શું તમારે જાણવું છે તમારો કયો મોબાઇલ નંબર આધાર સાથે લિંક છે? તો જાણી લો આ સરળ પ્રોસેસથી

જો આપની પાસે એક કરતા વધારે મોબાઈલ નંબર છે કે પછી આપે વધારે વાર મોબાઈલ નંબર બદલી દીધા છે તો આ સમાચાર આપના માટે જરૂરી છે. જો આપ ભૂલી ગયા છો કે, આપના આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક કરાવ્યો છે તો તેના માટે આપે હેરાન થવાની જરૂરિયાત નથી. આજે અમે આપને જણાવીશું કે, કેવી રીતે આપ જાણી શકશો કે, આપનો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક છે કે નહી અને મોબાઈલ નંબર લિંક છે તો કયો નંબર લિંક કરાવ્યો છે.

image source

આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબરને આ રીતે જાણો.

-સૌપ્રથમ UIDAI ની ઓફિશિયલ વેબસાઈટ https://uidai.gov.in/ પર જવું.

-ત્યાર પછી આપે My Aadhar પર જવું અને અહિયાં આપને Aadhar Service નો વિકલ્પ જોવા મળશે.

image source

-Aadhar Service વિકલ્પ ખુલતા જ પહેલો વિકલ્પ Verify an Aadhar Number આવશે. આપે તેની પર ક્લિક કરવાનું છે ત્યાર પછી નવી વિંડો ખુલી જશે. જ્યાં આપનો આધાર નંબર અને કેપ્ચા નાખવો.

-ત્યાર પછી આપે પ્રોસીડ ટુ વેરીફાઈ પર ક્લિક કરવાનું રહેશે.

-ત્યાર પછી આપને આપના આધાર કાર્ડનું સ્ટેટ્સ જોવા મળશે.

image source

-જો આપના આધાર કાર્ડની સાથે કોઈ મોબાઈલ નંબર લિંક નહી હોય તો વિંડો પર કઈ લખેલ આવશે નહી. તેનો અર્થ એવો થશે કે, આપના આધાર કાર્ડની સાથે કોઈ મોબાઈલ નંબર લિંક છે નહી.

-જો આપના આધાર કાર્ડની સાથે મોબાઈલ નંબર લિંક છે તો મોબાઈલ નંબરના છેલ્લા ત્રણ આંકડા જોવા મળશે.

-આવી રીતે આપ જાણી શકશો કે, આપના આધાર કાર્ડની સાથે કયો મોબાઈલ નંબર લિંક તે પણ જાણી શકો છો.

આધાર કાર્ડને આવી રીતે ડાઉનલોડ કરો.

image source

આપે આધાર કાર્ડને ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઈટ https://eaadhar.uidai.gov.in પર જવું. એનરોલમેન્ટ આઈડી કે પછી આધાર કાર્ડનો નંબર વિકલ્પ પસંદ કરવો. એનરોલમેન્ટ આઈડી સિલેક્ટ કર્યા પછી આપે આધાર કાર્ડની વિગતો ભરવાની રહેશે. જેમ કે, ૨૮ આંકડાનો એનરોલમેન્ટ નંબર, પિન કોડ, નામ અને કેપ્ચા કોડની વિગતો ભરવાની રહેશે. ત્યાર પછી આધાર કાર્ડનો વિકલ્પ પસંદ કર્યો છે તો ૧૨ આંકડાનો આધાર નંબર અને અન્ય વિગતો ભરવાની રહેશે. આવી રીતે બધી વિગતો ભર્યા પછી આધાર કાર્ડ સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. ત્યાર પછી કેટલાક પ્રશ્નોના જવાબ આપ્યા પછી વેરીફાઈ અને ડાઉનલોડ પર ક્લિક કરી દેવું. આવી રીતે આપ ઈ-આધારકાર્ડને ડાઉનલોડ કરી શકશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.