અમદાવાદના આ વ્યક્તિએ રડતા બાળકના આંસુ જોઈ શરૂ કરી સેવાની સરવાણી, આજે અનેક બાળકોના જીવન બદલાવ્યા

કોરોનાકાળમાં ઘણાની લાઈફ સ્ટાઈલ બદલાણી છે. ઘણા લોકોની નોકરી જતી રહી છે તો ગણા લોકોએ પોતાનો વ્યવસાય જ બદલી નાખ્યો છે. ઘણા લોકોએ બીજાની તકલીફ જોઈ તેને મદદ માટે આગળ આવ્યા છે. આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે બીજાનું દુખ જોઈ લાગી આવ્યું અને શરૂ કરી સેવાની સરવાણી. વાત છે ધર્મેશભાઈ શાહની.

આ શાંભળી અમારૂ દિલ કાંપી ગયું

image source

ધર્મેશભાઇ શાહ અમદાવાદના રાયપુર વિસ્તારમાં રહે છે. વાત જાણે એમ બની કે, ધર્મેશભાઇએ ચા પીતા પીતા જોયું કે, ગરીબ બાળક ફટાકડાં માટે રડી રહ્યું છે. તેઓ કહે છે, ‘અમે મિત્રો બાળક પાસે ગયા અને રડવાનું કારણ પૂછતા ખબર પડી કે દિવાળી આવે છે, એટલે એને ફટાકડાં અને નવા કપડાં જોઇએ છે. જે માતાપિતા અપાવી શકે એમ નથી. આ શાંભળી અમારૂ દિલ કાંપી ગયું. અમે એક જોડી

કપડાં અને થોડા ફટાકડાં લઇ આવ્યાં. એ જોઇ બાળક ખુશ થઇ ગયું. પરંતુ બીજા 10 જેટલાં ગરીબ

image source

છોકરાઓ એમને પણ ફટાક્ડા મળશે, એવી આશા સાથે અમને ઘેરી વળ્યાં. અને અહિથી જ કહાનીની થઈ શરૂઆત.

તમારા માટે ફટાકડાં લઇ આવીશું

image source

ત્યાર બાદએ બાળકોને કહ્યું, કાલે તમારા માટે ફટાકડાં લઇ આવીશું એવું વચન આપી અમે છૂટાં પડયા. ધર્મેશભાઈએ કહ્યું, આ વાત આજથી એક દાયકા પહેલાંની છે. એ વખતે અમે સામાન્ય નોકરી કરતા હતા. એમાંય પાછો મંથ એન્ડ હતો. તેમ છતાં બીજા મિત્રોની મદદથી ફટાકડા ખરીદી અમે એ બાળકોને આપ્યા ત્યારથી અમે આ બાળકોને નાની મોટી મદદ કરવાનું શરૂ કર્યું.એક વખતે આ મિત્રોને બાળકોને ભણાવી તેમના ભવિષ્યને સુધારવાનો વિચાર આવ્યો. જેને અમલ કરતાં હાથીજણ અને વાસણા વિસ્તારમાં રહેતાં ગરીબ બાળકોનું ટયુશન લેવાનું શરૃ કર્યું.

અમારા ગૃપનું નામ સક્ષમ ફાઉન્ડેશન રાખ્યું

image source

આ અંગે ધર્મેશભાઇ કહે છે, બાળક કેટલું નબળું છે એની ચકાસણી કર્યા બાદ બાળકને ભણાવીએ છીએ. જેથી એમનો પાયો મજબૂત થાય. એ માટે અલગથી શિક્ષક પણ રાખ્યાં છે. બાળકોને પુસ્તકો, સ્ટેશનરી, સ્કૂલબેગ છેલ્લાં પાંચ વર્ષથી અમે આપીએ છીએ. બાળકોને સક્ષમ બનાવવાના હેતુથી શરૃ કરેલાં આ કાર્યને લીધે અમે અમારા ગૃપનું નામ સક્ષમ ફાઉન્ડેશન રાખ્યું છે. અમારા ગૃપમાં ભાઇઓ બહેનો મળી કુલ ૨૨ સભ્યો છે. અત્યારે કોરોનાને લીધે એમનું ભણતર બંધ છે પરંતુ દિવાળી પછી સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે ફરી શરૂ કરવાના છીએ.’

15 બહેનોને 8થી 10 જાતની ચોકલેટ બનાવતાં શીખવાડ્યું

લૉકડાઉન દરમિયાન 450થી 500 ગરીબોને રોજ અલગ અલગ વસ્તુ બનાવી આ ગૃપ આપવા જતું હતું.

લૉકડાઉનને કારણે ઘણાં લોકોએ નોકરી ગુમાવી છે. આવા પરિવારને આ ગૃપ દર ત્રણ મહિને અનાજની

image source

કિટ પહોંચાડે છે. જે બહેનોની રોજી જતી રહી છે. એવી 15 બહેનોને 8થી 10 જાતની ચોકલેટ બનાવતાં શીખવાડ્યું છે. એનો સામાન અમે લાવી આપીએ છીએ. આ બહેનો દ્વારા તૈયાર કરેલી ચોકલેટનું વેચાણ થાય અને તેમને આવક થાય એટલે અમે અમારા સર્કલમાં ચોકલેટના ઓર્ડર લેવાનું શરૂ કર્યું છે. ધર્મેશભાઈએ કહ્યું, દિવાળી પછી બહેનોને સક્ષમ બનાવવા ગૃહઉદ્યોગ શરૂ કરવાનું વિચારી રહ્યાં છીએ. જેથી તેઓ આત્મનિર્ભર બની શકે અને તેમના પરિવારનું ગુજરાન સારી રીતે ચાલે.