AIIMS ડાયરેક્ટરે કહ્યું, ‘કોરોના હવે શરીરના આ ત્રણ મુખ્ય અંગોને પણ નુકશાન કરે છે’, સાવચેત રહેજો
AIIMS ડાયરેક્ટરે કોરોના વાયરસ અંગે ચિંતા બતાવી, જણાવ્યું કે હવે શરીરના બીજા અંગો પર પણ કરે છે હુમલો
કોરોના વાયરસનો પ્રકોપ આખી દુનિયા પર વ્યાપેલો છે. ઘણા લોકો એના સંક્રમણનો ભોગ બન્યા છે અને ઘણાએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. તેમ છતાં હજી આ જીવલેણ કોરોના વાયરસની પરિસ્થિતિને કાબુમાં કરી શકાઈ નથી. ભારતની વાત કરીએ તો ભારતમાં કોરોના વાયરસે લગભગ 4 મહિના પહેલાં દેખા દીધા હતા.

અને ત્યારથી જ આપણી સરકારે સાવચેતીના પગલાં રૂપે સમગ્ર દેશમાં લોકડાઉન કરી દીધું હતું. પણ આ લોકડાઉન પણ કોરોના વાયરસ પર જોઈએ એવું નિયંત્રણ નથી લાવી શક્યું. આ લોકડાઉન પછી જાહેર કરેલા અનલોક માં સ્થિતિ વણસી ગઈ છે. કોરોના સંક્રમણનો પહેલો કેસ આવ્યો ત્યારથી લઈને અત્યારસુધીમાં સ્થિતિ સંપૂર્ણ બદલાઈ ચૂકી છે. હવે આ કોરોના વાયરસ એક જ દિવસમાં હજારો લોકોને પોતાના સંક્રમણનો ભોગ બનાવી રહ્યું છે. હવે તો આ બીમારીએ પણ પોતાનો સ્વરૂપ બદલ્યું છે.

અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા AIIMSના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું છે કે હવે આ જીવલેણ કોરોના વાયરસ ફક્ત દર્દીના ફેફસાં જ નહીં પણ તેના મગજ, કિડની અને હાર્ટ પર પણ અસર કરી રહ્યો છે. અને આ કારણે દર્દીને વધારે તકલીફ પડી રહી છે.

દેશમાં કોરોના ક્લીનિકલ રિસર્ચ ટાસ્ક ફોર્સના પ્રમુખ ડોક્ટર ગુલેરિયાએ કોરોના વાયરસના બદલાતા રૂપને લઈને કહ્યું છે કે હવે તે સિસ્મેટિક ડિસીઝ બની ગયો છે. આ બીમારીમાં વાયરસ એકસાથે શરીરના અનેક અંગો પર હુમલો કરે છે. તેઓએ આગળ જણાવ્યું છે કે કોરોનાથી સાજા થયા પછી પણ ઘણા દર્દીઓના ફેફસામાં તકલીફ રહે છે. અને આ પ્રકારના દર્દીઓને ઘણા સમય બાદ પણ ઓક્સીજનની જરૂર રહે છે.
વધુ ભયંકર બન્યો કોવિડ 19

AIIMSના ડોક્ટર ગુલેરિયાના આધારે હવે કોરોના વાયરસ વધુ જોખમકારક બન્યો છે. તેઓ જણાવે છે કે “પહેલાં તેનું સ્વરૂપ નિમોનિયા જેવુ હતું. પછી તેણે દર્દીના શરીરમાં લોહી ગંઠાવવાનું શરૂ કર્યું અને તેના કારણે ફેફસા અને હાર્ટ બંધ થવા લાગ્યા. જેના કારણે દર્દીનું મોત થતું હતું. હવે અમે જોઈ રહ્યા છીએ કે કોરોના વાયરસ દર્દીના મગજ પર પણ અસર કરે છે. અને એ ઉપરાંત કેટલીક ન્યૂરોલોજીકલ મુશ્કેલીઓ પણ થઈ રહી છે.

ધીમે ધીમે કોરોના વધુ ગંભીર સમસ્યા બની રહ્યો છે. ડોક્ટર ગુલેરિયાના મત મુજબ જ્યારે દર્દીનો સીટી સ્કેન કરાવવામાં આવે છે ત્યારે ખ્યાલ આવે છે કે વાયરસથી સાજા થયા બાદ પણ 3 મહિના સુધી ફેફસામાં સમસ્યા રહે છે. જેના કારણે ઘણા લોકોને ઓક્સીજનની જરૂર રહે છે. તેઓએ આગળ કહ્યું કે લાંબા સમય સુધી અનેક લોકો નબળાઈની ફરિયાદ કરે છે અને કામ કરવાની હિંમત કરી શકતા નથી. તેઓએ એમ પણ કહ્યું કે તેમને ગંભીર ન્યૂરોલોજિકલ મુશ્કેલીઓ થઈ રહી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span