એક પગ કપાઈ ગયા પછી પણ આવીરીતે કરી હતી ફરી એન્ટ્રી, રસપ્રદ વાત છે આ અભિનેત્રીની…

ગ્લેમર વર્લ્ડ ખૂબ જ વિચિત્ર છે. ક્યારેક કોઈ રાતોરાત સ્ટાર બની જાય છે તો વળી કેટલાક લોકો ખૂબ મહેનત કર્યા બાદ તે સ્થાન પામી શકે છે. તો વળી ક્યારેક એક જ રાતમાં કલાકારનું જીવન એટલી હદે બદલાઈ જાય છે કે તેનું નામ જ સિનેજગતથી ભુંસાઈ જાય છે. ઘણા બોલીવૂડ સ્ટાર એવા પણ છે જેમનું જીવન એક માત્ર અકસ્માતથી બદલાઈ ગયું છે. આજના આ લેખમાં અમે તમને તેવી જ કેટલીક અભિનેત્રીઓ વિષે જણાવીશું જેમની સાથે ઘટેલી એક દુર્ઘટનાએ તેમની જીંદગી બદલી નાખી.

સાધના સિવદાસાની

image source

સાધના બોલીવૂડની અત્યંત સુંદર અભિનેત્રીઓમાંની એક છે. એક જમાનામાં સાધનાના લાખો દિવાના હતા. અને આજે તેના મૃત્યુ બાદ પણ કેટલાક ચાહકો તેને તેટલા જ વફાદાર છે જેટલા પહેલા હતા. તેણીએ પોતાના સમયમાં એકથી એક ચડિયાતી ફિલ્મો આપી હતી. સાધના સાથે પણ એક માર્ગ અકસ્માત થયો હતો અને ત્યાર બાદ તેણી ફિલ્મોથી દૂર થવા લાગી અને ધીમે ધીમે સદંતર દૂર થઈ ગઈ. આ અકસ્માતમાં સાધનાની આંખને ખૂબ નુકસાન પહોંચ્યું હતું. ત્યાર બાદ તે ફિલ્મોમાં ન દેખાઈ અને 2015માં તેણીનું મૃત્યુ થઈ ગયું.

ઝીનત અમાન

image source

ઝીનત અમાન પોતાના જમાનાની સફળ અને લોકપ્રિય અભિનેત્રી હતી. તેણી સાથે પણ ખરાબ ઘટના ઘટી હતી. કહેવાય છે કે ઝીનત અમાન અને સંજય ખાન ક્યારેક રિલેશનશિપમાં હતા. એક સમયે બન્નેના સંબંધમાં કડવાશ આવી ગઈ. તે વખતે સંજયે ગુસ્સામાં ઝીનત સાથે મારપીટ કરી હતી, અને તેનાથી ઝીનતની આંખને નુકસાન થયું હતું અને તેના કારણે ઝીનતની આંખો ખરાબ થઈ ગઈ હતી અને તેના કારણે તેણીની કેરિયર પણ પડી ભાંગી.

સુધા ચંદ્રન

image source

સુધા ચંદ્રન બોલીવૂડ તેમજ ટેલિવિઝનની દુનિયાની જાણીતી અભિનેત્રી અને ડાન્સર છે. તેણી પણ ભયંકર માર્ગ અકસ્માતનો ભોગ બની હતી. આ ઘટના તેણી સાથે 1981માં ઘટી હતી. તે વખતે સુધા ચંદ્રન માત્ર 16 વર્ષની જ હતી. આ દુર્ઘટનામાં તેણીના બન્ને પગ ગંભીર રીતે ઘવાયા હતા. જેના કારણે તેણીનો જમણો પગ કાપવો પડ્યો હતો. પણ સુધા ચંદ્રને ક્યારેય હાર ન માની. અને લાકડીના નકલી પગના સહારે તેણે ફરી પોતાની ડાન્સીંગ કેરિયર શરૂ કરી. તેણીના અથાગ પ્રયાસો અને પૂર્ણ લગનના કારણે આજે તેણી એક જાણીતી અને સમ્માનનિય કલાકાર છે. પણ તેણીને આ ભયંકર અકસ્માત બાદ સતત બે વર્ષ સુધી ખૂબ પિડા સહન કરવી પડી હતી. જ્યારે કોઈ નિરાશાથી હારી જાય ત્યારે સુધા ચંદ્રનનો જીવન પ્રત્યેનો ફાઇટીંગ સ્પિરિટ ખરેખર હિમ્મત આપે તેવો છે.

અનુ અગ્રવાલ

image source

મહેશ ભટ્ટની ફિલ્મ આશિકીથી રાતોરાત સ્ટારડમ મેળવનારી અભિનેત્રી અનુ અગ્રવાલની સાથે થયેલી ઘટના ભારે ચર્ચામાં રહી હતી. 1999માં અનુનું જીવન સદંતર બદલાઈ ગયું જ્યારે તેણીનો એક્સિડન્ટ થયો. આ તેના જીવનનો એક અત્યંત ખરાબ પડાવ હતો કારણ કે આ એક્સિડન્ટમાં માત્ર અગ્રવાલની મેમરી જ નહોતી જતી રહી પણ તેણી સતત 29 દિવસ સુધી કોમામાં રહી હતી. અનુની મેમરી પર આ અકસ્માતે ભારે ખરાબ અસર કરી હતી. ત્યાર બાદ અનુ કોઈ પણ ફિલ્મમાં જોવા નહોતી મળી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.