હવે અકસ્માત સમયે કોઈની મદદ કરતા અચકાતા નહીં, કારણકે સરકારે બદલી કાઢ્યો આ નિયમ, જાણો તમે પણ

હવે અકસ્માતમાં કોઈની મદદ કરતાં જરા પણ ખચકાશો નહીં – સરકારે બદલી દીધા છે નિયમ

કેન્દ્ર સરકાર છેલ્લા ઘણા સમયથી રોડ-ટ્રાન્સપોર્ટને લઈને ઘણા બધા નિયમોમાં પરિવર્તન લાવી રહી છે. અને તેમણે તાજેતરમાં જ કેટલાક નિયમોમાં પરિવર્તન લાવ્યું છે. જે પ્રમાણે જો તમે ક્યાંક અકસ્માત થતો જુઓ અને તમે ઘાયલ વ્યક્તિને મદદ કરવા માગતા હોવ પણ તમે કાયદાની આંટીઘૂટીના કારણે તેની મદદ કરવાનું ટાળતા હોવ તો હવે તેના માટે તમારી મદદે સરકાર આવી છે. માર્ગ પરિવહન તેમજ હાઇવે મંત્રાલય દ્વારા એવી જાહેરાત કરવામા આવી છે કે હોસ્પિટલ કે પછી પોલીસ અધિકારીઓ દૂર્ઘટના સ્થળ પર મદદ કરનાર વ્યક્તિનું નામ, સરનામું, ઓળખ, તેમજ ફોન નંબર જેવી અંગત જાણકારી મેળવવા માટે તે વ્યક્તિને ફરજ નહીં પાડી શકે. એટલે કે હવે તમે એક સારા નાગરિક તરીકે કાયદાથી ભયભીત થયા વગર જ અકસ્માતમાં ઘાયલ થયેલ વ્યક્તિની મદદ કરી શકશો.

image source

કેન્દ્ર સરકાર દ્વારા પરિવર્તિત કરવામા આવેલા આ નિયમ પ્રમાણે હવે એક સારા નાગરિક તરીકે જો કોઈ અકસ્માતમાં ઘાયલ થયેલ વ્યક્તિની મદદ કરશો તો તમારી સાથે પોલીસ તેમજ હોસ્પિટલ દ્વારા સમ્માનભર્યું વર્તન કરવામા આવશે અને તમારી અંગત જાણકારી મેળવવાનો આગ્રાહ તમારી પાસે રાખવામા નહીં આવે.

image source

જો તમારી ઇચ્છા હશે તો જ તમારે તે માહિતી આપવાની રહેશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે એવી પણ સુચના આપી છે કે બધી જ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલે પોતાના પ્રવેશ, તેમજ પોતાની વેબસાઇટ પર, તેમજ કેટલીક ચોક્કસ જગ્યાઓ પર સ્થાનિક, હિન્દી તેમજ ઇંગ્લીશ ભાષામા એક ચાર્ટર લગાવવાનું રહેશે. જેમાં દુર્ઘટનામાં મદદ કરનાર સારા અને જવાબદાર નાગરિકોના અધિકારીની વિગતો લખવામાં આવશે. આ પ્રકારે સરકાર લોકોને તેમના અધિકાર પ્રત્યે જાગૃત પણ કરવા માગે છે.

જો તમે સાક્ષી બનવા ઇચ્છશો તો જ તમારી પૂછપરછ કરવામાં આવશે

image source

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામા આવેલા નવા નિયમ પ્રમાણે દુર્ઘટનાના કેસમાં વ્યક્તિ પોતાની મરજી હશે તો જ સાક્ષી બનશે અને ત્યાર બાદ જ કાયદાકીય રીતે તેની પૂછપરછ કરવામા આવશે. અને આ નવા નિયમંનો મોટર વ્હીકલ એક્ટ, 2019માં કલમ 134A નો સમાવેશ કરવામાં આવ્યો છે. જે હેઠળ અકસ્માતમાં મદદ કરનાર વ્યક્તિને સુરક્ષા આપવામા આવી છે. જેમાં સ્પષ્ટ પણે લખવામાં આવ્યું છે કે દુર્ઘટનામાં ઘાયલ વ્યક્તિને મદદ કરનાર વ્યક્તિ પર ઘાયલ વ્યક્તિની ઇજા તેમજ તેના મૃત્યુ માટે જવાબદાર માનવામાં નહીં આવે અને તેની વિરુદ્ધ કોઈ પણ રીતે સિવિલ તેમજ ફોજદારી ગુનો દાખલ કવરામાં નહીં આવે.

આવી વ્યક્તિ કેહવાશે ‘Good Samaritan’ (સારો નાગરિક)

image source

મંત્રાલયે આ સાથે જ Good Samaritan એટલે કે સારા નાગરિકની વ્યાખ્યા પણ સ્પષ્ટ કરી છે. અને તે પ્રમાણે જે વ્યક્તિ સારા આશય સાથે, પોતાની ઇચ્છાથી અને ઇનામ કે કોઈ પણ પ્રકારના વળતર કે બદલાની અપેક્ષા રાખ્યા વગર દુર્ઘટનાનો ભોગ બનેલી વ્યક્તિને ઇમર્જન્સી મેડિકલ તેમજ નોન મેડિકલ સેવા આપે અથવા તેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડે તેને Good Smaritan કહેવાશે. આપણે એ સારી રીતે જણીએ છીએકે સમગ્ર દેશમાં દર વર્ષે રોડ અકસ્માતમાં હજારો લોકોના મૃત્યુ થાય છે. હવે કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે આ નવો નિયમ લાગુ પાડવામાં આવ્યો છે ત્યારે આશા છે કે લોકો વગર કોઈ ખચકાટે અકસ્માતનો ભોગ બનેલ ઘાયલ વ્યક્તિને મદદ કરશે અને તેને તાત્કાલિક સારવાર મળી રહેશે અને આ રીતે અકસ્મામાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં ઘટાડો થઈ શકશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span