આદુ લસણનું કેરીના ટ્વીસ્ટ સાથેનું ચટાકેદાર અથાણું, તમે આજસુધી ક્યારેય નહિ ટ્રાય કર્યું હોય..

જય શ્રીકૃષ્ણ, કેમ છો મિત્રો? આશા છે તમે અને તમારો પરિવાર સેફ હશો. આજે હું અથાણુંના ચાહક મિત્રો માટે ખાસ લાવી છું એક નવીન અને યુનિક અથાણું જે છે તો ચટાકેદાર અને સાથે હેલ્થી પણ છે. અથાણાં તો તમે ઘણા બનાવતા અને ખાતા પણ હશો પણ આ અથાણું લગભગ જ તમે બનાવ્યું કે ચાખ્યું હશે. તો આજે શીખી લો અને કાચી કેરીની સીઝન પુરી થાય એ પહેલા લાવીને બનાવી લો.

આ અથાણું જો તમે પરફેક્ટ બનાવશો તો એકવર્ષ સુધી સાચવીને રાખી શકો છો. પણ તેના માટે તમારે આ રેસીપી પરફેક્ટ સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવા પડશે. તો ચાલો ફટાફટ શીખી લો આ ચટપટું આદું લસણનું અથાણું.

સામગ્રી :

કાચી કેરી : 500 ગ્રામ

આદું : 250 ગ્રામ

ફોલેલું લસણ : 250 ગ્રામ

લાલ મરચું : 50 ગ્રામ

મીઠું : 50 ગ્રામ

હિંગ : એક ચપટી

તેલ : 300 થી 400 ગ્રામ

આદું લસણનું અથાણું બનાવવા માટેની સરળ પધ્ધતિ

1. સૌથી પહેલા આદુંને ચોખ્ખું કરીને છોલીને જીણું છીણી લો (આદુંના નાના ટુકડા કરીને મીક્ષરમાં ક્રશ પણ કરી શકો), સાથે લસણ પણ ચોખ્ખું કરીને ફોલીને તેને પણ જીણું ક્રશ કરી લેવું હવે સાથે કાચી કેરીને પણ છીણી લેવી

2. હવે એક નોનસ્ટિક પેનમાં મીઠું સેકવા માટે મૂકો.

3. મીઠું શેકાઈ ગયા પછી એક ડીશમાં ટ્રાન્સફર કરી લેવું

4. હવે એ જ પેનમાં તેલ ગરમ કરવા મૂકવું

5. પેનમાં તેલ ગરમ થાય એટલે તેમ જીણું ક્રશ કરેલ લસણ ઉમેરો

6. લસણને તેલમાં થોડું તતડવા દેવું

7. હવે એ લસણમાં જીણું ક્રશ કરેલ અથવા તો છીણેલ આદું ઉમેરવું

8. હવે બંને બરોબર મિક્સ કરી લેવું થોડીવારમાં તમને સ્મેલ પણ આવશે

9. આદું લસણ બરોબર શેકાઈ જાય એટલે કે ભીનાશ બધી બળી જાય ત્યાં સુધી શેકવાનું છે. (આખું વર્ષ સાચવી રાખવા માટે આ એક બહુ મહત્વનું સ્ટેપ છે. જો જરાક પણ ભીનાશ રહી જશે તો તમારું અથાણું થોડા સમયમાં બગડી શકે છે.)

10. હવે તેલ છૂટું પડતું દેખાય પછી આ મિશ્રણને ઠંડુ થવા દો (એકદમ ઠંડુ થઈ જવા દેવાનું છે પછી જ તેમ બીજા મસાલા ઉમેરી શકશો)

11. લગભગ બે થી ત્રણ કલાક લાગશે આ મિશ્રણ ઠંડુ થતાં (રૂમ ટેમ્પરેચર જેટલું ઠંડુ થવા દેવું)

12. હવે આ મિશ્રણમાં શેકીને સાઈડમાં રાખેલ મીઠું ઉમેરવું

13. મીઠું ઉમેરો પછી તેમાં છીણેલી કાચી કેરી ઉમેરવી

14. હવે તેમ લાલ મરચું સ્વાદ પ્રમાણે ઉમેરવું (તીખું વધુ પસંદ હોય તો વધુ ઉમેરી શકો)

15. આ બધુ બરોબર મિક્સ કરી લેવું.

16. થોડીવારમાં તમે જોશો કે તેલ થોડું થોડું છૂટું પડવા લાગ્યું હશે. જેમ જેમ મીઠું અને મરચું મિક્સ થશે તેમ તેમાંથી તેલ છૂટું પડશે. હવે આ અથાણું તૈયાર છે તેને તમે બરણીમાં ભરીને મૂકી શકો છો.

આ અથાણું ટેસ્ટમાં ચટાકેદાર લાગશે. જો તમે બીજા જ દિવસથી ખાશો તો પણ ભાવશે બસ કેરીનો ટેસ્ટ વધુ આવશે અને પછી બે દિવસ પછી એ અથાણાંનો પરફેક્ટ ટેસ્ટ તમને મળશે.

તો એકવાર આ અથાણું જરૂર બનવજો, તમને આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો.

રસોઈની રાણી : પદમા ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.