અમદાવાદીઓએ માણી વરસાદની મજા, એસજી હાઇવે, બોડકદેવ, ગોતામાં ધોધમાર વરસાદ, જાણો હાલની લેટેસ્ટ પરિસ્થિતિ વિશે

સૌરાષ્ટ્રના વાતાવરણમાં થઈ ફેરબદલી, રાજકોટ અને જૂનાગઢમાં ઝરમર થતા વરસાદથી ઠંડક પ્રસરી, અમદાવાદમાં પણ મેઘરાજાએ દેખા દીધા.

રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન દર વર્ષ કરતા આ વર્ષે વહેલું થયું છે. ત્યારે હજી વરસાદી દિવસોની શરૂઆતમાં જ સૌરાષ્ટ્ર જળબમ્બાકાર થઈ ઉઠ્યું છે. ચાર દિવસથી નિરંતર વરસી રહેલા વરસાદનું સતત પાંચમા દિવસે પણ સૌરાષ્ટ્રમા વરસવું ચાલુ જ છે. આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો બીજી બાજુ રાજકોટ અને જૂનાગઢમાં સવારથી જ ઝરમર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. જેથી આસપાસના સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. એટલું જ નહીં આ વરસાદી વતવર્ણના કારણે કેટલાક રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં.

રાજકોટમાં ઝરમર વરસાદ

IMAGE SOURCE

રાજકોટમાં આજે વહેલી સવારથી જ વાદળો ઘેરાયેલા હતા અને વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. એ પછી મેઘરાજાએ ધીમીધારે રાજકોટ શહેરમાં વરસવાનું શરૂ કર્યું છે. શહેરના માધાપર ચોકડી, ગોંડલ રોડ, કાલાવડ રોડ, કોઠારીયા ચોકડી, ગ્રીનલેંડ ચોકડી અને મોરબી ચોકડી સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે.

ભારે વરસાદથી ગઢાળા ગામનો મુખ્ય રસ્તો ધોવાયો

IMAGE SOURCE

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢાળા ગામે મોજ નદીમાં આવેલા પૂરના કારણે આ ગામનો મુખ્ય રસ્તો ધોવાય ગયો છે. એટલું જ નહીં અનેક જગ્યાએ મોટા મોટા ગાબડા પણ પડી ગયા છે. આ સમગ્ર બાબત અંગે સરપંચ નારણભાઈ આહિરે જણાવ્યું હતું કે અમે તંત્રને અનેક વાર પુલના સમારકામ અંગેની રજૂઆત કરી છે તેમ છતાં પુલનુ રિપેરીંગ કામ કરવામાં આવતું નથી. પુલને ઉંચો કરવામાં આવે તે માટે અમે ઘણી વખત રજૂઆત કરી છે. પણ તંત્ર દ્વારા આજ દિન કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી

સૌરાષ્ટ્રના જળાશયોમાં થયું નવું પાણી વહેતુ

IMAGE SOURCE

સૌરાષ્ટ્રમાં સતત પાંચ દિવસથી વરસાદ અનરાધાર રીતે વરસી રહ્યો છે. જેના કારણે સૌરાષ્ટ્રના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. એવું ભાગ્યે જ બનતું હોય છે કે અષાઢ મહિનામાં જ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ પડ્યો હોય. તમને જણાવી દઈએ કે છેલ્લા 5 દિવસથી જામનગર, દ્વારકા, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે.

અમદાવાદ પણ થયું પાણી પાણી

IMAGE SOURCE

અમદાવાદ શહેરમાં આજે વરસાદનો વધુ એક રાઉન્ડ આવ્યો છે. શહેરના સેટેલાઈટ, ગોતા, બોડકદેવ, આશ્રમ રોડ, સાયન્સ સિટી, એસ.જી. હાઇવે,પાલડી, RTO, સુભાષબ્રિજ, રાણીપ, ન્યૂ રાણીપ, ઓગણજ, શિવરંજની, અને જગતપુર સહિતના અનેક વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. જોકે શહેરમાં આજે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી પણ એ આગાહીથી વિરુદ્ધ મુશળધાર વરસાદે અમદાવાદ શહેરને પાણી પાણી કરી મૂક્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.