પ્લેનમાં મુસાફરી કરવાની હોય તો જલદી વાંચી લો આ ન્યુઝ,એર ઇન્ડિયા આપી રહી છે જોરદાર ડિસ્કાઉન્ટ, આ રીતે મેળવો સસ્તી ટિકિટ

એર ઇન્ડિયા દ્વારા મોટા ડિસ્કાઉન્ટની લાહણી થઈ રહી છે – આટલી સસ્તી મળશે ટીકીટ
કોરોના વાયરસની મહામારીના કારણે હાલ બધા જ ધંધારોજગાર માંડ માંડ આગળ વધી રહ્યા છે. લોકો પણ બીનજરૂરી ખર્ચા કરવાનું ટાળી રહ્યા છે. કારણ કે લોકોને હજુ પણ કોરોના વાયરસ કેટલો ખેંચાશે તેનો કોઈ જ અંદાજો નથી બીજી બાજુ કોરોના વાયરસની વેક્સિન પણ છેક આવતા વર્ષે લોકો સુધી પહોંચશે અને તે કેટલીક કારગર સાબિત થશે તેની પણ કોઈ જ ગેરેન્ટી નથી. માટે લોકો પોતાના ખર્ચાઓને અંકુશમાં રાખી રહ્યા છે.

image source

પણ તેમ છતાં વિવિધ ક્ષેત્રમાં ગ્રાહકોને આકર્ષવા માટે વિવિધ ઓફરો આપવામા આવી રહી છે અને આમ કરીને ધંધાને ધબકતો રાખવામા આવી રહ્યો છે. લોકડાઉનના ત્રણ મહિના કરતાં પણ વધારેના સમય માટે સમગ્ર દેશનો આંતરિક તેમજ આંતરરાષ્ટ્રિય એવિએશન બિઝનેસ ઠપ્પ રહ્યો છે પણ હવે ધીમે ધીમે લોકડાઉન તબક્કાવાર ખુલી રહ્યું છે ત્યારે એરલાઇન્સ ધીમે ધીમે ફરી શરુ થઈ રહી છે.

image source

પણ પહેલા જેવી ભીડ નથી જોવા મળી રહી. માટે જ એર ઇન્ડિયાએ પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે એક ઓફર બહાર પાડી છે. જે વૃદ્ધો માટે છે. તેઓ વૃદ્ધોને મોટું ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. ઇકોનોમી કેબિનમાં પસંદગીના બુકીંગ ક્લાસમાં ટિકિટ ખરીદવા ઉપર ટીકીટના મૂળ ભાડા પર 50 ટકા સુધીનું ડિસ્કાઉટ એર ઇન્ડિયા આપી રહી છે. અને આ ડિસ્કાઉન્ટ પર વૃદ્ધ વ્યક્તિ દેશમાં ક્યાંય પણ પ્રવાસ કરી શકે છે. જો કે તમારી ટીકટ તમારે તમારી મુસાફરીની તારીખના 7 દિવસ પહેલાં બૂક કરાવી લેવી પડશે. અને તેનો સમયગાળો 1 વર્ષ સુધીનો રહેશે.

બૂકીંગ માટે આ દસ્તાવેજો આપવાના રહેશે

image source

ઉપર જણાવ્યું તેમ આ સુવિધા માત્ર વૃદ્ધ લોકો માટે જ અવેલેબલ રહેશે. આ ઉપરાંત આ ડિસ્કાઉન્ટ એવા વૃદ્ધને જ મળશે જે ભારતીય નાગરિક હોય અને ભારતમાં જ રહેતા હોય. આપણે એ તો સારી રીતે જાણીએ છીએ કે 60 વર્ષ કે તેની ઉપરના લોકોને સિનિયર સિટિઝન ગણવામાં આવે છે. આમ જે લોકોની ઉંબર બુકિંગ કરાવતી વખતે 60 વર્ષની થઈ ગઈ હોય તેમને જ આ લાભ મળશે નહીં તો નહીં મળે.

image source

આ સિવાય ટીકીટ બૂક કરાવતી વખતે ફોટો આઈડી માટે એક વેલિડ ફોટો આઈડી આપવાનુ રહેશે. જેમાં મુસાફરી કરનાર વ્યક્તિની જન્મ તારીખ લખેલી હોવી જોઈએ. આ ફોટો આઈડીમાં વોટર આઈડી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ કે પછી એર ઇન્ડિયા તરફથી આપવામા આવેલું સિનિયર સિટિઝન આઈડી કાર્ડમાંથી કોઈ પણ એક તમે રજૂ કરી શકો છે. જે તમારી ઉંમરની સાબિતી આપશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span