લોકડાઉન દરમિયાન નવરી પડેલી આ અભિનેત્રીએ શાળા સમયનું આલ્બમ કાઢ્યું બહાર – કોણ છે આ ક્યૂટ અભિનેત્રી ?

શાળા સમયમાં સામાન્ય કીશોરીઓ જેવી લાગતી આ ક્યૂટ છોકરી આજે છે કરોડોના દીલોની ધડકન !

દીપિકા પાદુકોણના એક ફેન પેજે સોશિયલ મીડિયા પર 2 સરસ મજાના ફોટા શેર કર્યા છે. ફોટો દીપિકા પાદુકોણના સ્કૂલ સમયનો જણાઈ રહ્યો છે.અત્યારે હાલના સમયે દીપિકા પાદુકોણનો આ જૂનો ફોટો ખૂબ વાયરલ થઈ રહયો છે.

image source

અભિનેત્રી દીપિકા પાદુકોણ પોતાની એક્ટિંગથી તો બધાને પાગલ બનાવી જ રહી છે, પણ એની સુંદરતાના પણ લોકો દિવાના છે. દીપિકાએ સોશિયલ મીડિયા પર મુકેલી દરેક પોસ્ટ, દરેક ફોટો વાયરલ થતો રહે છે. એવા સમયે સોશિયલ મીડિયા પર દીપિકા પાદુકોણનો એક જૂનો ફોટો ખૂબ વાયરલ થયો છે. આ ફોટો એમના સ્કૂલ સમયનો જણાવવામાં આવે છે.

image source

દીપિકા નો જૂનો ફોટો થયો વાયરલ

દીપિકા પાદુકોનના એક ફેન પેજે સોશિયલ મીડિયા પર બે ફોટા પોસ્ટ કર્યા છે. ફોટો દીપિકા પાદુકોણ આ સ્કૂલ સમયનો છે. વાયરલ ફોટામાં દીપિકાને એની શિક્ષિકા તરફથી કઈક ભેટ મળી રહી હોવાનું નજરે પડે છે. અને એ ભેટ લેતી વખતે દીપિકાના ચેહરાનું એ હાસ્ય જોવાલાયક છે. દીપિકા એ ફોટામાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. હવે દીપિકાને આ ભેટ ક્યાં કારણસર મળી એ તો આ ફોટો જોઈને ખબર નથી પડી રહી પણ દીપિકા ચાહકો પોતાની મનગમતી અભિનેત્રીને આ અંદાજમાં જોઈ ઘણા ખુશ છે. ચાહકો એ જાણવા માટે ઘણા જ ઉત્સુક છે કે આખરે આ ફોટો પાછળનું રહસ્ય શુ છે. એ ખરેખર જોવા જેવી વાત હશે કે દીપિકા આ ફોટા પાછળનું રહસ્ય જણાવે છે કે પછી એને રહસ્ય જ રહેવા દે છે

image source

દીપિકા એ બતાવ્યું પોતાનું કુકિંગ ટેલેન્ટ

તમને જણાવી દઈએ કે અત્યારે લોકડાઉન દરમ્યાન દીપિકા પાદુકોણ રણવીર સિંગ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. એ આ લોકડાઉનમાં રણવીરને અલગ અલગ વાનગીઓ બનાવીને ખવડાવી રહી છે. એનું આ કુકિંગ ટેલેન્ટ આ સમયે ઘણા બધાને આકર્ષિત કરી રહ્યું છે.થોડા સમય પહેલા જ દીપિકા એ રણવીર માટે પિઝા બનાવ્યા હતા. એ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ હતી.આ સિવાય પણ બીજી ઘણી બધી વાનગીઓ દીપિકાએ બનાવી હતી જેના ફોટા એ અવારનવાર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ માં મૂકતી રહે છે.દીપિકા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આજકાલ ખૂબ જ એક્ટિવ જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone Fanpage 👑 (@live.love.deepika) on

દીપિકાના આગામી કામની વાત કરીએ તો દીપિકા પાદુકોણ અને રણવીર સિંગ ફિલ્મ 83 માં સાથે જોવા મળશે. કોરોના મહામારીના વધતા પ્રકોપના કારણે ફિલ્મન્જ રીલીઝને અટકાવી દેવામાં આવી છે. નવી રિલીઝ ડેટ હજી સુધી જણાવાઈ નથી.