આગળ જતાં સંબંધોમાં તણાવ, લડાઈઝગડા અને કારણ વગરના વિવાદ થવા લાગે છે. જ્યાં અમુક રાશિઓ એકબીજા પ્રત્યે ખૂબ આકર્ષિત હોય છે, તો અમુક રાશિઓ એકબીજાની વિપરીત માનવામાં આવે છે. પણ જો તમે એકબીજાના રંગે રંગાઈ જાવ તો પછી રાશિઓ બહુ મહત્વની નથી રહેતી. તો ચાલો જોઈએ કે જ્યોતિષના હિસાબે કઈ રાશિના લોકો બની શકે છે બહુ જ ખરાબ કપલ.

મકર અને મેષ રાશિ
સારા વિચારો અને સારી રહેણીકરણીવાળા મકર રાશિના લોકોનો મનમોજીલા અને સ્વભાવે ઉતાવળા એવા મેષ રાશિના લોકો સાથે બિલકુલ મેળ નથી આવતો. મેષ રાશિના અન્યને અંકુશમાં રાખવાના સ્વભાવના કારણે મકર રાશિવાળા હંમેશા એમનાથી હેરાન રહે છે અને બહુ તણાવ અનુભવે છે.તેવી જ રીતે મકર રાશિવાળાની ઘરથી લઈને ઓફિસ સુધી ધીમી ગતિથી કામ કરવાની રીતના કારણે મેષ રાશિવાળા સાથે મેળ સાધવો અઘરો થઈ પડે છે.

કુંભ અને વૃષભ રાશિ
ઉર્જાથી ભરપૂર અને આઝાદ ખ્યાલોવાળા કુંભ રાશિ વાળાનો જિદ્દી અને મક્કમ સ્વભાવના કારણે હમેશા વૃષભ રાશિ સાથે તકરાર થયા કરે છે. વૃષભ રાશિના લોકો કુંભ રાશિના લોકોના મોકળા વિચારો સાથે જરાય બાંધછોડ નથી કરી શકતા.આ બંને જ્યારે એક કપલ તરીકે સાથે આવે છે ત્યારે ધન, ઘર અને ભવિષ્યના પ્લાનિંગ સુધીની બધી જ નાની નાની વસ્તુઓ માટે ઝઘડા થયા કરે છે.
મીન અને મિથુન રાશિ
કલાત્મક અને સરળ મીન રાશિવાળા લોકો માટે પોતાના મિથુન રાશિવાળા સાથીને સમજવામાં ઘણી તકલીફ પડે છે. મીન રાશિવાળા બીજાની જરૂરિયાત, ઈચ્છાઓ અને ભાવનાઓનું ખૂબ જ ધ્યાન રાખે છે જ્યારે મિથુન રાશિવાળા માટે કહેવામાં આવે છે એ કહે છે કઈક અને કરે છે કંઈક. મિથુન રાશિ વાળા હંમેશા એક પ્રકારની દુવિધા માં રહે છે ને બસ એ જ કારણે મીન રાશિવાળા સાથે એમનું બિલકુલ નથી બનતું.

મેષ અને કર્ક રાશિ
ખૂબ જ તેજસ્વી અને દ્રઢ નિણર્ય શક્તિવાળા મેષ રાશિના લોકો જ્યારે સૌમ્ય રાશિવાળા સાથે સંબંધ ધરાવતા હોય તો તકલીફ તો આવે જ છે. કર્ક રાશિવાળા લોકો બીજાનું ધ્યાન રાખનાર અને ખૂબ જ નમ્ર સ્વભાવના હોય છે. એકબીજાથી બિલકુલ વિપરીત સ્વભાવ હોવાના કારણે એમને એકબીજાનો સાથ નિભાવવામાં ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. મેષ રાશિ વાળા લોકો જેટલા બહિર્મુખી સ્વભાવના હોય છે એટલા જ કર્ક રાશિના લોકો અંતર્મુખી હોય છે.
વૃષભ અને સિંહ રાશિ
વૃષભ અને સિંહ બન્ને સ્વભાવમાં જિદ્દી હોય છે. સિંહ રાશિવાળા આત્મકેન્દ્રી હોય છે જેને કારણે સરળ સ્વભાવવાળા વૃષભ રાશિ વાળને તકલીફ પડે છે. સિંહ રાશિ વાળાઓને લાઈમલાઈટમાં રહેવું ગમે છે જ્યારે વૃષભ રાશિ વાળા લોકો પોતાની જ દુનિયામાં રહેવા માંગે છે જેના કારણે બન્ને વચ્ચે તકરાર થયા કરે છે.

મિથુન અને કન્યા રાશિ
ઉત્સાહિત અને જિજ્ઞાશું સ્વભાવ વાળા મિથુન રાશિના લોકોને જરૂરતથી વધારે પ્રેક્ટિકલ કન્યા રાશિવાળા લોકો બોરિંગ લાગે છે. મિથુન રાશિ વાળા લોકો મોજમસ્તી અને પ્રેમમાં વિશ્વાસ રાખે છે તો કન્યા રાશિ વાળાઓની પહેલી પસંદ એમનું કામ હોય છે.મિથુન રાશિ વાળા પોતાનો પ્રેમ બતાવવામાં માહેર હોય છે તો કન્યા રાશિ વાળા આ બાબતે બહુ જ સંકોચી હોય છે. એ જ કારણે બંનેના તાલમેલમાં ખામી રહે છે.
કર્ક અને તુલા રાશિ
કર્ક રાશિ વાળા લોકો પોતાની ઈમાનદારી, સ્થિરતા, ઉદારતા અને સંવેદનશીલતાના કારણે ઓળખાય છે જ્યારે તુલા રાશિ વાળા લોકો દેખાડો કરવાના સ્વભાવ વાળા હોય છે. આ બંને એકબીજાથી બિલકુલ અલગ જ હોય છે. કર્ક રાશિ વાળાઓને તુલા રાશિના લોકો સાથે ખૂબ જ ધીરજથી કામ લેવું પડે છે અને એ ધીરજ જ્યારે ખૂટી જાય છે ત્યારે સંબંધો ખરાબ થઈ શકે છે.

ધન અને મીન રાશિ
ધન રાશિ વાળા લોકો પોતાના નૈતિક અને દાર્શનિક વિચારોના કારણે ઓળખાય છે. ધન રાશિવાળા લોકો પોતાની આસપાસના વાતાવરણને બિલકુલ ખુશખુશાલ બનાવી દે છે જ્યારે મીન રાશિના લોકો પોતાના માં રહે છે અને એમને સમજવું ખૂબ જ અઘરું હોય છે. મીન રાશિ ના લોકો જરૂરિયાત કરતા વધારે લાગણીશીલ હોય છે જેમને સમજવું ધન રાશિવાળા લોકો માટે મુશ્કેલ થઈ પડે છે
સિંહ અને વૃશ્ચિક રાશિ
હસીમજાકના શોખીન સિંહ રાશિ વાળાઓ માટે જિદ્દી સ્વભાવ વાળા વૃશ્ચિક રાશિના લોકો સાથે તાલમેલ બેસાડવામાં ઘણી મુશ્કેલીઓ આવે છે. સિંહ રાશિ વાળા પોતાના લીડરશીપના ગુણ ને કારણે જાણીતા હોય છે અને એ જ આદતના કારણે વૃશ્ચિક રાશિવાળાના ધ્યાનમાં રહે છે. બંનેની વચ્ચે ઘણા મતભેદ હોય છે જે હમેશા ઝઘડામાં પરિણમે છે.
કન્યા અને ધન રાશિ

કન્યારાશિ વાળા કોઈપણ કામને પરકફેક્શન સાથે જ કરે છે અને બીજા પાસે પણ આ જ અપેક્ષ રાખે છે.એમની આ આદતના કારણે આઝાદ વિચારો વાળા ધન રાશિના લોકો પોતાના જીવનમાં દખલગીરીનો અહેસાસ થયા કરે છે. એ કન્યા રાશિના લોકો સાથે એક પ્રકારનું દબાણ અનુભવ્યા કરે છે જેના કારણે એમનો સંબંધ સરળ રીતે નથી ચાલતો.
તુલા અને મકર રાશિ
તુલા અને મકર રાશિના લોકો મોકળા વિચાર વાળા હોય છે અને મકર રાશિના લોકો પણ પોતાના સારા વ્યવહાર માટે જાણીતા છે. મકર રાશિના લોકો ક્યારેક ક્યારેક એકદમ કઠોર બની જાય છે જેના કારણે તુલા રાશિના લોકો માટે એમનો સાથ આપવો અઘરો થઈ પડે છે. આ બંને રાશિ વાળા એકબીજા સાથે કમ્ફર્ટેબલ નથી રહી શકતા.

વૃશ્ચિક અને કુંભ રાશિ
વૃશ્ચિક અને કુંભ રાશિવાળા સ્વભાવમાં એકબીજાથી સાવ જુદા જ હોય છે.આ બંનેના સંબંધમાં પ્રેમ અને ઈમાનદારી ની ખામી હોય છે. એકબીજા સાથે આગળ વધવા અને કોઈપણ બાબતે નિર્ણય લેવામાં આ બન્ને એકમત નથી થતા. એ જ કારણે આમનું એકબીજા સાથે જરાય નથી બનતુ.