આવો તો પતિ હોય ક્યાંય! સ્ત્રીના પ્રાઇવેટ પાર્ટમાં થયુ માત્ર ઇન્ફેક્શન, એમાં તો પતિએ પત્નીને આપી દીધા…

ગુજરાત રાજ્યમાં ખેડા જિલ્લામાં ત્રણ તલાકનો એક એવો કેસ સામે આવ્યો છે જેમાં એક સ્ત્રીને એના પતિએ એટલે તલાક આપી દીધો કારણ કે એ સ્ત્રીના પ્રાઇવેટ પાર્ટમાં ઇન્ફેક્શન થયું હતું. આ સ્ત્રીએ પોતાના પતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

image source

‘એક રિપોર્ટ અનુસાર સ્ત્રીનો આરોપ છે કે એનો પતિ એની સાથે પહેલેથી જ દુર્વ્યવહાર કરતો હતો અને નાની નાની ભૂલો હોય તોપણ એને છોડી દેવાની ધમકી આપ્યા કરતો હતો. આ સ્ત્રીની ઉંમર ફક્ત 24 વર્ષની છે. એ બંનેના નિકાહ ગયા વર્ષે મેં મહિનાની 2જી તારીખે થયા હતા. તમને જણાવી દઈએ કે બંનેના લગ્ન પરિવારની મરજીથી કરવામાં આવ્યા હતા. આ સ્ત્રીનો પતિ એક ખાનગી કંપનીમાં કામ કરતો એક કર્મચારી છે.

image source

સ્ત્રીએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે જુલાઈ મહિનામાં એક મેડિકલ તપાસ દ્વારા એને ખબર પડી કે એ પોતે ગર્ભવતી છે. એ દરમિયાન ડોકટરે એને સાફ સફાઈનું ખાસ ધ્યાન રાખવાનું કહ્યું હતું.ઘરના કામોમાં વ્યસ્ત રહેવાના કારણે એ સ્ત્રી પોતાની પૂરતી કાળજી ન લઈ શકી અને કોઈ કારણસર એના પ્રાઇવેટ પાર્ટમાં ઇન્ફેક્શન થઈ ગયું હતું. એને પોતાના પતિને કહ્યું હતું કે મને ડોક્ટર પાસે લઈ જાવ પણ એના પતિએ એની વાતો પર કોઈ ધ્યાન નહોતું આપ્યું. લગભગ એક મહિના પછી આ સ્ત્રીને ખૂબ જ તાવ ચડ્યો હતો અને લોહીની ઉલટી પણ શરૂ થઈ ગઈ હતી.

image source

આ સ્ત્રીના માતા પિતા એને વહેલી તકે ડોકટર પાસે લઈ ગયા હતા. ત્યારે ડોકટરે એને જણાવ્યું કે એ સ્ત્રીને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઇન્ફેક્શન છે અને એ સ્ત્રીને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી. જ્યારે એનો પતિ હોસ્પિટલ પહોંચ્યો તો ડોકટરે એને પણ જણાવ્યું કે એ યુવતીના પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઇન્ફેક્શન છે.

image source

આ યુવતી ચાર દિવસ સુધી હોસ્પિટલમાં એડમિટ રહી. જ્યારે આ યુવતીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ત્યાર પછી એનો પતિ એને મળવા માટે એના પિયર ગયો હતો અને ત્યાં એને ખૂબ જ ગાળાગાળી કરી.

image source

એટલું જ નહીં એને પોતાના બીજા લગ્નની વાત કહીને પોતાની પત્ની અને એના પરિવારના સભ્યો સામે ત્રણ વાર તલાક તલાક તલાક બોલ્યો અને ત્યાંથી જતો રહ્યો. જતા પહેલા એને યુવતીના પરિવાર પાસેથી દોઢ લાખ રૂપિયાની પણ માંગણી કરી હતી. એ બાદ એના પરિવારના સભ્યોએ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને એના પતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.