આ દિવાળી પર તમે પણ કરી જુઓ દીપિકા પાદુકોણ જેવો મેક અપ, પછી જુઓ કેવો પડે છે તમારો વટ.

દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે દિવાળી પર દરેક સ્ત્રી એવું ઇચ્છતી હોય છે કે તે બધા કરતા સુંદર દેખાય. અને દિવાળીમાં તેના ઘરે આવનારા મહેમાનો તેની ફેશન સેન્સ અને લૂકથી મોહિત થયા વગર ન રહી શકે.

image source

ઓહો! આજે તો તમે જોરદાર લાગો છો ને! આવું સાંભળવું દરેક સ્ત્રીને આડા દિવસે પણ ગમતું હોય છે તો તો પછી દિવાળીના દિવસે જો કોઈ આવું કહે તો તો એનું ખુશી સમાય નહિ.

image source

તો આ વખતે તમે પણ તમારા ઘરે આવતા મહેમાનને તમારા લુકથી મોહિત કરી શકો એ માટે આજે અમે તમને દીપિકા પાદુકોણનો આ મેકઅપ તમે ઘરે બેઠા કેવી રીતે કરી શકશો તે સ્ટેપ બાય સ્ટેપ શીખવીશું. જેથી તમે પણ દિવાળીમાં આ લૂક અપનાવી તમારી આસપાસના લોકોના વખાણ મેળવી શકો.

image source

સૌથી પહેલા તમે તમારા ચહેરા પર પ્રાઇમર લગાવો. પ્રાઇમર લગાવતી વખતે ખાસ ધ્યાન રાખો કે તમારો ટી-ઝોન પર બરાબર પ્રાઇમર લગાવો. તે પછી એકદમ નેચરલ લૂક માટે તમારા ચહેરા સાથે મેચ થતું હોય તેવું ફાઉન્ડેશન લગાવો. અને આ ફાઉન્ડેશનને આંગળીથી વ્યવસ્થિત રીતે આખા ચહેરા પર લગાવો. જો તમારી આંખોની નીચે કાળા કુંડાળા હોય તો અહીં તમે બ્યૂટી બ્લેન્ડર કે કન્સેલરની મદદ લઇ શકો છો. તે પછી કોન્ટોરથી તમારા ચીકબોન, નાકને ડિફાઇન કરો. સાથે જ બ્રાઇન આઇબ્રો પેન્સિલથી તમારી આઇબ્રોને પણ શેપ આપો.

image source

દિવાળીના મેકઅપમાં આંખોના મેકઅપ પર ખાસ ધ્યાન રાખો. આઇ મેકઅપ કરવા માટે તમે ન્યૂડ લૂકના આઇશેડોનો ઉપયોગ કરી શકો છો. અને તેને બ્લેક આઇલાઇનર અને કાજલથી હાઇલાઇટ કરો. જો તમને ગમે તો ડ્રેસ સાથે મેચ થાય એવું ગોલ્ડન ગ્રિટર પણ લગાવી શકો છો. આંખોને વધુ આકર્ષક કરવા માટે આર્ટીફિશયલ પાંપણોનો ઉપયોગ પણ તમે કરી શકો છો. છેલ્લે મસ્કરાનો ઉપયોગ કરીને તમારા આઇ મેકઅપને કમ્પ્લીટ લુક આપો.

image source

મેકઅપના અંતમાં બ્લશર કરવાનું ન ભુલાય એનું ધ્યાન રાખજો. અને હોઠ તેમજ ચીકબૉન પર હાઇલાઇટર પણ લગાવો. જો તમે તમારી આંખોનો મેકઅપ બોલ્ડ રાખી રહ્યા છો. તો લિપસ્ટિકનો શેડ ન્યૂટ લાઇટ રાખો. તમારો હોઠ એકદમ નેચરલ લાગે એવા જ પ્રયત્ન કરો. જો તમારી ઉંમર થોડી વધુ હોય તો તમે ડાર્ક રેડ લિપ્સિકનો ઉપયોગ પણ કરી શકો છો. છેલ્લે માથાની વચ્ચે નાનો ચાંદલો કરી તમારા લુકને કમ્પ્લીટ કરો.અને સાડી સાથે બંધ ગળાના ઝવેરાત અને મોટી ગોળ બુટ્ટી પહેરો.