બોલીવુડની આ અભિનેત્રીઓ પણ કરે છે કપડા વેચવાનો બિઝનેસ અને કરે છે લાખોની કમાણી…
બોલિવુડ એક્ટ્રેસ માત્ર એક્ટિંગ જ નહિ, પરંતુ બહુ જ ઉમદા બિઝનેસ વુમન પણ છે. આપણે દરેક એક્ટ્રેસને એક્ટિંગથી જ ઓળખીએ છીએ, પણ અનેક એક્ટ્રેસ એવી છે, જે બિઝનેસ કરવાની આવડત પણ સારી પેઠે જાણી છે. ફિલ્મો હીટ થાય કે ન થાય, પરંતુ આ એક્ટ્રેસિસના સાઈડ બિઝનેસ સુપરહીટ છે. ફિલ્મોમાં અલગ અલગ પાત્રો ભજવવાની સાથે જ રિયલ લાઈફમાં પણ આ તમામ અભિનેત્રીઓ સાઈડ બિઝનેસ પણ ચલાવે છે. મિસ યુનિવર્સ સુસ્મિતા સેનથી લઈને લારા દત્તા, કરિશ્મા કપૂર સુધીની અનેક અભિનેત્રીઓ સાઈડ બિઝનેસ કરે છે. તો આજે જાણીએ બોલિવુડ અભિનેત્રીઓના સાઈડ બિઝનેસ વિશે.
સુસ્મિતા સેન
મિસ યુનિવર્સનો ખિતાબ જીતનાર સુસ્મિતા સેન ફિલ્મો દ્વારા પોતાનો જાદુ તો વિખેરી ન શકી. પરંતુ તે એક સફળ બિઝનેસ વુમન જરૂર છે. મુંબઈમાં બંગાળી માશી નામના રેસ્ટોરન્ટની સાથે સાથે સુસ્મિતા સેન ખુદની પ્રોડક્શન કંપની Tantra Entertainment પણ ચલાવે છે. અને દૂબઈમાં તેની જ્વેલરી લાઈન પણ છે. પરંતુ હાલ તેની બંગાળી રેસ્ટોરન્ટ બંધ હાલતમાં છે.
શિલ્પા શેટ્ટી

ફીટનેસ અને ફૂડ માટે ફેમસ બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી માત્ર ઓનલાઈન કુકિંગ ચેનલ જ નથી ચલાવતી, પણ તેના બીજા અનેક બિઝનેસ છે. IOSIS ચેઈનમાં તેના સ્પાની સાથે સાથે Royalty Club નામથી મુબંઈમા એક ક્લબ પણ છે.
લારા દત્તા
મિસ યુનિવર્સ રહી ચૂકેલ લારા દત્તાએ માતા બન્યા બાદ પોતાની પ્રોડક્શન કંપની BheegiBasanti ખોલી છે. આ ઉપરાંત તેણે છાબડા 555 સાડી બ્રાન્ડની સાથે કોલાબોરેટ કરીને ખુદનું સાડીનું કલેક્શન પણ લોન્ચ કર્યું છે.
કરિશ્મા કપૂર

કરીના કપૂરની મોટી બહેન કરિશ્મા કપૂર એક્ટિંગની સાથે બેબી ક્લોથિંગ સ્ટોર પણ ચલાવે છે. Babyoye.com નામથી શરૂ કરાયેલા આ ઈ-કોમર્સ સાઈટ પર બાળકોને લગતી બધી એસેસરીઝ મળી રહે છે. કરિશ્મા કપૂરના બે બાળકો સમાયરા અને કિયાન છે.
સની લિયોની

બોલિવુડ એક્ટ્રેસ સની લિયોની પણ એક સફળ બિઝનેસ વુમન છે. ફિલ્મોમાં એક્ટિંગ અને આઈટમ નંબર્સની સાથે તે એક એડલ્ટ ઓનલાઈન સ્ટોર IMBesharam.com ચલાવે છે, જ્યા એડલ્ટ ટોયઝ, લોન્જરી, સેક્સી કોસ્ચ્યુમ, પાર્ટી વેર અને સ્વીમ વેયર જેવા પ્રોડક્ટ્સ અને એસેસરીઝ પણ મળે છે. આ ઉપરાંત સની લિયોનીની પોતાની Lust નામની ફ્રેગરન્સ લાઈન પણ ચાલે છે. જેને સનીએ દૂબઈમાં લોન્ચ કરી હતી. આ ઉપરાંત તેની કોસ્મેટિક લાઈન પણ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.