૨૧ વર્ષ પહેલા આ ફિલ્મમાં સાથે કામ કર્યું છે એશ્વર્યા અને રણબીર કપૂર, થ્રોબેક ફોટોઝ થયા વાઈરલ

૨૧ વર્ષ પહેલા આ ફિલ્મમાં સાથે કામ કર્યું છે એશ્વર્યા અને રણબીર કપૂર, થ્રોબેક ફોટોઝ થયા વાઈરલ

ભારતમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે બોલીવુડ સ્ટાર્સ સોશિયલ મીડિયા પર ખુબ વ્યસ્ત છે. તેમની થ્રોબેક ફોટોઝ પણ ખુબ વાઈરલ થઈ રહી છે. એશ્વર્યા રાય બચ્ચન અને રણબીર કપૂરની એક આવા જ જુના ફોટો સામે આવ્યો છે, જે એક ફિલ્મની શુટિંગ દરમિયાન લેવામાં આવી હતી.

image source

એશ્વર્યા રાય બચ્ચન અને રણબીર કપૂરની આ ફોટો ૨૧ વર્ષ જૂની છે તે સમયે પણ રણબીર અને એશ્વર્યાની કેમેસ્ટ્રી ખુબ જ કમાલની હતી. પ્રસિદ્ધ લેખક અને નિર્દેશક રુમી જાફરીએ આ ફોટો થોડાક સમય પહેલા જ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જે એકવાર ફરીથી સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.

આ ફોટો ફિલ્મ ‘આ અબ લૌટ ચલે’ દરમિયાનની છે. આ ફિલ્મથી ઋષિ કપૂરએ નિર્દેશક તરીકે ડેબ્યુ કર્યું હતું. ફિલ્મ ‘આ અબ લૌટ ચલે’માં અક્ષય ખન્ના અને એશ્વર્યા રાય મુખ્ય પાત્રનો રોલ નિભાવી રહ્યા હતા. તેમજ રણબીર કપૂર આ ફિલ્મમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર હતા. વર્ષ ૧૯૯૯માં રીલીઝ થયેલ આ ફિલ્મના ડાયલોગ્સ રુમી જાફરીએ લખ્યા હતા. રણબીર કપૂર તે સમયે ફક્ત ૧૭ વર્ષના હતા અને એશ્વર્યા રાય ૨૫ વર્ષના હતા. આ ફોટો અમેરિકામાં લેવામાં આવી હતી.

image source

એશ્વર્યા રાય બચ્ચન અને રણબીર કપૂર એકસાથે ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’માં જોવા મળ્યા છે. આ ફિલ્મ વર્ષ ૨૦૧૬માં થીયેટરમાં રીલીઝ કરવામાં આવી હતી. ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’માં એશ્વર્યા અને રણબીરની વચ્ચે ફિલ્માવા આવેલ ઈંટીમેટ સીનની ખુબ ચર્ચામાં રહ્યો હતો.

ફિલ્મોની વાત કરીએ તો રણબીર કપૂર આ વર્ષે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં રણબીર કપૂર સાથે આલિયા ભટ્ટ અને અમિતાભ બચ્ચન પણ સાથે જોવા મળશે. ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ની રીલીઝ ડેટ ૪ ડીસેમ્બર, ૨૦૨૦ જાહેર કરવામાં આવી હતી.

પરંતુ હાલમાં કોરોના વાયરસના કારણે ચાલી રહેલ લોકડાઉનની સ્થિતીને જોતા ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું આ વર્ષે રીલીઝ થવું થોડું મુશ્કેલ લાગી રહ્યું છે. ત્યાં જ એશ્વર્યા રાય બચ્ચન નિર્દેશક મણીરત્નમની તમિલ ભાષાની ફિલ્મ ‘ponnivin selvan’માં જોવા મળી શકે છે.