શું તમને ખબર છે કે તમારા નખ શેમાંથી બનેલા છે ?
દુનિયામાં એવી અનેક ચીજવસ્તુઓ અને અજાયબીઓ છે જેના વિષે જાણીને આપણને નવાઈ થયા વિના ન રહે. દાખલા તરીકે મધ. મધ એક એવો ખાદ્ય પદાર્થ છે કે તે ક્યારેય બગડતો નથી. અને તેનો પુરાવો મિસ્રની પ્રાચીન મમી સાથે પણ જોડાયેલો છે. અસલમાં પ્રાચીન મિસ્રની મમીની શોધ દરમિયાન વૈજ્ઞાનિકોને મમી સાથે આજુબાજુ પડેલી વસ્તુઓમાં મધ પણ મળ્યું હતું અને તે હજારો વર્ષ જૂનું મધ એકદમ સુરક્ષિત અને ખાવાલાયક પણ હતું.
આવા તો અનેક રોચક તથ્યો છે જે આપણા જ્ઞાનમાં વધારો કરે છે તો ચાલો આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં આપણે આવા જ થોડા રોચક તથ્યો વિષે જાણીએ.
શું તમને ખબર છે કે તમારા નાખ શેમાંથી બનેલા છે ?

મોટાભાગના લોકો માટે આ માહિતી અચરજ પમાડે તેવી રહેશે કે માણસના નખ અસલમાં કેરાટિન નામના પ્રોટીનથી બનેલા હોય છે અને ફક્ત નખ જ નહિ પણ માણસના બાલ પણ આ જ કેરાટિન પ્રોટીનથી બનેલા હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે શીંગડા ધરાવતા જાનવરોના શીંગડા પણ આ તત્વથી બનેલા હોય છે.
સૌથી મોટા ઈંડા આપતું પક્ષી

શાહમૃગ એવા પક્ષીઓ પૈકી છે જે ઉડી પક્ષી હોવા છતાં ઉડી નથી શકતા. સાથે જ તે તેના કદના અન્ય પક્ષીઓની સરખામણીએ સૌથી મોટા કદના ઈંડા દેનારું પક્ષી પણ છે. તમને કદાચ જાણ ન હોય તો જણાવી દઈએ કે શાહમૃગની એક ખાસિયત એ પણ છે કે તેના આંખો તેના મગજ કરતા પણ મોટા આકારની હોય છે.
શું વાત છે ? કુંગ-ફૂ મૂળ ભારતીય કલા હતી

આજે દુનિયાભરમાં જે કુંગ-ફૂ કલાની બોલબાલા છે તેના વિષે એવું માનવામાં આવે છે કે તે ચીનની કલા છે. પરંતુ નવાઈની વાત એ છે કે ચીનને આ કલા શિખવાડનાર એક ભારતીય હતા જેનું નામ હતું બોધિધર્મ. કહેવાય છે કે બોધિધર્મ અથવા બોધીધર્મન નામના આ વ્યક્તિ બૌદ્ધ ધર્મના પ્રચાર-પ્રસાર માટે ચીન ગયા હતા અને ત્યાં તેઓએ કેટલાય લોકોને પોતાના શિષ્ય બનાવ્યા હતા અને શિષ્યોને તેઓએ “કલરી પટ્ટુ” નામની કલા શીખવાડી. ત્યારબાદ કલરી પટ્ટુની આ કલાને સ્થાનિક ભાષામાં થોડાક બદલાવો સાથે કુંગ ફૂનું નામ આપી દેવામાં આવ્યું અને આ રીતે આ કલા ચીન સહીત દુનિયાભરમાં પ્રખ્યાત થઇ.
બ્લુ વ્હેલ માછલીના હ્નદયનું વજન, અધધ..

દુનિયાની સૌથી મોટી માછલીઓ પૈકી એક એવી વ્હેલને તો તમે ક્યાંકને ક્યાંક જોઈ જ હશે. ભલે નજરે નહિ નિહાળી હોય તો ટીવી કે મોબાઈલમાં તો જોઈ જ હશે. સામાન્ય રીતે 1400 કિલો જેટલું વજન ધરાવતી આ વ્હેલ માછલીના હૃદય વિષે એક વાત તો ચોક્કસ તમે નહિ જ જાણતા હોય અને તે એ કે વ્હેલ માછલીના હૃદયનું વજન લગભગ 181 કિલો આસપાસ હોય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.