અમિતાભ બાદ અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ, જાણો સાસુ-વહુનો શું આવ્યો રિપોર્ટ

બોલિવૂડના શહેનશાહ એવા અમિતાભ બચ્ચનને કોરોના પોઝિટિવ હોવાની વાત સામે આવતાં જ જાણે ખળભળાટ મચી ગયો છે. હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેવામાં વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે તે અભિષેક બચ્ચન પણ કોરોના પોઝિટિવ છે.

image source

અભિષેકએ પણ અમિતાભ બચ્ચનની જેમ ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી હતી. અમિતાભ બચ્ચનની સાથે અભિષેક બચ્ચનને પણ મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બચ્ચન પરિવારનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો આ ટેસ્ટમાં અભિષેકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

image source

અભિષેક બચ્ચને કોરોના અંગે ટ્વીટ પણ કરી હતી. તેણે જણાવ્યું હતું કે, આજે મારા પિતા અને મારો બંનેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમને બંનેને કોરોનાના લક્ષણો જણાતા ઓથોરિટીએ તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. હવે અમારા પરિવારના સભ્યોના કોરોના ટેસ્ટ થઈ રહ્યા છે. લોકોને અપીલ છે કે તેઓ શાંતિ જાળવે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોરોનાથી મુંબઈ સૌથી વધુ પ્રભાવિત થયું છે. અહીં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તેવામાં બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ચાહકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. શનિવારે રાત્રે અમિતાભ બચ્ચને ટ્વીટ કરી જાતે જ પોતે કોરોના પોઝિટિવ હોવાના સમાચાર શેર કર્યા હતા.

image source

અમિતાભે ટ્વીટમાં લખ્યું છે કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મને ઓથોરિટીએ હોસ્પિટલમાં દાખલ કર્યો છે. હોસ્પિટલ તંત્ર આ અંગે જાણકારી આપી રહ્યું છે. મારા પરિવાર અને સ્ટાફના લોકોના પણ ટેસ્ટ થઈ રહ્યા છે. તેમના ટેસ્ટ રિઝલ્ટની રાહ જોવાઈ રહી છે. આ સાથે અન્ય લોકો જે છેલ્લા 10 દિવસમાં મારા સંપર્કમાં આવ્યા હોય તેઓ પણ પોતાનો ટેસ્ટ કરાવી લે.

આ સાથે જ રાહતના સમાચાર એ પણ છે કે બચ્ચન પરિવારમાંથી જયા બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, તે બંને સેફ છે અને તેમને કોરોનાનું સંક્રમણ થયું નથી.

image source

અમિતાભ અને અભિષેકના વર્કફ્રંટની વાત કરીએ તો લોકડાઉનના કારણે અમિતાભ બચ્ચની ફિલ્મ ગુલાબો સિતાબો થોડા સમય પહેલા એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઈ હતી જ્યારે તાજેતરમાં જ અભિષેક બચ્ચનની વેબ સીરીઝ બ્રીધ-2 પણ એમેઝોન પર રિલીઝ થઈ છે.

image source

અમિતાભ બચ્ચન લોકડાઉન દરમિયાન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહ્યા છે. તેમની ફિલ્મોનું શૂટિંગ તો અધુરું છે પરંતુ તેઓ કોન બનેગા કરોડપતિ પર કામ કરી રહ્યા હતા. આ શોનો પ્રોમો શૂટ થઈ ચુક્યો છે અને એપિસોડની તૈયારીઓ શરુ થઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span