અમદાવાદ: કઠવાડા-સિંગરવા રોડ પર આવેલ સ્કાય ઇંક નામની કંપનીમાં લાગી ભીષણ આગ, 18 ફાયર ફાઇટર ઘટનાસ્થળે

અમદાવાદમાં ફરી આગની ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરના કઠવાડા-સિંગરવા રોડ પર આવેલા ફોર્ચ્યુન એસ્ટેટમાં આવેલી સ્કાય ઇંક નામની કંપનીમાં આ આગનો બનાવ સામે આવ્યો છે. આ આગની ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 15 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન શરૂ કર્યો છે. જો મળતી માહિતી પ્રમાણે આ આગના કારણે કોઈ જાનહાનિના થઈ હોવાના સમાચાર સામે આવ્યા નથી. જો કે આગના કારણે અફરા તફરી મચી જવા પામી હતી.

થોડા દિવસ પહેલા પીરાણામાં આગની ઘટના સામે આવી હતી

image source

નોંધનિય કે આ પહેલા અમદાવાદ શહેરના પીરાણા-પીપળજ રોડ પર આવેલી સાહિલ એન્ટરપ્રાઈઝ નામની ગેરકાયદે કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ આગની ઘટના સામે આવી હતી, જેને પગલે ફાયરબ્રિગેડની 24 જેટલી ગાડી ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. આ બ્લાસ્ટની આસપાસનાં 9 ગોડાઉનને અસર થઈ હતી. જ્યારે કાપડના ગોડાઉન સહિત 3-4 ગોડાઉનની છત વિસ્ફોટને કારણે ધરાશાયી થઈ હતી. આ 9 ગોડાઉનમાં 25 જેટલા લોકો ફસાયા હતા, જેમાંથી 7 પુરુષ અને 5 મહિલા સહિત 12નાં મોત નિપજ્યા હતા. ઘાયલ થયેલા લોકોને શહેરની એલ.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો હતો

image source

આ દુખદ ઘટના અંગે પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો હતો. જોકે આ દુર્ઘટના અંગે સ્થાનિક તંત્ર ઊંઘતું ઝડપાયું હતું. પીએમ મોદીના ટ્વીટ બાદ મુખ્યમંત્રી સહિતનું તંત્ર દોડતું થયું હતું. મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓને તપાસ સોંપીને મૃતકોના પરિવારજનોને રૂ.4 લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી. જ્યારે મેયર બીજલ પટેલ પણ મોડાં મોડાં જાગ્યાં હતાં. પીએમના ટ્વીટ બાદ તેઓ હરકતમાં આવ્યાં હતાં. આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં આરોપી હેતલ સુતરિયાને ત્રણ દિવસનાં પોલીસ રિમાન્ડ પર સોંપવા કોર્ટે આદેશ કર્યો હતો.

image source

સાપરાધ મનુષ્યવધ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો

આ સમગ્ર ઘટનામાં પોલીસે એસ્ટેટના માલિક નાનુભાઈ ભરવાડ, ગોડાઉનના માલિક પ્રદીપ ઉર્ફે બુટા ભરવાડ અને કેમિકલ ગોડાઉન ભાડે રાખનાર ઉદ્યોગકાર હેતલ સુતરિયા સામે વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણેય આરોપીને શુક્રવારે પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં આરોપી હેતલ સુતરિયાને ત્રણ દિવસ, નાનુ ભરવાડને એક દિવસના અને પ્રદીપ ભરવાડને બે દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો કોર્ટે આદેશ કર્યો હતો. શહેરના પીરાણા-પીપળજ રોડ ઉપર આવેલી સાહિલ એન્ટરપ્રાઈઝ નામની ગેરકાયદે કેમિકલ ફેક્ટરીમાં બુધવારે બપોરે બ્લાસ્ટ બાદ આગની ઘટના બની હતી. આ બ્લાસ્ટની આસપાસનાં 9 ગોડાઉનને અસર થઈ હતી. જ્યારે કાપડના ગોડાઉન સહિત 4 ગોડાઉનની છત વિસ્ફોટને કારણે ધરાશાયી થઈ હતી. આ 9 ગોડાઉનમાં 25 જેટલા લોકો ફસાયા હતા, જેમાંથી 7 પુરુષ અને 5 મહિલા સહિત 12નાં મોત થઈ ગયાં હતાં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.