જાણો અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે ઝઘડો થાય તો પહેલા સોરી કોણ બોલે છે, એશે ખુદ કર્યો આ વાતનો ખુલાસો

બોલિવૂડની સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને 2007 માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ શું તમે જાણો છો કે અભિષેકે ઐશ્વર્યાને બનાવટી રિંગ પહેરાવીને પ્રપોઝ કર્યું હતું. અભિષેકે ખુદ એક ઇન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. તેણે એશને વર્ષ 2007માં એક રિંગ સાથે પ્રપોઝ કર્યું હતું પરંતુ તે વીંટી હીરા કે સોનાની નહીં પણ બનાવટી હતી.

નકલી રિંગની જ ઓફર કરી દીધી

image source

ખરેખર, અભિષેક તે સમયે ઐશ્વર્યા સાથે ફિલ્મ ગુરુના શૂટિંગમાં વ્યસ્ત હતો અને જો તેને રિંગ ખરીદવાનો સમય ન મળ્યો તો તેણે એશને શૂટિંગ માટે ઉપયોગમાં લેવામાં આવતી નકલી રિંગની જ ઓફર કરી દીધી. ટોરેન્ટોમાં ગુરુ ફિલ્મના પ્રીમિયર બાદ અભિષેકે ઐશ્વર્યાને તેના હોટલના રૂમની બાલ્કનીમાં પ્રપોઝ કર્યું હતુ.

અભિષેક ખૂબ જ રિયલ છે

image source

જણાવી દઈએ કે 2010 માં ઐશ્વર્યાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, ‘અભિષેક ખૂબ જ રિયલ છે. અમારો સંબંધ પણ આવો જ છે. અમારા જીવનમાં કંટાળા જેવું કંઈ નથી. ભગવાનની અમારા પર મહેરબાની છે. બંનેએ સાથે મળીને ઘણી ફિલ્મો પણ કરી છે. આમાં ઢાઈ અક્ષર પ્રેમ કે, કુછ ના કહો, ઉમરાવ જાન, ધૂમ 2, ગુરુ, સરકાર રાજ, રાવણનો સમાવેશ થાય છે. આ અગાઉ તે 8 વર્ષ પહેલા ફિલ્મ રાવણમાં સાથે જોવા મળ્યા હતા.

સૌથી પહેલા માફી કોણ માગે છે

image source

એકવાર કપિલ શર્માના શો પર કપિલ ઐશ્વર્યાને પૂછે છે કે તમારી અને અભિષેક વચ્ચે કોઈ લડાઈ થાય છે? તો ઐશ્વર્યાએ હા પાડી. ત્યારે કપિલ પૂછે છે, સૌથી પહેલા માફી કોણ માગે છે? ત્યારે નવજોત સિંહ સિદ્ધુ કહે છે, આ કોઈ પૂછવાની વાત છે, અભિષેક જ માગતો હશે.

હુ સોરી બોલુ છુ

image source

સિદ્ધુની વાત સાંભળીને ઐશ્વર્યા તરત જ કહે છે કે, હુ સોરી બોલુ છુ, ઝડપથી બોલી દઉ છુ અને વાત ત્યાં જ સમાપ્ત કરીએ છીએ. ઐશ્વર્યાની વાત સાંભળીને કપિલ કહે છે, એક તો આટલી સુંદર પત્ની અને તે સોરી પણ બોલે છે આ તો ખુદાનો કહેર છે.

ઐશ્વર્યા રાયની ફિલ્મ કારકિર્દી

image source

ઐશ્વર્યા રાયે મણિરત્નમની તમીલ ફિલ્મ ઇરુવર (ઇ. સ. ૧૯૯૭)થી ફિલ્મ કારકિર્દી શરૂ કરી હતી. તેમની સૌપ્રથમ વ્યાવસાયિક સફળ ફિલ્મ તામિલ જિન્સ (ઇ. સ. ૧૯૯૮) હતી, આ ફિલ્મે તેને ફિલ્મફેર (દક્ષિણ)નો શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ અપાવ્યો હતો. સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ (ઇ. સ. ૧૯૯૯)થી તે બોલીવુડના ધ્યાનમાં આવી હતી.

image source

ફિલ્મમાં તેની ઉત્કૃષ્ટ અદાકારીને પગલે તેણે ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો હતો. ૨૦૦૨માં તેણે ભણસાલીની આગામી ફિલ્મ દેવદાસમાં કામ કર્યું હતું, જેમાં તેણે ફિલ્મફેરમાં બીજી વખત શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો હતો. ઇ. સ. ૨૦૦૩થી ઇ. સ. ૨૦૦૫ દરમિયાન તેની કારકિર્દીમાં નબળા તબક્કા બાદ તેણે બ્લોકબસ્ટર ફિલ્મ ધૂમ 2 માં (ઇ. સ. ૨૦૦૬) કામ કર્યું હતું, જે તેની સૌથી મોટી વ્યાવસાયિક સફળ ફિલ્મ બની હતી.ઐશ્વર્યાએ ત્યાર બાદ ગુરુ’ (ઇ. સ. ૨૦૦૭) અને જોધા અક્બર (ઇ. સ. ૨૦૦૮) જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. આ ફિલ્મો વ્યાવસાયિક રીતે સફળ રહી હતી અને તેની ભૂમિકાની સરાહના પણ થઇ હતી.આમ, રાયે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં અગ્રણી અભિનેત્રીઓમાં તેનું સ્થાન જમાવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.