જેમાં 5 નંબરની ઘટના વિશે વાંચીને તમે પણ બોલી ઉઠશો ખરેખર આ સાચું હશે ખરા!

આપણી વિચિત્ર દુનિયામાં ઘણી વખત એવી ઘટનાઓ બને છે કે જેના પર વિશ્વાસ કરવો આપડા માટે મુશ્કેલ થઈ જાય છે આપણી હિન્દુ અને અન્ય માન્યતાઓ માં મનુષ્ય દ્વારા કરવામાં આવેલા કાર્યો અનુસાર પુનર્જન્મ વિશે ઘણી વસ્તુઓ લખાઈ છે. જો તમને આ પૃથ્વી પર જન્મ મળે છે અને જ્યા સુધી આ પૃથ્વી પર આવવાનો વ્યક્તિ નો હેતુ પૂરો થતો નથી, તો પછી કોઈ પણ સંજોગોમાં તેનું મૃત્યુ થઈ શકતું નથી, આ લેખમાં અમે તમને કેટલીક એવી જ ઘટનો વિશે જણાવવા ના છીએ કે જેમાં મરણ પછી ઘણા લોકો નો પુનર્જન્મ થયો હતો અને કોઈ તો મૃત ઘોષિત કર્યા બાદ પણ મર્યા ન હતા તમને અત્યારે તો અમારી વાતો પર વિશ્વાસ નહીં આવે પરંતુ નીચે આપેલી કેટલીક રહસ્યમય ઘટનાઓ વાંચ્યા પછી તમને ચોક્કસપણે અમારી વાત પર વિશ્વાસ આવી જશે અને આ ઘટનાઓને જાણી તમેં આશ્ચર્ય ચકિત થઈ જશો

image source

1 ” એક વ્યક્તિનું મોત પોતે બનાવેલા હથિયારથી જ થયું હતું ” : –

ઇટાલીના વેનિસ શહેરના એક વ્યક્તિ કે જેનું નામ ફ્રાન્સિસ્કો ડિલેપાર્ચે હતું તેણે એક એવું હથિયાર બનાવ્યું હતું જે 1300 કિલો સુધી ની કોઈ પણ વસ્તુને ખૂબ જ દૂર સુધી ફેંકી શકતું હતું 1346 માં વેનિસ રિપબ્લિકે જ્યારે જદર શહેર પર કબજો કર્યો ત્યારે શહેર ની સાથે સાથે આ શસ્ત્ર પણ કબજે કરવા આવ્યું હતું અને ફ્રાન્સિસ્કો ને તેના જ હથિયાર મા મૂકી ફેકી દેવામાં આવ્યો હતો અને ફ્રાન્સિસ્કો જદર શહેરમાં જ પડ્યો હતો અને સંજોગોવશાત ફ્રાન્સિસ્કો તેની પત્ની સાથે જ અથડાયો જે તેને
કહ્યા વગર જદર શહેરમા આવી હતી આ ઘટના મા બન્ને નું મૃત્યુ થઈ ગયુ હતુ

2 ” એક ચિત્રકારે ગેરસમજ ના લીધે પોતાનો જીવ ગુમાવ્યો ” : –

હોલેન્ડ મા પીટર પ્યુડીમન નામનો એક ચિત્રકાર રહેતો હતો 18 સપ્ટેમ્બર 1692 ના દિવસે પીટર જ્યારે તેના સ્ટુડિયો મા હતો ત્યારે પીટરે એક માનવ હાડપિંજર ને નાચતું જોયું અને પણ પીટર એ વાત થી અંજાન હતો કે જે માનવ કંકાલ નો તે મોડેલ તરીકે ઉપયોગ કરતો હતો તે જ મોડેલ ધરતીકંપ ના લીધે કંપી રહ્યું હતું પણ પીટરે ડરના કારણે તેનો જીવ ગુમાવ્યો.

image source

3 ” તોફાનમાં આખી બોટ ડૂબી ગઈ પણ એક નાની છોકરી એકલી જીવિત રહી ગઈ ” : –

ફ્રાન્સમાં રેને ન્યુઅરનાસ નામની 18 મહિના ની એક બાળકી હતી જેનું 4 ઓગસ્ટ 1908 ના રોજ ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું આ બાળકીને અપહરણકારો એક બોટ પર દરિયામાં લઇ જતા હતા અચાનક દરિયામાં તોફાન આવતા આઠે આઠ અપહરણકારો મૃત્યુ પામ્યા હતા પણ એક પ્લાસ્ટિકની ટોપલી મા રહેલી આ 18 મહિના ની બાળકી સૂતી હતી જે તરતા તરતા દરિયા કિનારે આવી જાય છે

4″ એક રાજા તેના મૃત્યુના 12 વર્ષો બાદ પાછા આવ્યા હતા ” : –

ભારત ના ભવલ રિયાસત ના રાજા ધર્મેન્દ્ર નારાયણ રાય જેમની વાર્ષિક આવક 4 લાખ ડોલર હતી, તેનું 1909 માં અવસાન થયું હતું અને તેમના દેહને શોકગ્રસ્ત લોકો ની સામે ચિતા મા મૂકી ને આગ લગાવી દેવામાં આવી હતી .પરંતુ 12 વર્ષ પછી આ રાજા સાધુ તરીકે એક દાવા સાથે પાછા આવ્યા હતા કે જ્યારે તેમની ચિતામા આગ લગાવવામાં આવી હતી ત્યારે અચાનક ભારે વરસાદને કારણે ત્યાં ભેગા થયેલા તમામ લોકો ત્યાંથી ભાગી જાય છે અને વરસાદ થી ચિત્તાની આગ ઓલવાઈ જાય છે ત્યારે ત્યાંથી પસાર થતાં કેટલાક નાગા સાધુઓએ તે રાજા ને બેભાન અવસ્થામાં જોયો અને તે નાગા સાધુઓ રાજા ની સારવાર કરી સારવાર થયા બાદ રાજાએ તેની યાદશક્તિ ગુમાવી દીધી હતી જેના લીધે આ રાજા પણ સાધુઓની સાથે જ રહેવા લાગ્યો. પણ જ્યારે સાધુ ના વેશ મા રાજા આ ઘટના પછી પરત ફર્યા ત્યારે તેમની વિધવા પત્નીએ રાજાને ધોકેબાજ કહીને નકારી કાઢયા હતા 3 વર્ષ સુધી આ કેસ કોર્ટમાં ચાલ્યો હતો છેવટે કોર્ટે સ્વીકાર્યું કે આ સાધુ નહિ રાજા ધર્મેન્દ્ર રાય જ છે કોર્ટના ચુકાદા એ 1935 મા પ્રિવી કાઉન્સિલે રાજાને તેનો અધિકાર અને તેનો હોદ્દો પાછો અપાવે છે

image source

5 ” જર્મનીમાં એક નર્સ અવસાન પામ્યા બાદ પણ જીવતી હતી ” : –

બીજી આવી જ એક ઘટના હતી જેમાં જર્મની ની રાજધાની બર્લિન શહેરમાં એક નર્સ રહેતી હતી આ નર્સનું નામ મિન બ્રાઉન હતું આ નર્સે ઉંઘની ઘણી બધી ગોળીઓ ખાઈ લીધી હતી ત્યાર બાદ ત્યાંના લોકલ ડોકટરો દ્વારા આ નર્સ ને મૃત જાહેર કરવામાં આવી હતી, આત્મહત્યાની પ્રચલિત પરંપરા મુજબ તેને એક ખુલ્લી કબરમાં રાખવામાં આવી હતી. દફનાવવામા આવ્યાના બીજા દિવસે જ્યારે શબ પેટી ખોલવામાં આવી ત્યારે નર્સ અંદર જીવિત અવસ્થામાં મળી આવી હતી અને ફરીથી તે પહેલા ની જેમ કામ પર પણ જવા લાગી હતી

image source

6 ” ચાર ઘોડા થી ખેંચ્યા છતાં પણ આ માણસ મૃત્યુ પામ્યો ન હતો ” : –

1563 માં, જ્હોન બોલ્ડરન નામના ફ્રેન્ચ વ્યક્તિને ડ્યુક ડેરેજ નામના વ્યક્તિની હત્યાના આરોપમાં ચાર ઘોડાઓ દ્વારા ખેંચાવી ને ચાર ટુકડા કરવાની સજા સંભળાવવા મા આવી હતી પરંતુ જોન એટલો શક્તિશાળી હતો કે તેને સજા કરી શકાઈ ન હતી જો કે ત્યાર બાદ તેને પછી તેને 3 વાર નવા ઘોડાઓ સાથે ફરીથી બાંધી ને પણ ખેંચવામાં આવ્યો હતો પણ જોન પહેલા ની જેમ જ સલામત બચી ગયો હતો

7 ” આકાશ માંથી થયેલા બરફગોળા એ 230 લોકો ને મોતને ઘાટ ઉતારી દીધા હતા ” : –

image source

30 મી એપ્રિલ, 1888 ના રોજ મુરાદાબાદ, ભારતમાં બેઝ બોલ જેવા સમાન કદના વિશાળ બરફના બોલનો વિનાશક વરસાદ થયો હતો જેમાં 230 લોકો માર્યા ગયા હતા આ ઘટના ને ઇતિહાસની સૌથી વિનાશક હિમ વર્ષા માનવામાં આવે છે.

8 ” ફ્રેન્ચ આર્મી ના એક જનરલ 5 વખત મૃત્યુ પામ્યા બાદ પણ જીવિત હતા ” : –

image source

18 મી સદીના રિમોટ મોરિંગ નામના ફ્રેન્ચ જનરલ ને પાંચ વખત યુદ્ધના મેદાનમાં મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે પણ તેમને દફનાવવામાં આવતા હતા ત્યારે તે જીવતા થઈ જતા હતા આ જનરલે 55 વર્ષ સુધી ફ્રેન્ચ આર્મીની સેવા કરી હતી અને 75 વર્ષ ની ઉંમરે મૃત્યુ પામ્યા હતા જેથી જનરલ કુલ 6 વખત મૃત્યુ પામ્યા હતા

9 ” ઇતિહાસનું સૌથી નાનું યુદ્ધ ” : –

image source

ઇતિહાસનું સૌથી નાનું યુદ્ધ ઇંગ્લેન્ડ અને ઝાંઝીબાર વચ્ચે 27 ઓગસ્ટ 1996 ના રોજ લડાયું હતું. આ યુદ્ધ ફક્ત 38 મિનિટ સુધી ચાલ્યું હતું.

10 ” જ્યારે કોઈ માણસની ભવિષ્યવાણી સાચી પડે છે ત્યારે તે ખુશ થવાને બદલે દુઃખી થઈ ગયો હતો ” : –

અબ્દુલ રઝાક નામના જોર્ડન ના એક શેખે એકવાર આગાહી કરી હતી કે જોર્ડનના રાજા અબ્દુલ્લા બિન હુસૈનની હત્યા કરવામાં આવશે અને અબ્દુલ રઝાકની આ ભવિષ્યવાણી સાચી સાબિત થઈ હતી અને તે ભવિષ્યવાણી મુજબ જોર્ડનના રાજાની કતલ કરવામાં આવી હતી પરંતુ અબ્દુલ રઝાક તેમની આગાહીથી એટલા દુખી થયા કે તેમણે ઘોર મૌન વ્રત પાળવાનું વચન લીધું અને 13 વર્ષ સુધી અબ્દુલ રઝાક એક પણ શબ્દ ન બોલ્યો ન હતો