આ કુંભારને YouTube જોઈને આવ્યો વિચાર, અને એવો દિવો બનાવ્યો કે મોટી સંખ્યામાં મળી રહ્યા છે ઓર્ડર

ભારતમાં દિવાળીના પર્વ પર દીવા પ્રગટાવવાનું વિશેષ મહત્વ છે. ભગવાન રામ જ્યારે લંકામાંથી પરત અયોધ્યા આવ્યા ત્યારે સમગ્ર અયોધ્યાવાસીઓએ આ ખુશીમાં દીવા પ્રગટાવ્યા હતા. ત્યારથી આજ સુધી લોકો આ પરંપરાને અનુસરરી રહ્યા છે. ભારતમાં વિવિધ પ્રકારના દીવોએ બજારમાં મળી રહ્યા છે. પરંતુ આજે અમે જે દીવાની વાત કરવા જઈ રહ્યા છે કઈક અલગ જ છે. આ દીવો એવો છે 24 કલાક સુધી સળગતો જ રહેશે. હકિકતમાં આ દીવો છત્તિસગઢના એક કુંભારે તૈયાર કર્યો છે. જે દિવસ-રાત સળગતો રહેશે. બસ્તર જીલ્લાના રહેવાસી અશોક ચક્રધારીએ આ દીવડો ડિઝાઈન કર્યો છે અને હાલ તે સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. આ દીવાનો વીડિયો સામે આવ્યા બાદ તેને મોટી સંખ્યામાં ઓર્ડર મળી રહ્યા છે અને લોકો તેના કામના વખાણ પણ કરી રહ્યા છે.

આ દીવાનું નામ મેજીક લેમ્પ રાખ્યું

image source

આ દીવા અંગે વાત કરતા અશોક ચક્રધારીએ જણાવ્યું કે, આ દીવામાં તેલ ઓટોમેટિક આવતુ રહે છે. જેથી તેમણે આ દીવડાનું નામ ‘મેજીક લેમ્પ’ રાખ્યું છે. અશોક ચક્રધારીને આ દીવડાનો વિચાર યુટ્યૂબ પર એક વીડિયો જોયા બાદ આવ્યો હતો. તેણે કહ્યું કે,‘હું હંમેશા નવા વિચારોની શોધમાં રહું છું, જે મારી આવડતમાં વધારો કરે છે. મારી ઈચ્છા છે કે મારા સંશોધનથી મારી નજીકના લોકોને તેનો લાભ મળે.

અશોક ચક્રધારીની ઉંમર હાલમાં 62 વર્ષની છે છતા પણ કઈક નવુ કરવાની તેમની ધગસ યુવાનોને સરમાવે તેવી છે.

2019થી જ નવી ડિઝાઈનની શોધમાં

image source

આ દીવ અંગે વાત કરતા અશોખ ચક્રધારીએ કહ્યું કે, તેઓ 2019થી જ નવી ડિઝાઈનની શોધમાં હતા. આ દરમિયાન તેમણે ઈન્ટરનેટ પર એક દીવડો જોયો. જેમાં તેલ ભરેલું રહે છે જેથી દીવડો બંધ થાય નહીં. આ જ થીમ પર તેમણે નવો દીવડો ડિઝાઈન કરવાનું વિચાર્યું. અશોક ચક્રધારીની આ શોધ વિશે લોકોને જાણકારી મળતી ગઈ તેમ તેમ તેને ઓર્ડર મળતા ગયા.

હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

image source

દિવાળી ના દિવસે આ પાંચ જગ્યાએ દીવા પ્રગટાવવા

1. ઘરના આંગણે આખી રાત દીવો પ્રગટાવીને રાખવાથી માતા લક્ષ્મીનો આશીર્વાદ જરૂર મળશે અને દરેક સમસ્યાનું સમાધાન મળી જશે.

2. માતા લક્ષ્મીનું આગમન ઘરના મુખ્ય દરવાજેથી થશે તો ત્યાં દીવો પ્રગટાવો ખુબ જરૂરી છે.

image source

3. આસપાસ કોઈ સુમસામ જગ્યા કે સ્મશાન હોય તો ત્યાં પણ દીવો પ્રગટાવી અને અંધારું દૂર કરવું જોઈએ. ઘરની આસપાસ આવેલ મંદિરમાં જઈ અને દીવો પ્રગટાવો જોઈએ.

4. દિવાળીને દિવસે જ્યાં લક્ષ્મી પૂજન કર્યું હોય એ જગ્યા પર આખી રાત દીવો પ્રગટી રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

5. દિવાળીના દિવસે પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવો જોઈએ. કહેવાય છે કે પીપળાના વૃક્ષમાં દેવતાઓનો વાસ હોય છે.

image source

6. ઘરની આસપાસના ચોકમાં જ્યાં જ્યાં અંધારું છવાયેલ હોય ત્યાં દીવા પ્રગટાવી રોશની ફેલાવી જોઈએ. આ જગ્યા પર અંજવાળું કરવાથી તમારી પૈસાથી જોડાયેલ દરેક સમસ્યાઓનું સમાધાન મળી જશે.