શું તમે જાણો છો ભારત-ચીન બોર્ડર પર આવેલા આ રહસ્યમયી વિસ્તાર વિશે?

વિશ્વભરમાં એવા અનેક સ્થાનો છે જ્યાંના લોકોએ પરગ્રહ વાસીઓનું વાહન યુએફઓ જોયું હોવાના સમાચારો આવતા હોય છે. જો કે ખરેખર એલિયન્સ એટલે કે પરગ્રહ વાસીઓનું અસ્તિત્વ છે કે કેમ એ સાબિત નથી થઇ શક્યું તેમ છતાં અનેક લોકો તેના પર વિશ્વાસ કરે છે અને તેઓએ તેમનું યાન યુએફઓ જેને આપણે દેશી ભાષામાં ઊડતી રકાબી કહીએ છીએ તેને જોયું હોવાનો દાવો પણ કરે છે. ભારત – ચીનની સરહદ પાસે પણ આવી એક જગ્યાએથી યુએફઓ જોવાયું હોવાનો દાવો કરાય છે અને તેના પુરાવા તરીકે તેની તસવીરો પણ વાયરલ થઇ છે.

A big black censored area on Google Maps on top of a mountain in ...
IMAGE SOURCE

આ જગ્યાનું નામ કૉન્ગકા દર્રા છે તથા તેને કૉન્ગકા લા ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ભારત-ચીન સરહદ પર આવેલી એક વિવાદિત જગ્યા છે. અસલમાં ચીન આ જગ્યાને હિમાલયનો અક્સાઈ ક્ષેત્ર ગણે છે અને તેના પર પોતાનો અધિકાર હોવાનું માને છે.

20 Mysterious Places In India That You Must Visit In 2020
image source

જયારે ભારત આ જગ્યાને લદ્દાખનો વિસ્તાર ગણે છે. જો કે બન્ને દેશો વચ્ચે આ જગ્યાને લઈને સમજૂતી થઇ છે જે અનુસાર ભારત અને ચીન બન્નેમાંથી કોઈપણ દેશની સેના આ વિસ્તારમાં પેટ્રોલિંગ નથી કરતી અને અહીં લોકોના આવન-જાવન પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

image source

કૉન્ગકા દર્રા આમ તો એક બંજર અને નિર્જન વિસ્તાર છે પરંતુ તેને એલિયન્સનો ગઢ એટલે કે યુએફઓ બેસ પણ માનવામાં આવે છે. કહેવાય છે કે અહીં આસપાસ રહેતા લોકોએ ઘણીવાર અહીંના આકાશમાં પરગ્રહ વાસીઓનાં યાન એટલે કે યુએફઓને ઉડતા જોયા છે. કેટલાક લોકો આ વિવાદિત સ્થાને જોવા મળતા અમુક નિશાનોને પુરાવા તરીકે દર્શાવે છે. જેને જોઈને એ સવાલ ઉભો થાય કે શું ખરેખર આ સ્થાન પર એલિયનના યુએફઓ આવતા-જતા હશે ?

image source

જો કે અમુક જાણકારોનું એમ પણ કહેવું છે કે અહીં આ વિસ્તારમાં યુએફઓ બેસ હોવાનું શક્ય જ નથી કારણ કે આ જગ્યા સાવ ભેંકાર પડી છે. વર્ષ 2006 આ એક તસ્વીર વાયરલ થઇ હતી જેમાં ઊડતી રકાબી પણ જોવા મળતી હતી પરંતુ આ તસ્વીરને ગુગલ સેટેલાઇટ પરથી લેવામાં આવી હોવાનું ખુલ્યું હતું.

image source

આમ જોવા જઈએ તો અહીંના પહાડો પર પહોંચવું ઘણું મુશ્કેલ કામ છે પરંતુ એવો દાવો કરનારા લોકો પણ છે જેઓ આ પહાડો પર જઈ આવ્યા છે અને તેઓએ ઊડતી રકાબી પણ જોઈ હતી. હવે તેમના દાવામાં કેટલું સત્ય છે એ તો કોઈ નથી જાણતું પણ જે રીતે લોકો દાવા કરી રહ્યા છે તેના પરથી એ શંકા તો જરૂર ઉપજે કે આ જગ્યા સાથે કઈંક ને કઈંક રહસ્ય જોડાયેલું હોવું જ જોઈએ જે બાકીની દુનિયાથી હજુ છુપાયેલું છે.

source

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.