આ ઉપાયની મદદથી ઘરકામમાં મેળવી શકો છો પતિની મદદ, જાણી લો જલદી આ ટિપ્સ તમે પણ

આજનો યુગ ઝડપનો યુગ છે, હરીફાઈનો યુગ છે અને જો આ સમયે ઘરમાં પતિ અને પત્ની બંને સાથે મળીને કામ ના કરે તો ગાડી બરાબર દોડતી નથી. બંનેને એકબીજાના સહકારની જરૂર રહે છે. જો પત્ની પતિને બહાર જઈને રૂપિયા કમાવવામાં મદદરૂપ થઇ શક્તિ હોય તો પતિ પાસે પણ તે ઘરના કામ કાજમાં મદદરૂપ થવાની અપેક્ષા રાખે છે. પરંતુ પતિ જયારે તેવું ના કરે તો બિચારી પત્ની કરે શું?

image source

પત્ની ઈચ્છે છે કે પતિ તેને સમજે, ભરપુર સહયોગ આપે અને તેને ઘરના નાના મોટા કામ કાજમાં મદદરૂપ થાય. આજ કાલ મહિલાઓમાં પણ ઉચ્ચ શિક્ષણનું પ્રમાણ વધુ જોવા મળે છે. આથી મહિલાઓ પતિને આર્થિક રીતે પુરતો ટેકો આપતી હોય છે. અને સામે પતિ પણ તેને મદદરૂપ થાય તેવું ઈચ્છતી હોય છે.

જાણો કે કઇ રીતે પત્ની પતિને પોતાના ઘરના કામમાં રસ લેતા કરી શકે છે

એકમેકના પૂરક બનો

image source

જેમકે પતિ જ્યારે સવારે ઓફિસ માટે તૈયાર થાય છે ત્યારે પત્નીઓ નાસ્તા, કપડાં, જરૂરી ચીજવસ્તુઓની સાથે ટિફિન સુધીની તમામ ચીજો તેમને તૈયાર આપે છે. તો તેઓ પતિ પાસેથી પણ થોડી મદદની ઈચ્છા રાખે છે. જો તમે પત્નીના કોઈ મોટા કામમાં મદદ ન કરી શકો તો તમે જમ્યા બાદ પ્લેટ્સ મૂકવી, ઘરમાં અસ્તવ્યસ્ત ફેલાયેલી ચીજોને તેની જગ્યા પર મૂકવી વગેરે જેવા નાના કામ તો કરી જ શકો છો. તો આ નાની મદદ પણ તમારી પત્નીને મોટી મદદ કરશે અને તે ખુશ પણ થશે. તો તમે આ મદદ કરો. જો તમે ટીવી જુઓ છો કે પછી નેટ સર્ફિંગ કરો છો અને કોઈ ચીજ માટે પત્નીને બૂમ પાડો છો તે યોગ્ય નથી. તમે જાતે પણ તે ચીજ લઈ શકો છો. તેનાથી તમારી પત્નીને ઘણી મોટી મદદ મળી જાય છે.

માનવસહજ સ્વભાવના કારણે કરે છે આવું વર્તન

image source

પતિદેવો તો સ્વભાવે બિલકુલ સ્વતંત્ર અને લાપરવાહ હોય છે. જો કે તેનો મતલબ એ બિલકુલ નથી કે તેઓ ઘરનું કામકાજ કરી શકે તેમ નથી આપણા સમાજમાં જ પુરુષોનું એવું માઈન્ડ સેટ હોય છે કે તેઓ ઘરનું કામ કરવામાં પોતાને ઉતરતી મને છે. તે કામ તો માત્ર ઘરની મહિલાઓનું છે તેમ તેમનું માનવું છે. પુરુષો માત્ર હુકમ કરે અને તેમના માટે બધું જ હાજર. જેના કારણે તેઓ આળસુ પ્રકૃતિના થઈ જાય છે અને કામ કરવાથી દુર ભાગ્યા કરે છે.

પતિદેવો પાસે કામ કેવી રીતે કરાવવું?

image source

જો તેમનો સહયોગ ના હોય તો મહિલાઓ માટે અનેક મુશ્કેલીઓ ઉભી થતી હોય છે. આ માટે આસન ટીપ્સ એ છે કે સૌ પ્રથમ તો તેમને ઘરનું થોડું થોડું કામ કરાવવાની આદત પાડો અને કામ સારું થાય છે તે વાત પર બહુ ધ્યાન ન આપતા તેઓ કામ કરે છે તે મહત્વનું છે.

image source

ધૈર્ય રાખીને પતિ પાસે કામ કરાવો. જેમ જેમ તમને કામમાં મદદરૂપ થશે તેમ તેમ તેમના કામની ગુણવત્તા પણ સુધારતી જશે. માટે તે વિવાદનો મુદ્દો ના બનાવવો.