આ દેશમાં સૌથી મોટો કાયદો લાગુ, સાંભળીને તમારું હૈયુ હરખાઈ જશે, બળાત્કારીઓને બનાવવામાં આવશે નામર્દ

આફ્રિકાના સૌથી ગીચ વસ્તીવાળા દેશ નાઇજિરીયામાં બળાત્કાર ગુનાને રોકવા માટે કદુના રાજ્યમાં સૌથી કડક કાયદો બનાવવામાં આવ્યો છે. નાઇજીરીયાના આ રાજ્યમાં બળાત્કાર કરનારાઓ વિરુદ્ધ કાયદો પસાર કરવામાં આવ્યો છે. અહીં કદુના રાજ્યના રાજ્યપાલે એક કાયદા પર હસ્તાક્ષર કર્યા છે, જે અંતર્ગત બળાત્કારના દોષી વ્યક્તિને નામર્દ બનાવી નાખવામાં આવશે. આ સાથે જ જો 14 વર્ષથી ઓછી વયની યુવતી પર બળાત્કાર કર્યો હશો તો તેને મોતની સજા કરવામાં આવશે.

image source

રાજ્યપાલ નાસિર અહેમદ અલ રૂફાઇએ જણાવ્યું હતું કે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાથી બાળકોને ભયંકર ગુનાથી બચાવવામાં મદદ મળશે. કોરોના વાયરસ રોગચાળા દરમિયાન નાઇજીરીયામાં બળાત્કારના કેસોમાં વધારો થયો છે. મહિલા સંગઠનોએ બળાત્કાર કરનારાઓ સામે મૃત્યુ દંડ સહિત કડક કાર્યવાહી કરવાની વિનંતી કરી હતી. આફ્રિકાના સૌથી ગીચ વસ્તીવાળા દેશ નાઇજિરીયામાં બળાત્કાર ગુનાને રોકવા માટે કદુના રાજ્યમાં સૌથી કડક કાયદો બનાવવામાં આવ્યો છે.

image source

રાજ્યમાં હાલમાં સુધારેલા દંડ સંહિતામાં જણાવાયું છે કે 14 વર્ષથી વધુ ઉંમરની છોકરીઓ, મહિલાઓ પર બળાત્કાર કરનારાઓને આજીવન કેદની સજા આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉના કાયદામાં પુખ્ત વયના લોકો પર બળાત્કાર કરવા બદલ 21 વર્ષની જેલ અને છોકરીઓ પર બળાત્કાર બદલ આજીવન કેદની સજા હતી.

image source

ઉલ્લેખનીય છે કે જે દેશોમાં બળાત્કાર બદલ અપરાધ માટે મૃત્યુદંડની સજાની જોગવાઈ છે, તેવા દેશોને ‘રિટેશનિસ્ટ’ દેશ કહેવામાં આવે છે. તેમના અનુસાર કેટલાંક ‘રિટેશનિસ્ટ’ દેશોમાં પણ બાળકો સાથે બળાત્કાર માટે ફાંસીની સજાની જોગવાઈ નથી. જો કે, આ દેશોમાં બાળકો પર જાતીય શોષણ માટે કડક સજા નક્કી કરવામાં આવેલી છે. વર્ષ 2001માં હક-સેન્ટર ફોર ચાઇલ્ડ રાઇટે વિશ્વભરના દેશોમાં બાળકીઓ સાથે થયેલા જાતીય શોષણ અને બળાત્કાર મામલેની સજા પર એક રિપોર્ટ તૈયાર કર્યો હતો.

આ રિપોર્ટ અનુસાર દરેક દેશમાં બાળકો સાથે બળાત્કાર મામલે અલગ અલગ સજા આપવામાં આવી હતી.

image source

મલેશિયા – અહીં બાળકોના જાતીય શોષણ માટે વધુમાં વધુ 30 વર્ષની કેદ અને કોરડા મારવાની સજાની જોગવાઈ છે.

સિંગાપોર – આ દેશમાં 14 વર્ષના બાળક સાથે બળાત્કાર માટે અપરાધીને 20 વર્ષની કેદ, કોરડા ફટકારવાની સજા અને દંડની સજા થઈ શકે છે.

અમેરિકા – અહીં બાળકો સાથે બળાત્કાર માટે પહેલાં મૃત્યુદંડની સજાની જોગવાઈ હતી. પણ કેનેડી વિ. લુઇસિયાના (2008) કેસમાં મૃત્યુની સજાને ગેરબંધારણિય જાહેર કરવામાં આવી હતી. કોર્ટનું કહેવું હતું કે મૃત્યુ ન થયું હોય તેવા કેસમાં મૃત્યુદંડની સજા યોગ્ય નથી. જેનો અર્થ કે સજા અપરાધ કરતાં વધુ મોટી છે. આથી આ રાજ્યોમાં હવે મૃત્યુદંડની સજા નથી થતી. જો કે, અમેરિકામાં બાળકો સાથે બળાત્કારના મામલે રાજ્યો અનુસાર જોગવાઈ અલગ-અલગ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.