આ રીતે આધાર કાર્ડમાં સરળતાથી અપડેટ કરી દો તમારો મોબાઈલ નંબર, નહીં પડે કોઈ પણ ડોક્યુમેન્ટની જરૂર

આધાર કાર્ડમાં સરળlતાથી અપડેટ કરી શકશો મોબાઈલ નંબર – નહીં પડે કોઈ ડોક્યુમેન્ટની જરૂર

આધાર કાર્ડ એક ખૂબ જ જરૂરી ડોક્યુમેન્ટ છે જેની જરૂર તમને ડગલેને પગલે પડતી હોય છે. આધાર કાર્ડ વગર તમે કોઈ પણ પ્રકારના કામ આજે નથી કરી શકતા. આ કાર્ડને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરવામા આવે છે. આધારમાં મોબાઈલ નંબરનું ખૂબ મહત્ત્વ છે. તેના વગર તમે કોઈ પણ પ્રકારનું અપડેટ કે પછી ઓટીપી પ્રાપ્ત નથી કરી શકતા.

image source

યુઆઈડીએઆઈના આધારમાં મોબાઈલ નંબરને અપડેટ કરવાના નિયમોમાં ઘણું પરિવર્તન કરવામા આવ્યું છે. હવે તમે વગર કોઈ ડોક્યુમેન્ટની મદદથી તમારા મોબાઈલ નંબરને અપડેટ કરી શકો છો.

આ શરતો રહેલી છે

image source

UIDAIના આધારમાં જન્મ તિથિને અપડેટ કરવા માટે કેટલીક શરતો નક્કી કરવામા આવી છે. તે પ્રમાણે જો તમારી બર્થ ડેટ બદલવાની સ્થિતિમાં ત્રણ વર્ષથી ઓછા સમયનું અંતર છે તો તમે સંબંધિત ડોક્યુમેન્ટ સાથે કોઈ પણ નજીકના આધાર સુવિધા કેન્દ્રમાં જઈને તેમાં સુધારો કરી શકો છો. ત્રણ વર્ષથી વધારે અંતર હોય તો તમારે ક્ષેત્રીય આધાર કેન્દ્રમાં ડોક્યુમેન્ટ્સ લઈને જવાનું રહેશે. યુઆઈડીએઆઈએ જણાવ્યું કે આધારમાં લિંગ સુધાર સુવિધા હવે એક વાર જ મળશે.

આધાર નંબર અપડેટ કરાવવા માટે આ રીતે બુક કરો એપોઇન્ટમેન્ટ

image source

તેના માટે તમારે સૌ પ્રથમ

યુઆઈડીએઆઈની વેબસાઈટ http://ask.uidai.gov.in/ પર જવાનું રહેશે.

ત્યાર બાદ તમારી સામે જે પેજ ખુલે તેના પર ફોન નંબર તેમજ કેપ્ચા કોડ ભરવાનો રહેશે.

ત્યાર બાદ સેંડ ઓટીપીના બટન પર ક્લિક કરવાથી તમારા ફોન પર ઓટીપી માટે પ્રોસીડ કરો.

image source

તમારા ફોન પર આવેલા ઓટીપીને જમણી તરફ આપવામા આવેલા બોક્સમાં સબમીટ કરી દો.

તમારી સામે ખુલેલા નવા પેજ પર આધાર સર્વિસ લખ્યુ હશે.

અહીં અપડેટ આધારના વિકલ્પ પર ક્લિક કરો

મોબાઈલ નંબર અપડેટ પર ક્લિક કરો

image source

ત્યાર બાદ તમારી સામે એક પેજ ખુલશે. અહીં તમારે નામ, આધાર કાર્ડ, તમારું સરનામું આ બધા ઓપ્શન જોવા મળશે. અહીં તમારે જે પણ બદલવું હોય તેના પર ક્લિક કરવું. જેમ કે તમારે તમારો મોબાઈલ નંબર અપડેટ કરવો છે, કે પછી ફોન નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું છે તો તમે અહીં ડિટેલ ભરીને What do you want to update પર ક્લિક કરો, ત્યાર બાદ તમે મોબાઈલ નંબર સિલેક્ટ કરી તેને સબમિટ કરી દો.

એન્ટર કરો અપડેટેડ નંબર

image source

હવે આગળના પેજ પર તમારે કેપ્ચા ફિલ કરવાની રહેશે. અપડેટેડ મોબાઈલ નંબર એન્ટર કરો. અહીં તમારા ફોન નંબર પર ઓટીપી મોકલી આ પ્રક્રિયાને પુરી કરવાની સાથેસાથે જ તમારા મોબાઈલ નંબર પર આવેલ ઓટીપીને વેરિફાઈ કરી લો. ત્યાર બાદ સેવ એન્ડ પ્રોસીડ પર ક્લિક કરો.

આવી રીતે બુક થઈ જશે તમારી એપોઇન્ટમેન્ટ

image source

સબમિટ કરતા પહેલાં એક નોટિફિકેશન તમારી પાસે આવશે. જેમાં તમારા દ્વારા આપવામા આવેલી બધી જ જાણકારીઓને તમારે બીજી વાર ચેક કરી લેવી. ત્યાર બાદ સબમિટ કરી દેવું. ત્યારબાદ તમારે તમારી એપોઇટમેન્ટ બુક કરાવી લેવી. Book Appointment પર ક્લિક કરી તમે તમારી એપોઇન્ટમેન્ટ બુક કરાવી શકો છો.

આધાર કેન્દ્ર પર જવુ પડશે

image source

હવે તમારે આગળના સ્ટેપમાં તમારે આધાર કેન્દ્રમાં જવું પડશે. અહીં તમારે ફી તરીકે 50 રૂપિયા ભરવાના રહેશે. ત્યાર બાદ તમારો નંબર અપડેટ કરી દેવામા આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span