એક સમયે માત્ર 50 રૂપિયા કમાતા તારક મહેતા..ના અબ્દુલની બદલાઇ ગઇ આજે જીંદગી, શું તમે જાણો છો કેટલી છે મિલકત તેમની પાસે

સોની સબ પર આવતા લગભગ કાર્યક્રમો પરિવાર સાથે બેસીને જોઈ શકાય એવા હોય છે. જેમાં સૌથી પ્રચલિત કાર્યક્રમ છે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’. આ શો એટલો પ્રતિષ્ઠિત છે કે એના કલાકારો અને તેમની રીયલ લાઈફ વિશે જાણવાની પણ દરેક દર્શકને ઈચ્છા હોય છે. તો એવા જ એક પાત્ર વિશે અમે આજે અવનવી જાણકારી લાવ્યા છીએ. વાત છે એક એવા કલાકારની જે એક સમયે માત્ર 50 રૂપિયા માટે કામ કરતો હતો અને હાલમાં મુંબઈમા પ્રોપર્ટી બનાવી રહ્યો છે. આ કહાની છે ‘અબ્દુલ’ની ભૂમિકા ભજવનાર શરદ સાંકલાની. સફળતા ક્યારેય સરળતાથી નથી મળતી, આમ શરદ સાંકલાએ પણ આ સ્તર સુધી આવવા માટે ગણો સંઘર્ષ કરવો પડયો હતો.

Taarak Mehta Ka Ooltah Chashmah written update, May 24, 2019 ...
image source

શરદ સાંકલાને ઈન્ડસ્ટ્રીમાં 25 વર્ષથી પણ વધુનો સમય થઈ ગયો છે. જો કે શરદે અત્યાર સુધીમાં આ ટીવી કાર્યક્રમ સિવાય 35થી વધુ ફિલ્મો અને ઘણાં ટીવી શોમાં કામ કર્યું છે. પરંતુ શરદની પહેલી કમાણી તો માત્ર 50 રૂપિયાની જ હતી. જો કે હાલમાં તે મુંબઈના 2 પ્રતિષ્ઠિત રેસ્ટોરન્ટના માલિક છે. હાલમાં શરદની મુંબઈમાં 2 રેસ્ટોરન્ટ છે, જેમાં એક રેસ્ટોરન્ટ પાર્લે પોઈન્ટ જૂહુમાં અને બીજી ચાર્લી કબાબ અંધેરીમાં સ્થિત છે. પહેલીવાર શરદે 1990માં ફિલ્મ વંશથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. એ ફિલ્મમાં તેમણે નજીવી ફી પર ચાર્લી ચેપલિનનો રોલ નિભાવ્યો હતો. જો કે ત્યારબાદ એમણે ખિલાડી, બાજીગર અને બાદશાહ જેવી મોટી ફિલ્મોમાં પણ કામ કર્યું. પછી ઘણા વર્ષો બાદ તેમણે તારક મહેતા જોઈન કર્યું. અને આ શો પછી તો એમની લાઈફ જ સેટ થઈ ગઈ.

image source

તમને એ પણ જણાવી દઈએ કે મીડિયા રીપોર્ટના આધારે શરદે પ્રથમ ફિલ્મ વંશમાં ડેબ્યું રોલ કર્યો હતો. ચાર્લી ચેપ્લિનનો ટૂંકા સમયનો રોલ કરી એમણે બોલીવુડમાં સ્થાન કર્યું હતું. ત્યારે એમને ફી પેટે માત્ર ૫૦ રૂપિયા મળતા હતા. જો કે ત્યારબાદ ઘણી ફિલ્મોમાં કામ કરવા છતાં, આઠ વર્ષ સુધી તેઓ બેરોજગાર રહ્યા હતા. જો કે ત્યારબાદ એમણે તારક મહેતામાં કામ શરુ કર્યું અને પછી તેઓ આજ સુધી અટક્યા નથી.

image source

એક ટીવી ઇન્ટરવ્યુંમાં એમણે રેસ્ટોરન્ટ અને પ્રોપર્ટી વિશે પૂછતા કહ્યું હતું કે, ‘કોઈ પણ શો કેટલો સમય ચાલે એ કોઈ કહી ન શકે. એટલે આવનાર સમયને ધ્યાનમાં રાખીને ભવિષ્ય માટે રોકાણ કરવા પડે છે. બાળકોને ઉજ્જવળ ભવિષ્ય આપવા મહેનત તો કરવી જ પડે છે ને…’

image source

શરદના અંગત જીવન વિષે વાત કરીએ તો એમનો જન્મ ૧૯ જુન ૧૯૬૫માં થયો હતો. એમની પત્નીનું નામ પ્રેમિલા સાંકલા છે અને એમના બંનેના લગ્નને આજે ૨૭ વર્ષ થઇ ચુક્યા છે. શરદને બે સંતાન છે. શરદની દીકરીનું નામ કૃતિકા છે અને એમના દીકરાનું નામ માનવ છે. શરદે જ્યારે ભણતર છોડીને અભિનય કરવાનું શરુ કર્યું ત્યારે એમને પોતાની પ્રથમ એડ ચેરી બ્લોસમના શુઝ પોલીસમાં ચાર્લી ચૈપલીનના રોલ દ્વારા મળી હતી, એ સમય દરમિયાન એ એડ બહુ પ્રખ્યાત એડ બની ગઈ હતી.

source
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.