આત્મસન્માન.. – આ વાત છે 20 વર્ષ ની ગીતા ની… જેને 10 વર્ષ ની વયે જ પોતાના માતા પિતા ની છાત્રા છાયા ગુમાવી હતી..

આ વાત છે 20 વર્ષ ની ગીતા ની… જેને 10 વર્ષ ની વયે જ પોતાના માતા પિતા ની છાત્રા છાયા ઘુમાવી હતી.. … ના કોઇ મોટા ભાઈ કે બહેન ….. એટલે ગીતા પોતાના કાકા કાકી સાથે રહેતી…. કાકા કાકી પણ ગીતા ને પોતાની દિકરી ની જેમ રાખતા…. તેમને પણ કોઇ છોકરો છોકરી હતા નઈ એટલે ગીતા જ તેમના માટે જે ગણે તે હતી…..

પરિસ્થિતિ ખૂબ કપરી હોવાથી ગીતા ભણવાની સાથે સાથે એક હોટેલ માં કામ કરતી… નાનપણ થી જ ગીતા ને આમ જીન્દગી સામે ઝઝૂમતી જોઈ ને હોટેલ ના શેઠ થી માંડી ને વર્કર્સ ને પણ ગીતા પ્રત્યે ખૂબ જ માન સન્માન હતું.. ગીતા પણ તેનું કામ સ્વમાન ભેર કરતી…. આથી કાકા કાકી ને પણ તેના પર ખૂબ ગર્વ થતો……. કાકી પણ છૂટક મજૂરી કરતા .. જેમ તેમ કરી ને બધા નો પેટ નો ખાડો પુરાઈ જતો હતો…..

ગીતા એ સરકારી શાળા માં જ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો… એકબાજુ પોતે કમાવી ને બચાવેલા પૈસા થી કોલેજ માં ભણવાના પૈસા ભર્યા….. બધું ખુબ સરળતા થી ચાલતું…. સાવરે કોલેજ પતાવી ને ગીતા 3-8 હોટેલ માં કામ કરવા જતી….. ગીતા આજે ખુબ ખુશ હતી… કોલેજ ના પ્રથમ વર્ષ માં પેહલો નંબર આવવાથી હોટેલ ના શેઠ અને બીજા બધા વર્કર ને પોતાના હાથે બનાવેલ શીરા થી મોં મીઠુ કરાવ્યું…. અને પછી પોતાના કામે વળગી..

image source

એટલા માં એક શ્રીમંત કુટુંબ હોટેલ માં જમવા માટે આવ્યું… રૂટિન કાર્ય ની જેમ ગીતા એ તે કુટુંબ મેં માન ભર્યું વેલકમ કર્યું અને પોતાની જગ્યા પર બેસાડ્યા…. દિપાલી અને રાજ… તેમના છોકરા જય ની બર્થડે માનવવા હોટેલ માં આવ્યા….. રાજ ખુબ જ હૅન્ડસમ લાગતો… તેથી દિપાલી હંમેશા રાજ પર શક ની નજરે જોવાની તેની ટેવ હતી… ગીતા ઠંડા પાણી ના ગ્લાસ અને જગ લઇ ને તે ફેમિલી ના ટેબલ પર મુક્યા…

અને પાછી વળી… જય નું રમવાનું રમકડું નીચે પડી ગયું હતું… જે ગીતા ને ખબર ન હતી… આથી ગીતા ને તે પગ માં આવતા ફસડાય પડી.. અને તે રાજ ના ખોળા માં જઈ ને પડી….. એ જોઈ ને દિપાલી એકદમ ગુસ્સે ભરાઈ ને ગીતા નો હાથ પકડી ને ધક્કો. મારી ને નીચે પાડી દીધી… અને ગીતા ને મૉટે મૉટે થી બોલવા લાગી…. “તમારા જેવી લેડીસ ને તો હું બરોબર જાણું છું…

image source

મોટા મોટા ઘર ના છોકરાઓ ને ફસાવવા આવી હોટેલ માં કામ કરે છે “”અને પોતાને વેચી ને પૈસા કમાય છે “”‘હુહ… નીકળ અહીં થી નઈ તો…. હોટેલ માં સૌ કોઇ આ તમાશો જોઈ રહ્યા હતા …… જય એ પણ કહ્યું મારી ભૂલ છે મમ્મી આંટી ની નઈ… રાજ પણ દિપાલી ને સમજવા નો ખુબ જ પ્રયત્ન કર્યો પણ દિપાલી સતત ગીતા ના આત્મસન્માન ને ઠેસ પોહચાડી રહી હતી…. ખૂબ જ ભાવુક અને લાગણીશીલ સ્વભાવ ને કારણે ગીતા વળતો કોઇ પણ જવાબ આપ્યા વગર ત્યાંથી ચાલી નીકળી ……

ગીતા ને તે શબ્દો મગજ માંથી નીકળતા જ ના હતા….. બધા ની સામે સામે એમ પોતાના આત્મસન્માન ની ધજીયા ઊડતી જોઈને તે ખૂબ રડતી હતી … હોટેલ ના બીજા કામદારો એ પણ ગીતા ને સમજાવી… પણ ગીતા ને સહન થતા બહાર નીકળી ગઈ….. રડતી રડતી ગીતા એ સામે આવતી ટ્રેન નીચે પડતું મૂકી ને આપઘાત કર્યો……

image source

(આત્મસન્માન એ જીવન માં ખૂબ મોટી વસ્તુ છે….જેના દ્વારા એક વ્યક્તિ પોતાની જીન્દગી જીવવા સક્ષમ બને છે….આત્મસનમાન સૌ કોઇ ને નાના બાળક થી માંડી ને વૃદ્ધ વ્યક્તિ સુધી ને ખુબ વહાલું હોય છે… જો એક નાનું બાળક કે જેને બધા ની સમક્ષ લડવાથી રિસાય ને બેસી જતું હોય તો ગીતા તો એક 20 વર્ષ ની મેચ્યોર,સ્વમાન ભેર જીવન જીવનાર ને કેટલું દુઃખ પોહ્ચ્યું હશે તો ગીતા એ એવું ડગલું ભર્યું… કોઇ પણ વ્યક્તિગત ની વાત જાણ્યા વગર અપશબ્દો બોલવા એ પણ એક ગુન્હા બરાબર છે……કોઇ પણ વ્યક્તિ ને અપશબ્દો બોલતા પેહલા સામે વાળી વ્યક્તિ ને તેની શુ અસર થશે તે હંમેશા વિચારવું જોઈએ..નહિ તો એનું પરિણામ ભયાનક પણ હોઈ શકે છે…)

લેખક : જીનલ ટેલર “વિહા”

દરરોજ અવનવી વાર્તાઓ અને માહિતી વાંચવા લાઈક કરો અમારું પેજ.