આ સેલિબ્રિટીઓના લગ્ન એક વર્ષ પણ ના ટકી શક્યા, અને અલગ થઇને કહી દીધું BYE-BYE

રેખા- મુકેશ અગ્રવાલ.

image source

બૉલીવુડ અભિનેત્રી રેખાના હાથમાં કદાચ લગ્નની રેખા હતી જ નહીં, એટલે જ તો એમના એકપણ લગ્ન ટકી ન શક્યા. રેખા અને મુકેશ અગ્રવાલે 4 માર્ચ 1990માં એક મંદિરમાં લગ્ન કર્યા પણ એમના લગ્ન વર્ષ પણ ન ટક્યા અને મુકેશ મોતને ભેટી પડ્યા. કહેવાય છે કે મુકેશે રેખાની ઓઢણી ગળામાં બાંધીને આપઘાત કર્યો હતો, જેના કારણે મુકેશના પરિવારવાળા અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો રેખાને ઘણા મહેણાં મારતા હતા. તમને જણાવી દઈએ કે રેખાના લગ્ન એકટર વિનોદ મહેરા સાથે પણ થયા હતા પણ એ લગ્ન પણ ન ટકી શક્યા. રેખા અને અમિતાભ બચ્ચનની પ્રેમ કહાની જગ જાહેર છે. એ સિવાય રેખાનું નામ નવીન નિશ્ચલ, વિશ્વજીત, જીતેન્દ્ર, શત્રુઘ્ન સિન્હા, સંજય દત્ત, અક્ષય કુમાર જેવા અભિનેતાઓ સાથે જોડાયું. રેખા આજે પણ કોના નામનું સિંદૂર લગાવે છે એ વાત રહસ્ય ભરેલી છે. ઘણા લોકો તો એવું પણ કહે છે કે રેખા અમિતાભના નામનું સિંદૂર લગાવે છે.

દિવ્યા ભારતી- સાજીદ નડિયાદવાલા.

image source

ખૂબ ન નાની ઉંમરે અને ખૂબ જ ઓછા સમયમાં લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી દિવ્યા ભારતીએ 18 વર્ષની ઉંમરમાં લગ્ન કરી લીધા હતા. 20 મેં 1992માં દિવ્યા ભારતીએ ફિલ્મમેકર સાજીદ નડિયાદવાલા સાથે ધર્મ બદલીને નિકાહ કર્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે લગ્નના ફક્ત 11 મહિના બાદ જ દિવ્યા ભારતીનું મૃત્યુ થઈ ગયું. દિવ્યા ભારતીએ જેટલી જલ્દી બધું મેળવ્યું એટલી જ જલ્દી બધું ગુમાવી પણ દીધું.

કરણ સિંહ ગ્રોવર અને શ્રદ્ધા નિગમ

image source

હાલ બિપાશા બસુના પતિ કરણ સિંહ ગ્રોવરના પહેલા લગ્ન અભિનેત્રી શ્રદ્ધા નિગમ સાથે થયા હતા. તમને જણાવી દઈએ કે કરણ સિંહ ગ્રોવરના આ ત્રીજા લગ્ન છે. કરણ સિંહ ગ્રોવરના પહેલા લગ્ન અભિનેત્રી શ્રદ્ધા નિગમ સાથે થયા હતા પણ આ લગ્ન ફક્ત દસ મહિના જ ટક્યા. એ પછી કરણે જેનિફર વીંગેટ સાથે લગ્ન કર્યા અને એ લગ્ન પણ બે વર્ષથી વધુ ન ટકી શક્યા. પછી કરણ સિંહ ગ્રોવરે ત્રીજા લગ્ન અભિનેત્રી બિપાશા બાસુ સાથે કર્યા અને હવે એ બિપાશા સાથે હેપ્પી મેરિડ લાઈફ જીવી રહ્યા છે. કરણ સિંહ ગ્રોવર અને બિપાસાની જોડી સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિય છે.

સારા ખાન- અલી મર્ચન્ટ.

image source

ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી સારાએ વર્ષ 2010માં બિગ બોસ શો માં અલી મર્ચન્ટ સાથે લગ્ન કર્યા હતા. એ સમયે સારા ખાન અને અલી મરચન્ટના લગ્ન ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા પણ લગ્નના બે જ મહિનામાં સારાને ગૂંગળામણ થવા લાગી અને એમને અલી મર્ચન્ટ સાથે છૂટાછેડા લઈ લીધા. આ વિષય પર અલીનું કહેવું હતું કે સારા સાથે લગ્ન કરવા એમની જિંદગીની સૌથી મોટી ભૂલ હતી.

પુલકિત સમ્રાટ-શ્વેતા રોહીરા

image source

પુલકિત સમ્રાટ અને શ્વેતા રોહીરા રિલેશનશિપમાં હતા અને વર્ષ 2014માં બંનેએ લગ્ન કરી લીધા. થોડા સમય પછી પુલકિત સમ્રાટ અને યામી ગૌતમના અફેરની ખબરો ચર્ચામાં હતી. પુલકિત સમ્રાટ અને શ્વેતા રોહીરા પણ એકબીજાને સહન ન કરી શક્યા અને 2015માં બંને અલગ થઈ ગયા.

મલ્લિકા શેરાવત- કરણ સિંહ ગિલ.

image source

બૉલીવુડ અભિનેત્રી મલ્લિકા શેરાવત પોતાના બોલ્ડ અંદાજ માટે હંમેશા ચર્ચામાં રહી છે. એમના લગ્ન પણ ચર્ચાનો વિષય હતો પણ મલ્લિકાએ ક્યારેય પોતાના લગ્નની વાત સ્વીકારી નથી. એવું કહેવામાં આવે છે કે મલ્લિકા શેરાવત ક્યારેય એ વાતને નથુ માનતી કે એ
લગ્ન કરી ચુકી છે. અમુક ફોટા મલ્લિકા શેરાવતને લગ્નની સાબિતી આપી છે. ખબરો અનુસાર મલ્લિકાએ પાયલટ કરણ સિંહ ગિલ
સાથે લગ્ન કર્યા પણ એમના લગ્ન ફક્ત એક વર્ષ જ ટક્યા.

મનીષા કોઈરાલા – સમ્રાટ.

image source

બૉલીવુડ અભિનેત્રી મનીષા કોઈરાલાએ નેપાળી બિઝનેસમેન સમ્રાટ સાથે વર્ષ 2010માં લગ્ન કર્યા હતા. પણ એમના લગ્ન લાંબા સમય સુધી ન ટક્યા અને બે વર્ષ બાદ જ બંને એકબીજાથી અલગ થઈ ગયા. મનીષા કોઈરાલાનું નાના પાટેકર સાથે અફેર હતું પણ એમની સાથે પણ મનીષાનો સંબંધ લગ્ન સુધી ન પહોંચ્યો.

કલકી કોચલીન – અનુરાગ કશ્યપ.

image source

અભિનેત્રી કલકી કોચલીન અને બૉલીવુડ ડાયરેકટર અનુરાગ કશ્યપે 2011માં લગ્ન કર્યા. બંનેની જોડી લોકોને ખૂબ ગમતી હતી પણ
એમના લગ્ન બે જ વર્ષ ટક્યા. વર્ષ 2013માં કલકી કોચલીન અને અનુરાગ કશ્યપ બંને અલગ થઈ ગયા. ખબરો અનુસાર અનુરાગની
એની હિરોઇન સાથે વધતી નજદીકી કલકીને ગમતી નહોતી જેના કારણે બંને અલગ થઈ ગયા.