આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલ લગ્નની તૈયારીઓ થઈ શરૂ, સામે આવી રોકા સેરેમનીની તસવીરો

નેહા કક્કડના લગ્ન બાદ આદિત્ય નારાયણના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એક્ટ્રેસ શ્વેતા અગ્રવાલ સાથે લગ્નની જાહેરાત થયા બાદ હવે તેના રોકા સમારોહની તસવીર સામે આવી છે. તસવીરમાં બંનેનો પરિવાર જોવા મળે છે.

image source

તસવીરમાં આદિત્ય ગ્રે શર્ટ અને ડેનિમ પહેરેલો જોવા મળી રહ્યો છે તો શ્વેતા પિંક સલવાર સૂટમાં સુંદર લાગી રહી છે. બંનેના હાથમાં શુકન મૂકેલા પણ જોઈ શકાય છે.

બન્નેની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લોકો તેમને શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે.

આદિત્યએ શ્વેતા અગ્રવાલ સાથેના રિલેશનશીપની પુષ્ટિ કરી હતી

image source

જો કે રિયાલિટી શો માં આદિત્ય અને નેહા કક્કડ વચ્ચેની અફેરે જોર પકડ્યું હતું. પરંતુ તે એક શો નો ભાગ હોવાનું આખરે સામે આવ્યું હતું અને બીજુ કે થોડા દિવસ પહેલા જ નેહાના લગ્ન સંપન્ન થયા છે. અને થોડા સમય પહેલા આદિત્યએ તેની ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથેના રિલેશનશીપ સ્ટેટસની પુષ્ટિ કરતી એક તસવીર પોસ્ટ કરી હતી. આ જાહેરાત સાથે તેણે એમ પણ કહ્યું હતું કે, બંને જલ્દીથી લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. લગ્નની તૈયારી માટે તેણે સોશિયલ મીડિયા પરથી બ્રેક પણ લીધો છે.

‘અમે લગ્ન કરી રહ્યા છીએ

આદિત્યએ શ્વેતા સાથે ફોટો શેર કરતી વખતે લખ્યું કે, ‘અમે લગ્ન કરી રહ્યા છીએ. હું દુનિયાનો સૌથી ખુશ વ્યક્તિ છું કે મને શ્વેતા મળી. મારી સોલમેટ, 11 વર્ષ પહેલા અને હવે અમે ફાઈનલી લગ્નના બંધનમાં બંધાવા માટે જઈ રહ્યાં છીએ. અમે બન્ને ખૂબ જ પ્રાઈવેટ લોકો છીએ. એવું માનીએ છીએ કે એક વ્યક્તિની જિંદગીને પ્રાઈવેટ રાખવી જોઈએ. લગ્નની તૈયારીઓ માટે સોશિયલ મીડિયા પરથી બ્રેક લઈ રહ્યો છું. ડિસેમ્બરમાં મળીશું. કહ્યું હતું ને કે કભી ન કભી તો મિલોગે કહીં પર હમ કો યકીન હૈ….’

આ તારીખે લગ્નગ્રંથીથી જોડાશે

image source

આદિત્ય નારાયણ તેની ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે પહેલી ડિસેમ્બરે લગ્ન કરવાનો છે. કોરોના વાયરસને કારણે ઘણા ઓછા લોકો આ લગ્નમાં હાજરી આપશે. તેણે કહ્યું હતું કે અમે પહેલી ડિસેમ્બરે લગ્ન કરીશું અને તેમાં માત્ર પરિવાર અને મિત્રોને જ આમંત્રણ આપીશું. મહારાષ્ટ્રમાં 50થી વધુ લોકોને એકત્રિત કરવાની મંજૂરી આપવામાં આવી નથી. આદિત્યએ કહ્યું હતું કે એક મંદીરમાં સાદાઈથી લગ્ન કરવામાં આવશે. જોકે અમે ગ્રાન્ડ રિસેપ્શન અંગે વિચારી રહ્યા છીએ અને બધું બરાબર થઈ જશે ત્યાર બાદ અમે એક મોટું રિસેપ્શન રાખવાની વિચારણા કરી રહ્યા છીએ.