કેન્સરના કેસોમાં થઇ રહ્યો છે જોરદાર વધારો, શું તમે જાણો છો આ આહાર ખાવાથી વધે છે કેન્સરનું જોખમ?

કેન્સરનું જોખમ વધારે છે આ વસ્તુઓ, તમારી કાળજી તમે જ રાખજો.

કેન્સરના કારણે આખી દુનિયામાં દર વર્ષે લાખો લોકોનું મૃત્યુ થાય છે. જો એને શરૂઆતના સ્ટેજમાં જ કંટ્રોલ જ કરવામાં આવે તો માણસનું બચવું મુશ્કેલ છે. અમેરિકામાં 20% લોકો વજન વધકે, ફીઝીકલ ઇનએક્ટિવિટી અને આલ્કોહોલના કારણે કેન્સરનો શિકાર બને છે. કેન્સર પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે દર વર્ષે 7 નવેમ્બરે નેશનલ કેન્સર અવેરનેસ ડે મનાવવામાં આવે છે.

image source

ભારતની વાત કરીએ તો કેન્સર મૃત્યુનું બીજું સૌથી મોટું કારણ છે, 20 વર્ષ પહેલાં આ સ્થાન સાતમું હતું.

કેન્સર એક એવી બીમારી છે જેનું નામ સાંભળીને જ લોકોના મનમાં દર ફેલાઈ જાય છે. આ બીમારીએ મનોહર પરિકર, ઋષિ કપૂર, ઈરફાન ખાન, વિનોદ ખન્ના અને એવા તો કેટલાય લોકોના જીવ લીધા છે. આપણા દેશમાં કેન્સરની પીડા સહન કરતા કરતા દર મિનિટે એક વ્યક્તિનો શ્વાસ અટકી જાય છે. આમ તો આ બીમારી એટલી બેકાબુ નથી જેટલી દેખાય છે. અમેરિકાના નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઈન્ફોર્મેશન અનુસાર ફક્ત 5-10% કેન્સરના કેસ જ જેનેટિક હોય છે.

image source

હાલ તો આવા કેસને કાબુમાં કરવા અઘરા છે પણ 90થી 95% કેન્સરના કેસ આસપાસના વાતાવરણ, ખાણીપીણી અને રહેણીકરણીની રીતના કારણે થાય છે. એટલે કે આપણી સાચી લાઇફસ્ટાઇલ તમને કેન્સરથી બચાવી શકે છે. જો કેન્સર થઈ પણ જાય તો સાચા સમયે જાણ થતાં મોટાભાગના કેસમાં સારવાર શક્ય છે. બસ જરૂરત છે થોડી જાગૃતતાની. યુવરાજ સિંહ, મનીષા કોઈરાલા, સોનાલી બેન્દ્રે, તાહીરા કશ્યપ, અનુરાગ બાસુ અને રાકેશ રોશન એનું સાક્ષાત ઉદાહરણ છે.

આપના દેશમાં 80% લોકોને કેન્સરની જાણ ત્યારે થાય છે જ્યારે એની સારવાર લગભગ અશક્ય હોય.એવી સ્થિતિમાં 70% લોકોનું મૃત્યુ કેન્સરનું નિદાન થાય એના વર્ષમાં જ થઈ જાય છે. ભારતમાં હૃદય રોગ પછી કેન્સર લોકોના મૃત્યુનું બીજું સૌથી મોટું કારણ છે.

image source

ભારતમાં સ્થિતિ ગંભીર, દર વર્ષે 11 લાખ નવા કેસ.

આપણા દેશમાં દર વર્ષે લગભગ 11 લાલહ કેન્સરના નવા કેસ સામે આવે છે. એમાંથી દર ત્રણમાંથી બે કેસ કેન્સરના એડવાન્સ સ્ટેજના હોય છે. અને આવા દર્દીઓનો જીવ બચી શકે તેની શક્યતાઓ નહિવત હોય છે. તમને જણાવી દઈએ કે દર આઠમી મિનિટે સર્વાઈકલ કેન્સરથી એક મહિલાનો જીવ જતો રહે છે.

image source

ભારતમાં 25% કેન્સર પીડિત પુરૂષોનું મૃત્યુ તમાકુના કારણે મોઢા અને ફેફસાના કેન્સરથી થાય છે જ્યારે 25% કેન્સર પીડિત મહિલાઓ મોઢા અને બ્રેસ્ટ કેન્સરથી થાય છે.

એક રિપોર્ટ અનુસાર ડાયટની મદદથી કેન્સરના જોખમને ઘટાડી કે વધારી શકાય છે. ખાણીપીણીમાં જાત જાતની વસ્તુઓના સમાવેશને કારણે એ જાણવું ખૂબ જ અઘરું છે કે આખરે ડાયટમાં કઈ વસ્તુ કેન્સરનું જોખમ વધારે છે. જો કે ડૉક્ટર્સ આ માટે અમુક વસ્તુને જવાબદાર માને છે.

image source

અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ.

પેકેટમાંની બ્રેડ, મીઠાઈ, ફરસાણ, સોડા,સુગર ડ્રિન્ક્સ, પ્રોસેસ્ડ મીટ અને કેન સૂપ અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડમાં આવે છે. આનાથી કેન્સરનું જોખમ સૌથી વધુ છે. એ સિવાય જે ફૂડ પ્રોડક્ટમાં સુગર, તેલ અને ફેટનું પ્રમાણ વધુ હોય એ પણ કેન્સરનું જોખમ વધુ છે.

2. આલ્કોહોલ.

image source

શોધકર્તાઓનો એ પણ દાવો છે કે વધુ પડતા દારૂનું સેવન કેન્સરનું જોખમ વધારે છે. દારૂ કે નશીલા પદાર્થનું સેવન કરવાથી માણસને મોઢાનું કેન્સર, ગડાનું કેન્સર, લીવર કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને કોલેરેકટમ જેવા ભાગમાં કેન્સર થવાની શક્યતાઓ છે.

3. સ્મોક.

અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ફોર કેન્સર રિસર્ચ અનુસાર દારૂ સિવાય સિગરેટ કે તમાકુનું સેવન પણ લોકોમાં કેન્સરનું જોખમ વધારે છે. દારૂ કે અન્ય નશીલા પદાર્થમાં એવા કેમિકલ હોય છે જે માણસના ડીએનએને ડેમેજ કરીને એમની શારીરિક ક્ષમતા પર ખરાબ અસર કરે છે.

image source

4. પ્રોટીન ડાયટ.

અમુક લોકો તંદુરસ્ત રહેવા માટે વધુ પ્રોટીન લે છે. આવું માંસપેશીઓને મજબૂત કરવા માટે, વજન ઘટાડવા અને ભૂખને કંટ્રોલ કરવા માટે કરવામાં આવે છે. આવું કરીને તમેં જાતે કેન્સરના જોખમને વધારે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.