જો આ એક ભૂલ કરી તો ભેજાબાજો તમારૂ ખાતુ કરી દે છે ખાલી, દિવાળી બગડતા વાર નહિં લાગે

સાઈબર ક્રાઈમના કિસ્સા રોજેરોજ વધી રહ્યા છે. લોકો ઠગબાજોની વાતમાં આવીને બેન્કને લગતી પ્રાઈવેટ માહિતી બીજાને આપી દે છે અને પછી છેતરપિંડીનો શીકાર બને છે. આવી એક ઘટના સામે આવી છે સુરતમાં. સુરતના ખટોદરા કોલોની ગાંધીનગર સોસાયટીમાં રહેતા યુવકને ભેજાબાજે ફોન કરી KYC ઓફિસમાંથી બોલતો હોવાનુ કહી KYC કરાવવાને બહાને મોબાઈલમાં ઍપ્લીકેશન ડાઉનલોડ કરાવી બેન્કના ડેબીટ કાર્ડ અને ક્રેડીટ કાર્ડનો નંબર મેળવી ચાલુ વાતે ખાતામાંથી રૂપિયા 18,400 ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી હતી. આ વાતની યુવકને જાણ થતા જ પગ નીચેથી જમીન શરકી ગઈ હતી.

પ્લોસ્ટોરમાંથી ઍક ઍપ્લીકેશન ડાઉનલોડ કરવાનું કહ્યું

image soucre

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ખટોદરા કોલોની ગાંધીનગર હાઉસીંગ સોસાયટીમાં રહેતા હિતેશકુમાર રમેશચંદ્ર જરીવાલા (ઉ.વ.૪૦) પારલે પોઈન્ટ ખાતે આવેલ અબર કોરા કપડાની દુકાનમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. હિતેશકુમારે તેના પગારના પૈસાની બચત માટે પારલે પોઈન્ટ પાસે આવેલ સુરત પીપલ્સ બેન્કમાં સેવીંગ ઍકાઉન્ટ ખોલાવ્યું હતું. હિતેશે ઍચ.ડી.ઍફ.સી બેન્કનું ક્રેડીટ કાર્ડ પણ ધરાવે છે. આ દરમિયાન ગત તા ૨૪મી ઓક્ટોબરના રોજ સાંજે સાતેક લાગ્યે હિતેશકુમાર ઘરે હતા તે વખતે તેમના ઉપર અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો, ફોન કરનારે પેટીઍમ KYC ઓફિસમાંથી બોલુ છુ અ્ને તમારે KYC કરાવવાનું હોય તો પ્લોસ્ટોરમાંથી ઍક ઍપ્લીકેશન ડાઉનલોડ કરવાનું કહ્યું હતું.

નંબર આપતા ખાતામાંથી રૂપિયા ઉપડી ગયા

image source

તેની વાતમાં આવી જઈને હિતેશકુમારે ઍપ્લીકેશન ડાઉનલોડ કરી હતી. ત્યારબાદ ઍપ્લીકેશન ખોલશો તો ઍક નંબર હશે તે આપવાનું કહેતા હિતેશકુમારે આપ્યો હતો. ત્યારબાદ અજાણ્યાઍ ઍપ્લીકેશનમાંથી બહાર નિકળી ગુગલમાં અને પેટીઍમમાં જવાનું કહેતા પેટીઍમ ખોલ્યું હતુ, અને બેન્કનો ક્રેડીટ અથવા ડેબીટ કાર્ડ છે તેનો નંબર માંગતા આપ્યો હતો. હિતેશકુમારે બંને બેન્કના કાર્ડ નંબર આપવાની સાથે પીપલ્સ બેન્કના ખાતામાંથી રૂપિયા ૮,૨૦૦ અને ઍચ.ડી.ઍફ.સી બેન્કના ક્રેડીટ કાર્ડમાંથી ૧૦,૨૦૦ પેટીઍમ દ્વારા ઉપડી ગયા હોવાનો મેસેજ આવ્યો હતો.

સાયબર ક્રાઈમ વિભાગે તપાસ શરૂ કરી

image soucre

હિતેશકુમારને કેવાયસી કરાવાને બહાને બદમાશે બેન્કના અને ક્રેડીટ કાર્ડનો નંબર મેળવી કુલ રૂપિયા ૧૮,૪૦૦ ઉપાડી લીધા હતા. પોલીસે હિતેશકુમારની ફરિયાદ લઈ તપાસ શરુ કરી છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં ફ્રોડ, ચીટિંગની ફ્રોડ અને ચીટિંગની જ સામે આવી રહી છે.

image source

ત્યારે દિવાળી નજીક આવી રહી છે, જેને પગલે ભેજાબાજો પોતાની દિવાળી સુધારવા કોઈ સામાન્ય વ્યક્તિની દિવાળી બગાડવા તૈયાર થઈ ગયા છે. સરકાર દ્વારા, બેન્ક દ્વારા વારંવાર સુચના આપવા છતા લોકો આવા ભેજાબાજોની વાતોમાં આવી જઈ પોતાના બેન્ક ખાતાની ગોપનીય જાણકારી લોકો ફોન પર શેર કરી દેતા હોય છે. જોકે, સાયબર ક્રાઈમ વિભાગે ભેજાબાજ સુધી પહોંચવા કાર્યવાહી શરૂ કરી દીધી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.