અમદાવાદમાં બનેલી આ ઘટનાથી પોલીસ પણ હેબતાઈ ગઈ, 13 વર્ષની કિશોરી સાથે થયું એવું કે..
વર્તમાન સમયમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જઈ રહ્યું છે. એક તરફ આપણે સંસ્કારની વાતો કરીએ છીએ તો બીજી તરફ પશ્ચિમી સંસ્કૃતિની માયા આપણને છોડી નથી રહી. હાલમાં જ્યારે કોરોનાનો ભય દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે એક વિચિત્ર અને આંખો ઉઘાડી દેનારો કિસ્સો અમદાવાદ શહેરમાંથી સામે આવ્યો છે.

આ કિસ્સા વિશે જાણીને તમે પણ ચોંકી જશો. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં જે કિસ્સો સામે આવ્યો છે એ દેશના તમામ માતાપિતાઓ માટે મુશ્કેલીના એલાર્મ જેવો છે. આ ઘટના અમદાવાદના વેજલપુર વિસ્તારની છે, જ્યાં 15 વર્ષના એક સગીરે ૧૩ વર્ષની એક સગીરા સાથે દુષ્કર્મ કર્યું હોવાની ઘટના સામે આવી છે. આ મામલે હજુ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
રમવાના બહાને ધાબે લઇ જતો હતો

હાલના સમયમાં દુષ્કર્મ જાણે કે સામાન્ય ઘટના બનતી જઈ રહી છે. દુષ્કર્મના કિસ્સાઓ દેશ ભરમાં અવારનવાર જોવા મળી રહ્યા છે. પણ અમદાવાદમાં જે કિસ્સો સામે આવ્યો છે એ સાવ અલગ જ પ્રકારનો છે. આ કિસ્સો એવા માતા પિતા માટે ચિંતાનું કારણ બની શકે છે, જે પોતાના બાળકોને ઘરમાં એકલા મુકીને કામે જાય છે.

વેજલપુર વિસ્તારના એક અપાર્ટમેંટમાં રહેતી એક સગીરા સાથે એમના જ એપાર્ટમેન્ટમાં રહેતા સગીર દ્વારા સગીરાને રમવાના બહાને ધાબા પર લઇ જઈને એની સાથે દુષ્કર્મ કર્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં સગીર સગીરાને રમવાના બહાને ધાબે લઇ જતો હતો, પણ એના મનમાં કોઈ અલગ જ રમત ચાલતી હતી. મળતી માહિતી મુજબ આ 15 વર્ષના સગીરે રમવાના બહાને ૧૩ વર્ષની સગીરાને પોતે એને પ્રેમ કરે છે એમ જણાવ્યું હતું અને ત્યારબાદ એણે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.
સગીરાએ માતાને સમગ્ર વાત જણાવી

મળતી માહિતી મુજબ આ ૧૩ વર્ષની બાળકી છેલા પાંચ મહિનાથી જ અમદાવાદમાં માતાપિતા સાથે રહેવા આવી હતી. જો કે આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો હતો, જ્યારે નોકરી પરથી કામ કરીને ઘરે પાછા ફરેલા માતાપિતાના આ અંગે પાડોશી દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ સગીરાના માતાપિતાને એમના પાડોશીએ સગીરા બપોરના બે કલાક જેટલો સમય એમના જ એપાર્ટમેન્ટમાં રહેતા સગીર કિશોર સાથે ધાબા પર ગઈ હતી એ વિશે જણાવ્યું હતું. આ વિશે સગીરાની માતાને જાણ થતા જ એમણે દીકરીને આ વિશે કડક થઈને પુછ્યૂ હતું અને સગીરાએ માતાને સમગ્ર વાત જણાવી હતી.
દીકરી પર કરેલા દુષ્કર્મની ફરિયાદ નોધાવી

આ આખીયે ઘટના અંગે જ્યારે માતાને જાણ થઇ, તો તે આ જાણીને જ હેબતાઈ ગઈ હતી. આ વાતની જાણ થતા જ તેઓ સૌપ્રથમ પોલીસ સ્ટેશન પહોચ્યા હતા અને એમણે એમના જ એપાર્ટમેન્ટમાં રહેતા 15 વર્ષના સગીરે પોતાની દીકરી પર કરેલા દુષ્કર્મની ફરિયાદ નોધાવી હતી. જો કે શરૂઆતા તો આ દુષ્કર્મની ફરિયાદ જાણીને જ અધિકારીઓ પણ હેબતાઈ ગયા હતા. અંતે પોલીસે ઘટના અંગે સમગ્ર માહિતી નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.