અમદાવાદીઓ ખાસ અહિંયા જોવા જજો પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવેલી આ વસ્તુઓ, જેમાં છે ટિ-શર્ટની સાથે આટલું બધુ

સામાન્ય રીતે પ્લાસ્ટિકની બોટલનું પાણી પીધા બાદ બેજવાદાર નાગરીકો તેને ગમે ત્યાં ફેંકી દેતા હોય છે. પણ છેલ્લા કેટલાક સમયથી વિવિધ સંસ્થાઓ તેમજ રાજ્ય સરકારો તેમજ કેન્દ્ર સરકાર દ્વારા પર્યાવરણના રક્ષણ હેતુ કેટલીક મુહિમ ચલાવવામાં આવી રહી છે. કેટલાક રાજ્યોમાં પ્લાસ્ટિકની બોટલો તેમજ વિવિધ કચરાને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી કોઈ જગ્યાએ જમા કરાવવામાં આવે તો લોકોને તેના બદલાનું શુદ્ધ – સ્વચ્છ ભોજન આપવામા આવે છે. તો વળી કેટલાક રેલ્વે સ્ટેશન પર પણ પ્લાસ્ટિક બોટલને પરત લેવાના વેન્ડિંગ મશીન મુકવામાં આવ્યા છે. જે પણ વ્યક્તિ આ પ્લાસ્ટિક બોટલને પરત લેતી વેન્ડિંગ મશીનમાં ખાલી નક્કામી બોટલ જમા કરાવશે તેને અમુક પોઇન્ટ્સ રેલ્વે દ્વારા આપવામાં આવે છે.

image source

પણ તાજેતરમાં આવી પ્લાસ્ટિકની બોટલનો એક નવતોર પ્રયોગ સામે આવ્યો છે. હવે આ વેસ્ટ થયેલી પ્લાસ્ટિકની બોટલોમાંથી ટી-શર્ટ, તકિયાના કવર વિગેરે જેવી ઉપોયગી વસ્તુઓ બનાવવામાં આવી રહી છે.

હાલ અમદાવાદ મંડળના ગાંધીધામ રેલ્વે સ્ટેશન પર ટી શર્ટ, નેપકીન જેવા ઉત્પાદનોની એક ગેલેરી બનાવામાં આવી છે. આ ઉત્પાદનો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

image source

રેલ્વેના મુસાફરોમાં એક પ્રકારની જાગરુકતા ફેલાવવા માટે આ ગેલેરી બનાવવામાં આવી છે. પશ્ચિમ રેલ્વેના મહાપ્રબંધક આલોક કંસલે ગાંધીધામ સ્ટેશન પરની આ ગેલેરીનું ઉદ્ઘાટન કર્યુ હતું.

અમદાવાદ મંડળના વરિષ્ઠ મંડળ અભિયંતા એટલે કે ગૃહ પ્રબંધક ફેડ઼્રિક પેરિયતે જણાવ્યું કે પ્લાસ્ટિક એક એવો પદાર્થ છે જે જલદી નષ્ટ નથી થતો. તેવામાં ટ્રેન કે રેલ્વેના પરિસરમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા પ્લાસ્ટિકના કચરાનું વ્યવસ્થાપન કરવામાં આવે છે.

image source

અમદાવાદ સહિત અન્ય રેલ્વે સ્ટેશનો પર પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીન લગાવવામા આવ્યા છે, જ્યાં આ બોટલનું ક્રશિંગ થાય છે. અને ત્યાર બાદ તેના દ્વારા પ્લાસ્ટિકના દાણા બને છે અને તેમાંથી પ્લાસ્ટિકના ઉત્પાદન બનાવી શકાય છે. હાલના સમયમાં એક કંપની દ્વારા પ્લાસ્ટિક બોટલોના દાણામાંથી નેપકીન, ચાદર, તકિયાના કવર, અને ટી-શર્ટ બનાવવામાં આવ્યા છે. જેમાં 33 ટકા કોટન અને 67 ટકા પ્લાસ્ટિકના દાણાનો ઉપયોગ થયો હોય છે. આ ચાદરો, તકિયાના કવર અને નેપકીન રેલ્વેના યાત્રીઓ પણ ઉપયોગમાં લઈ શકે છે.

image source

તેમણે જણાવ્યું કે ગાંધીધામ રેલ્વે સ્ટેશન પર પણ પ્લાસ્ટિક બોટલ શ્રેડિંગ મશીન લગાવવામાં આવ્યું છે. સાથે સાથે પીળા રંગની કચરાપેટીઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી કરીને પ્લાસ્ટિકનો કચરો અલગ કરી શકાય. તો બીજી બાજુ મલ્ટી લેયર્ડ પ્લાસ્ટિકમાંથી માત્રને માત્ર સૌથી વધારે પ્રદૂષણ જ નથી થતું પણ તેનો નાશ કરવો પણ ખૂબ અઘરો છે.

image source

આવા પ્લાસ્ટિકને અલગ ભેગુ કરવામા આવે છે અને ત્યાર બાદ તેને એક પ્રાઇટ કંપનીને મોકલી દેવામાં આવે છે જે પ્લાસ્ટિકનું રિસાઇકલ કરે છે. તેઓ જણાવે છે કે હાલ આ ખાનગી કંપનીએ ગાંધીધામ સ્ટેશનના કોન્કોર હૉલમાં પ્લાસ્ટિકથી બનેલા ઉત્પાદનોની ગેલેરી લગાવી છે. તેમણે દાવો કર્યો છે કે ભારતીય રેલ્વેમાં આવી પહેલી પ્લાસ્ટિક મેનેજમેન્ટ ગેલેરી છે, જે સંપૂર્ણ રીતે પ્લાસ્ટિક પ્રબંધનને બતાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span